ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) મેરઠમાં (Meerut) ખ્રિસ્તી (Christian Conversion) બનેલા 150 લોકોએ ઘરવાપસી કરીને હિંદુ ધર્મ અપનાવ્યો છે. 10મી નવેમ્બરના રોજ આયોજિત એક સમારોહમાં આ તમામ વ્યક્તિઓ સંપૂર્ણ વૈદિક વિધિ સાથે હિંદુ ધર્મમાં પરત ફરી હતી. આ તમામ લોકોને સ્થાનિક પાદરી બિજ્જુ મેથ્યુએ લાલચ આપીને ખ્રિસ્તી બનાવ્યા હતા. ગોલાબાઢ ગામમાં રહેતા 30 પરિવારોના આ લોકો નિયમિત રીતે પ્રાર્થનાસભામાં ભાગ લેતા હતા.
સમગ્ર મામલો મેરઠમાં કાંકરખેડા પોલીસ સ્ટેશન વિસ્તારના રોહતા રોડ પર આવેલ વિકાસ એન્ક્લેવ કોલોનીનો છે. આ કોલોનીમાં ખ્રિસ્તી પાદરી બિજ્જુ મેથ્યુ છેલ્લા 2.5 મહિનાથી તેના પરિવાર સાથે રહેતો હતો. તે દર રવિવારે તેમના ઘરે પ્રાર્થનાસભાનું આયોજન કરતો, જેમાં મોટી સંખ્યામાં લોકો આવતા-જતા હતા. જેના કારણે સ્થાનિક લોકોને શંકા ગઈ અને તેમણે પોલીસ અને હિંદુ સંગઠનોને જાણ કરી હતી.
Yesterday, I visited Meerut’s Ambedkar Colony, where 30+ families have converted to Christianity
— Swati Goel Sharma (@swati_gs) November 11, 2024
They attended Sunday prayer services at a pastor’s house till his arrest
We organized a Yajna-havan there. Deepest gratitude to those whose support made it possible
A thread 🧵 pic.twitter.com/tNs5d1saJq
20 ઑક્ટોબરે જ્યારે હિંદુ સંગઠનો તેમના ઘરે પહોંચ્યાં ત્યારે તે પ્રાર્થનાસભામાં હાજર રહેલા લોકોને કહી રહ્યો હતો કે, “જે તમને પ્રેમ કરે છે તેને પ્રેમ કરો. આજે કડવા ચોથનો દિવસ છે, પણ પરિવાર તમને પ્રેમ નથી કરતો,પણ પરમેશ્વર પ્રેમ કરે છે. તેથી પરમેશ્વરની શરણમાં આવો. તમારે ઈસુની ઉપાસના કરવાની છે. પૈસા શું તમે જે ઇચ્છશો એ તમને મળશે. તમારા દેવતાઓએ આજ સુધી શું આપ્યું તમને?”
હિંદુ સમુદાયને જાતિના નામે ઉશ્કેરી કરાવતો ધર્મપરિવર્તન
મોટાભાગે જાટવ સમુદાયના લોકોને ઉશ્કેરતા, બિજ્જુ કહેતો હતો, “તમને સમાજમાં સન્માન પણ મળતું નથી. ઈસુની શરણમાં ચાલ્યા આવ્યો. તમને અહીં બધું મળી જશે.” હિંદુ સંગઠનો સાથે જોડાયેલા લોકોએ આરોપ લગાવ્યો હતો કે બિજ્જુ અને તેની પત્ની છેલ્લા 15 વર્ષથી મેરઠના અલગ-અલગ વિસ્તારોમાં ભાડા પર ઘર લઈ રહ્યા છે અને લોકોને ઈસાઈ ધર્મ અપનાવવા માટે પ્રાર્થના સભાઓનું આયોજન કરી રહ્યા છે.
20 ઑક્ટોબરે તેની ધરપકડ થયા બાદ તે હાલ જેલમાં છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું હતું કે તે મૂળ કેરળનો છે. તેણે લગભગ 300 પરિવારોનું ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. તે લોકોને રોકડ, લગ્ન, શિક્ષણ અને સારવારની લાલચ આપતો હતો. ખ્રિસ્તી સમુદાયના લોકો સાથે બિજ્જુ નજીકના ગામડાઓમાં જતો અને ગરીબ લોકોના ઘરે પહોંચ્યા પછી તેઓને વિવિધ પ્રકારના પ્રલોભનો આપીને પ્રાર્થના સભામાં બોલાવતો.
પ્રલોભનો આપી ગરીબોને બનાવતો હતો ખ્રિસ્તી
બિજ્જુ સાથે આ કાંડમાં તેની પત્ની પણ સામેલ હતી. તે અને તેની પત્ની નજીકના ગામડાઓમાં જઈને ગરીબ લોકોના પુત્ર-પુત્રીઓના લગ્નનો ખર્ચ ચર્ચ દ્વારા ઉઠાવવામાં આવશે એવી લાલચ આપતા. ઉપરાંત રોકડા પૈસા અને બીમારી દૂર કરવાની લાલચ આપી લોકોનું બ્રેઈનવૉશ કરતા હતા. ત્યારપછી ધર્માંતરિત થયેલા વ્યક્તિને અન્ય લોકોને લાવવાનું કહેવામાં આવતું હતું. સમગ્ર નેટવર્ક માર્કેટિંગની જેમ ચાલી રહ્યું હતું.
માર્કેટિંગની જેમ ચાલી રહ્યું હતું નેટવર્ક
આવી જ એક ધર્માંતરિત મહિલાએ કહ્યું હતું કે, “અમને કહેવામાં આવ્યું હતું કે આપણે જે કંઈ શીખીએ છીએ તે આપણે બીજા લોકોને પણ જણાવવાનું અને શીખવવાનું છે. તેમને પણ પરમેશ્વરની કૃપા અને ચમત્કારો અંગે જણાવવાનું છે.” આ રીતે આ નેટવર્ક ચાલી રહ્યું હતું. જો એક વ્યક્તિ પોતાનો ધર્મ બદલી નાખતો તો તે બીજા વ્યક્તિને ધર્મપરિવર્તન માટે તૈયાર કરતો. ગરીબો અને મહિલાઓ તેમના નિશાના પર હતા.”
ખ્રિસ્તી ધર્મમાં ધર્મપરિવર્તન માટે બિજ્જુ ત્રણ લાલચ આપતો હતો. પ્રથમ, ધર્મ પરિવર્તન કરનાર પરિવારમાંથી છોકરા કે છોકરીનાં લગ્ન કરાવવાનો ખર્ચ ચર્ચના લોકો ઉઠાવશે. બીજું, ધર્માંતરણ કરનાર વ્યક્તિ અથવા પરિવારને સ્વરોજગાર ઉભો કરવા માટે માટે ₹2થી 5 લાખની સહાય આપવાનું વચન આપતો. ત્રીજું, તેઓએ રોગોના ઉપચાર માટે પવિત્ર પાણી અને વળગાડ દૂર કરવાનું વચન આપતો.