Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'વિડિયોમાં કોઈનું નામ નથી લીધું, AIMIMના ઈશારે ખોટો કેસ નોંધાયો': ધારાસભ્ય રાજા...

    ‘વિડિયોમાં કોઈનું નામ નથી લીધું, AIMIMના ઈશારે ખોટો કેસ નોંધાયો’: ધારાસભ્ય રાજા સિંહે સસ્પેન્શન બાદ ભાજપની નોટિસનો જવાબ આપ્યો

    રાજા સિંહે પત્રમાં લખ્યું છે કે જ્યારે કોર્ટે તેમની સામેનો કેસ પણ ફગાવી દીધો હતો ત્યારે પીડી એક્ટ લગાવીને તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. આગળ તેમણે કહ્યું કે તેમણે ગૂગલની માહિતીનો ઉપયોગ કરીને વીડિયોમાં કોમેડિયન મુનવ્વર ફારૂકીની નકલ કરી હતી. તેમણે કોઈ ધર્મની ટીકા કરી ન હતી.

    - Advertisement -

    બીજેપીએ તેના તેલંગાણાના ધારાસભ્ય રાજા સિંહને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. આ સાથે તેમને ‘કારણ બતાવો નોટિસ’ જારી કરીને 10 દિવસમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું હતું. રાજા સિંહ પર પયગંબર મુહમ્મદ પર ટિપ્પણી કરવાનો આરોપ લાગવા અને વીડિયો વાયરલ થયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. તેમની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યાં હતા. હવે ધારાસભ્ય રાજા સિંહે ભાજપ હાઈકમાન્ડને પોતાનો જવાબ મોકલ્યો છે.

    ધારાસભ્ય રાજા સિંહે ભાજપ હાઈકમાન્ડને પોતાનો જવાબ મોકલ્યો છે તેમાં ધારાસભ્યએ કહ્યું છે કે તેઓ હૈદરાબાદના ગોશામહલ વિધાનસભા ક્ષેત્રમાં 2014 અને 2018માં સતત બે વખત ભાજપના ઉમેદવાર તરીકે જીત્યા છે. તેમને ચૂંટણી લડવાની તક આપવા બદલ ભાજપનો આભાર માનતા તેમણે કહ્યું કે તેઓ 2014માં તેલંગાણામાં ચૂંટાયેલા ભાજપના પાંચ ધારાસભ્યોમાંથી એક હતા અને અન્ય ચાર સાથે મળીને કામ કરવાની તક મળી હતી. બીજેપીની સેન્ટ્રલ ડિસિપ્લિનરી કમિટીના ચેરમેન ઓમ પાઠકને રાજા સિંહે જવાબ મોકલ્યો હતો.

    રાજા સિંહે તેમના જવાબમાં બીજેપી હાઈકમાન્ડને લખ્યું કે, “હું તેલંગાણામાં 2018 માં ભાજપ માટે વિજય નોંધાવનાર એકમાત્ર વિધાનસભા ઉમેદવાર હતો. 2020-21ની પેટાચૂંટણીમાં પાર્ટીના અન્ય બે ઉમેદવારો જીતીને ધારાસભ્ય બન્યા હતા. ત્યારથી, અમે ત્રણેય પક્ષને આગળ લઈ જવા માટે સતત કામ કરી રહ્યા છીએ. વિધાનસભાના 8 વર્ષના કાર્યકાળમાં મેં આજ સુધી પાર્ટીની શિસ્તને ખલેલ પહોંચાડી નથી. હું પાર્ટીના દરેક કાર્યક્રમમાં ભાગ લઉં છું.”

    - Advertisement -
    ધારાસભ્ય રાજા સિંહે ભાજપ હાઈકમાન્ડને લખેલો પત્ર (સાભાર ऑपइंडिया)

    ધારાસભ્ય રાજા સિંહે તેમની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે વાયરલ થયેલા તેમના વીડિયોમાં તેમણે ન તો કોઈ કડક શબ્દોનો ઉપયોગ કર્યો છે કે ન તો કોઈને અપશબ્દો ક્યા છે. તેમણે એ પણ જણાવ્યું કે તેમણે આ વીડિયોમાં કોઈનું નામ પણ નથી લીધું. ધારાસભ્યએ કહ્યું કે તેણે કોઈ પણ સમાજની ભાવનાઓને ઠેસ પહોંચાડતું કોઈ કામ કર્યું નથી અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMના કહેવા પર હૈદરાબાદ પોલીસે તેમની વિરુદ્ધ ખોટો કેસ નોંધ્યો છે.

    રાજા સિંહે પત્રમાં લખ્યું છે કે જ્યારે કોર્ટે તેમની સામેનો કેસ પણ ફગાવી દીધો હતો ત્યારે પીડી એક્ટ લગાવીને તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. આગળ તેમણે કહ્યું કે તેમણે ગૂગલની માહિતીનો ઉપયોગ કરીને વીડિયોમાં કોમેડિયન મુનવ્વર ફારૂકીની નકલ કરી હતી. તેમણે કોઈ ધર્મની ટીકા કરી ન હતી. ભારત માતાની સેવા માટે વધુ તક આપવાની માંગ કરતાં તેમણે કહ્યું કે તેઓ આગળ એવું કંઈ કરશે નહીં જેનાથી પક્ષની શિસ્ત ભંગ થાય અને પક્ષની વિચારધારાને અનુસરવાનું ચાલુ રાખશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં