Sunday, April 21, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાતના વિવાદિત કોંગ્રેસ નેતા અને વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની આસામ પોલીસ...

  ગુજરાતના વિવાદિત કોંગ્રેસ નેતા અને વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની આસામ પોલીસ દ્વારા ધરપકડ

  ગુજરાતના કોંગ્રેસ સમર્થિત અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ગત મોડી રાત્રે આસામ પોલીસે ધરપકડ કરી છે. મેવાણીની કેટલીક ટ્વિટસ વિરુદ્ધ આસામના કોકરાઝારમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી ત્યારબાદ આ પગલું લેવામાં આવ્યું હતું.

  - Advertisement -

  આસામ પોલીસે બુધવારે મોડી રાત્રે વડગામના ધારાસભ્ય અને વિવાદિત કોંગ્રેસી દલિત નેતા જિગ્નેશ મેવાણી ની અટકાયત કરી હતી. પાલનપુર ખાતેના સર્કિટ હાઉસ ખાતેથી એની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં પોલીસ દ્રારા અમદાવાદ એરપોર્ટથી જિગ્નેશને વિમાન દ્વારા આસામ લઈ જવામાં આવ્યો હતો.

  આ ધરપકડ એ વિવાદિત ટ્વીટ માટે કરવામાં આવી હતી જેમાં એણે એવો દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જેઓ “ગોડસેને ભગવાન માને છે” તેમણે શાંતિ અને સૌહાર્દની અપીલ કરવી જોઈએ.

  બનાસકાંઠાના પાલનપુર સર્કિટ હાઉસ ખાતેથી આસામની ચાર પોલીસકર્મીઓની ટીમે મેવાણીને કસ્ટડીમાં લીધો હતો. મેવાણીના નજીકના સાથીદારે જણાવ્યું હતું કે પોલીસ ગુનાની વિગતો આપી રહી નહોતી અને અમદાવાદ એરપોર્ટ પર કોંગ્રેસના નેતાઓ અને તેમના સમર્થકોના જૂથે હંગામો મચાવ્યો તે પછી જ પોલીસે એક દસ્તાવેજ દર્શાવ્યો હતો જેમાં તેની વિરુદ્ધ કેસનો ખુલાસો થયો હતો.

  - Advertisement -

  આસામ પોલીસ દ્વારા રાજી કરેલ દસ્તાવેજ દર્શાવે છે કે આસામના કોકરાઝાર જિલ્લાના ભબાનીપુરના રહેવાસી અનુપ કુમાર ડેની ફરિયાદના આધારે, જિગ્નેશ મેવાણી વિરુદ્ધ કલમ 120B (ગુનાહિત કાવતરું), કલમ 153(A) (બે સમુદાયો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું), 295(A) (કોઈપણ વર્ગના ધર્મનું અપમાન કરવાના ઈરાદાથી પૂજા સ્થળને ઈજા પહોંચાડવી અથવા અપવિત્ર કરવું), 504 (શાંતિનો ભંગ કરવા ઉશ્કેરવાના ઉદ્દેશ્ય સાથે ઈરાદાપૂર્વક અપમાન), 506 (ગુનાહિત ધાકધમકી) અને આઈટી એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

  આસામ પોલીસે મેવાણીને જણાવ્યુ હતું કે, ફરિયાદમાં ડેએ ઉલ્લેખ કર્યો કે તેઓ મેવાણી દ્વારા 18 એપ્રિલના રોજ એક ટ્વીટ પર આવ્યા હતા જેમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે “ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ‘ગોડસે’ને ભગવાન તરીકે પૂજે છે અને માને છે અને પ્રધાનમંત્રીને અપીલ કરી છે કે તેઓ 20 એપ્રિલે ગુજરાતની મુલાકાતે છે અને હિંમતનગર, ખંભાત અને વેરાવળ જેવા વિસ્તારોમાં શાંતિ અને સૌહાર્દ માટે જનતાને અપીલ કરે.”

  ફરિયાદીએ દાવો કર્યો હતો કે “ટ્વીટના વાઇરલ થવાને કારણે વ્યાપક ટીકા થઈ હતી અને તે જાહેર શાંતિને ખલેલ પહોંચાડવાની વૃત્તિ ધરાવે છે, જે લોકોના ચોક્કસ વર્ગમાં સંવાદિતા જાળવવા માટે પ્રતિકૂળ છે. દેશના આ ભાગમાં અન્ય સમુદાય સામે કોઈ ગુનો કરવા માટે ચોક્કસ સમુદાય સાથે જોડાયેલા લોકોના એક વર્ગને ઉશ્કેરવાની શક્યતા વધુ છે.”

  કોંગ્રેસને ટેકો આપતા અપક્ષ ધારાસભ્ય અને હવે કોંગ્રેસનેતા મેવાણીની બે ટ્વીટ ટ્વિટરે ‘વિથહોલ્ડ’ કરી છે. તેમાં લખવામાં આવ્યું છે કે, “@jigneshmevani80 ની આ ટ્વીટને કાયદાકીય માંગના જવાબમાં ભારતમાં રોકવામાં આવી છે.”

  ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર સહિતના કોંગ્રેસ નેતાઓએ એરપોર્ટ પર મેવાણીની મુલાકાત લીધી હતી. કોગ્રેસે જિગ્નેશ મેવાણીની ધરપકડનો વિરોધ કરતાં કહ્યું હતું કે તેઓ આજે દેશભરમાં ઠેરઠેર વિરોધ પ્રદર્શનો અને દેખાવો કરીને મેવાણીને મુક્ત કરવાની માંગ કરશે.

  જીગ્નેશ મેવાણી વિધાનસભાનો સભ્ય તથા વડગામનો ધારાસભ્ય છે. જિગ્નેશ મેવાણી એક અપક્ષ ધારાસભ્ય છે જેણે કોંગ્રેસને ટેકો જાહેર કરેલો છે. એણે તથા જેએનયુના પૂર્વ વિધ્યાર્થીનેતા, રાજકીય એક્ટિવિસ્ટ તથા દેશદ્રોહના આરોપી એવા કનૈયા કુમારે રાહુલ ગાંધી સાથે મળીને એક પ્રેસ કોન્ફ્ર્ન્સ કરી હતી. જેમાં એ બંનેએ કોંગ્રેસ પક્ષમાં જોડાવાની જાહેરાત કરી હતી. આ પ્રેસ કોન્ફ્ર્ન્સમાં એમનો સપોર્ટર તથા કથિત સ્ટેન્ડઅપ કોમેડિયન કુણાલ કામરા પણ હાજર હતો.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં