Friday, November 22, 2024
More
    હોમપેજદેશકેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ પણ સેનાના જવાનો સાથે ઉજવી દિવાળી, ‘ભારત માતા...

    કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ પણ સેનાના જવાનો સાથે ઉજવી દિવાળી, ‘ભારત માતા કી જય’ના નારા સાથેનો વિડીયો કર્યો પોસ્ટ: LAC પર ચીની સૈનિકો સાથે પણ કરી વાતચીત

    કિરેન રિજિજુએ પોસ્ટ કરેલા વિડીયોમાં તેઓ ચીની સૈનિકો સાથે વાતચીત કરતા દેખાઈ રહ્યા છે. તેમણે ચીની સૈનિકોને પૂછ્યું કે શું તેમને આટલી ઊંચાઈએ શ્વાસ લેવામાં કોઈ તકલીફ થઈ રહી છે. જેના પર ચીની સૈનિકોએ ના જવાબ આપ્યો હતો.

    - Advertisement -

    કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ (Kiren Rijiju) ભારતીય સૈનિકો (Indian Army) સાથે દિવાળી ઉજવી હતી. તથા ભારત અને ચીન વચ્ચેની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચીની સૈનિકો (Chinese Soldiers) સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે ચીનના સૈનિકોને કેટલાક પ્રશ્નો પણ પૂછ્યા હતા. ચીની સૈનિકો સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રીનો વિડીયો તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.

    કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ ચીની સૈનિકો અને ભારતીય સૈનિકો સાથેનો વિડીયો સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કર્યો હતો. પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, “ચીની સૈનિકો સાથે વાત કર્યા પછી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જોયા પછી હવે દરેકને ભારતના સરહદી વિકાસ પર ગર્વની લાગણી થશે. અરુણાચલ પ્રદેશમાં બુમલા ખાતે આપણા આર્મીના જવાનો સાથે દિવાળી ઉજવી.”

    કિરેન રિજિજુએ પોસ્ટ કરેલા વિડીયોમાં તેઓ ચીની સૈનિકો સાથે વાતચીત કરતા દેખાઈ રહ્યા છે. તેમણે ચીની સૈનિકોને પૂછ્યું કે શું તેમને આટલી ઊંચાઈએ શ્વાસ લેવામાં કોઈ તકલીફ થઈ રહી છે. જેના પર ચીની સૈનિકોએ ના જવાબ આપ્યો હતો. કેન્દ્રીય મંત્રીએ ફરીથી પૂછ્યું કે આવી પરિસ્થિતિઓ માટે ઓક્સિજન સીલીન્ડર તો હોતો હશે. ત્યારે ચીની સૈનિકોએ હકારમાં જવાબ આપ્યો હતો.

    - Advertisement -

    આ પછી કેન્દ્રીય મંત્રી ભારતીય સેનાના જવાનોને પણ મળ્યા હતા. તેમણે કહ્યું કે 15 હજાર ફૂટની ઉંચાઈ પર રહીને દેશની સેવા કરવી એ ગર્વની વાત છે. તેમણે જવાનો સાથે દિવાળી ઉજવી હતી. તેમણે પોસ્ટ કરેલા વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે તેઓ સૈનિકોને મીઠાઈ વહેંચી રહ્યા છે તથા સૈનિકો સાથે વાતચીત કરી રહ્યા છે.

    તેમણે કહ્યું હતું કે “તેઓ પણ PM મોદીની જેમાં 2014થી દિવાળી સૈનિકો સાથે જ ઉજવે છે.” ત્યારપછી તેમણે સરહદના જવાનો સાથે કેક કાપી હતી અને સૈનિકોને ખવડાવી હતી. વિડીયોમાં જોઈ શકાય છે કે કિરેન રિજિજુ દેશના સૈનિકો સાથે મળીને ભારત માતા અને શિવાજી મહારજના જયકાર સહિતના સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.

    નોંધનીય છે કે તાજેતરમાં જ ભારત અને ચીન વચ્ચે LAC પર પેટ્રોલિંગ માટે કરાર થયા છે. આ જ કરારના ભાગરૂપે બંને દેશની સેનાઓ પાછળ પણ હટી ગઈ છે અને વર્ષ 2020માં વિવાદ પહેલાં જે સ્થાને હતી ત્યાં પરત ફરી છે. બંને દેશો વચ્ચે કરારના કારણે એક લાંબા વિવાદનો અંત આવ્યો હતો. દિવાળીના દિવસે બંને દેશની સેનાઓના જવાનોએ બોર્ડર પોઈન્ટ પર મુલાકાત કરીને મીઠાઈની આપ-લે પણ કરી હતી.

    PM મોદીએ પણ દિવાળી સરહદ પર ઉજવી

    ઉલ્લેખનીય છે કે PM મોદી પણ દિવાળી દરમિયાન ગુજરાતના કચ્છ ખાતે ભારત-પાકિસ્તના સરહદ પહોંચ્યા હતા અને તેમણે પણ દેશના સૈનિકો સાથે જ દિવાળીની ઉજવણી કરી હતી. આ દરમિયાન PM મોદીએ કહ્યું હતું કે, આ વખતની દિવાળી ખૂબ વિશેષ છે કારણ કે આ વર્ષે ભગવાન શ્રીરામ 500 વર્ષો પછી તેમના મંદિરમાં બિરાજમાન થયા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં