25 એપ્રિલના રોજ, ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આસામ પોલીસ દ્વારા ફરીથી ધરપકડ કર્યા બાદ પુષ્પા ફિલ્મના ‘ઝુકેગા નહીં’ વાળી એક્શન કરી હતી. આ વીડિયો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જિગ્નેશને પોલીસ વાહનમાં લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે એક પત્રકારે તેને બોલાવ્યો હતો. તેણે બહાર જોયું અને અદાકાર અલ્લુ અર્જુનની જેમ પુષ્પા ફિલ્મમાંથી સિગ્નેચર મૂવ કર્યું હતું.
Standing up strong against the political vendetta launched against him, Shri Jignesh Mevani (@jigneshmevani80) signalling ‘Daro Mat’ the Pushpa way.#Justice4Jignesh pic.twitter.com/5CM8qJrj1Z
— Gujarat Pradesh Congress Sevadal (@SevadalGJ) April 25, 2022
ટ્વિટર હેન્ડલ દ્વારા શેર કરવામાં આવેલી 10-સેકન્ડની ક્લિપમાં 7મી સેકન્ડ પર આ એક્શન જોઈ શકાય છે.
મેવાણીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરના બે ટ્વિટ સંબંધિત કેસમાં જામીન મળ્યાની થોડી જ ક્ષણો બાદ અન્ય કેસના સંબંધમાં આસામ પોલીસ દ્વારા ફરીથી ધરપકડ કરવામાં આવી હતી. ગઈકાલે પીએમ મોદી વિરુદ્ધ તેમના ટ્વીટ સંબંધિત કેસમાં કોર્ટે જામીન અરજી પર પોતાનો આદેશ અનામત રાખ્યો હતો.
આસામ પોલીસે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે, “ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને બારપેટા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા નવા કેસ નંબર 81/22, હેઠળ 294/323/353/354ના સંબંધમાં ફરીથી ધરપકડ કરવામાં આવી છે.”
જહાંગીરપુરી હિંસાના મુખ્ય આરોપી અંસારે પણ આવી જ એક્શન કરી હતી.
નોંધનીય છે કે પુષ્પા ફિલ્મના આ જ સિગ્નેચર મૂવનો ઉપયોગ જહાંગીરપુરી રમખાણોના મુખ્ય આરોપી અંસાર દ્વારા પણ કરવામાં આવ્યો હતો જ્યારે તેને દિલ્હી પોલીસ કોર્ટમાં લઈ જઈ રહી હતી ત્યારે તેના ચહેરા પર કોઈ પસ્તાવો નહોતો. અંસારનો એ વિડીયો પણ ખૂબ વાઇરલ થયો હતો.
તેને 17 એપ્રિલના રોજ રોહિણી કોર્ટ દ્વારા પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. તે જ દિવસે તેણે આ એક્શનનો ઉપયોગ કર્યો હતો. અંસારની ઓળખ વિસ્તારના મુસ્લિમ આગેવાન તરીકે કરવામાં આવી હતી જેણે આ વિસ્તારમાંથી પસાર થતા હિન્દુ શોભાયાત્રા પર હુમલા અને પથ્થરમારો કરવા માટે લોકોને ઉશ્કેર્યા હતા એવો તેના પર આરોપ છે.
પુષ્પા એક્શન બની રહી છે રીઢા આરોપીઓની ફેવરિટ :
અહિયાં એ પણ નોંધનીય છે કે પુષ્પા ફિલ્મની આ એક્શન હાલમાં આરોપીઓમાં ફેવરિટ બનીને ઉભરી આવી છે. એક પછી એક આરોપીઓ આ ‘ઝુકેગા નહિ’ એક્શન દ્વારા પોતાનો અહં દર્શાવતા આવે છે.
ગુનેગારો આ એક્શન વાપરીને બડાઈ મારે એ તો ઠીક પણ આ દરેક ગુનેગારો, ભલે એ જહાંગીરપૂરી હિંસાનો આરોપી અંસાર હોય કે આસામ પોલીસે પકડેલ મેવાણી હોય, એમના ફોલોઅરો એ ગુનેગારોને એવી રીતે વધાવે છે કે જાણે કોઈ મોટું મહાન કામ કરીને આવ્યા હોય. સોશિયલ મીડિયા પર આ ગુનેગારો અને એમના આવા ફોલોવર્સ પર સામાન્ય લોકો દ્વારા અપાતી તીખી પ્રતિક્રિયાઓ પણ ઠેરઠેર જોઈ શકાય છે.
हर मवाली आजकल यह स्टाइल मार रहा हैं ।
— चिंतामणि (@raju020700) April 26, 2022
ઉપરાંત લોકોએ અંસાર અને મેવાણીની એક્શનની સામ્યતા પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા.
दिल्ली के दंगाई ने भी कोर्ट में जाते वक़्त पुष्पा अवतार धारण कर लिया था, अब जिग्नेश के इस पुष्पा अवतार का क्या मतलब समझें?
— Vikas Agarwal🇮🇳 (@UpYogiVikas) April 25, 2022