રવિવારે અમદાવાદ શહેરના મણિનગરમાં થયેલા આ અકસ્માતને પગલે એક તરફ ત્રણ લોકોનો જીવ માંડ માંડ બચ્યા હતા, તો બીજી તરફ પોલીસે દારૂના નશામાં ધૂત અકસ્માત સર્જનારા આરોપીઓની જાહેરમાં સરભરા કરી હતી. આરોપીઓએ દારૂના નશામાં અકસ્માત સર્જ્યો હોવાથી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો હતો જેનો વિડીયો હાલ વાઇરલ થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સમાજમાં મજબૂત દાખલો બેસે તે હેતુસર આ કામગીરી કરી હતી.
અહેવાલો અનુસાર દારૂના નશામાં નબીરાએ મણિનગરમાં મોડીરાત્રે એવી બેફામ કાર દોડાવી કે કાર પલટી ગઈ અને રસ્તાના કિનારે બેઠેલા કેટલાક લોકોના જીવ બચી ગયા હતા. અકસ્માત બાદ કારમાં સવાર લોકો સ્થળ પરથી ભાગી ગયા હતા. પરંતુ પોલીસે તેમને શોધી કાઢ્યા હતા અને તે જ રસ્તા પર તેમની સરભરા કરી હતી.
અમદાવાદ: મણીનગર અકસ્માતના આરોપીની જાહેરમાં સરભરા #Ahmedabad #Gujarat #ViralVideo pic.twitter.com/5cFFz64k5A
— Zee 24 Kalak (@Zee24Kalak) July 25, 2023
વિડીયોમાં જોઈ શકાય છે કે પોલીસ અધિકારીઓ આ નબીરાઓને રવિવારે જે સ્થળે આ અકસ્માત સર્જ્યો હતો ત્યાં પોલીસવૅનમાં લઇ જાય છે. એક આરોપીને બહાર કાઢીને તેને પૂછે કે કઈ રીતે તેણે આ અકસ્માત સર્જ્યો હતો, કેટલા લોકો ત્યાં બેઠા હતા, વગેરે. બાદમાં તે પોલીસકર્મી તેની જાહેરમાં સરભરા કરે છે. બાદમાં તેને વાનમાં બેસાડીને અંદરથી બીજા નબીરાને બહાર કઢાય છે જેને પણ પોલીસ દ્વારા માર મારવામાં આવે છે.
અકસ્માતમાં ગાડી ઉંધી વળી ગઈ હતી, અંદર દેખાઈ બીયરની બોટલો
ગત 23 જુલાઈની રાત્રે અમદાવાદના મણિનગર વિસ્તારમાં નશામાં ધૂત અને પુરપાટ ઝડપે કાર ચલાવીને જઈ રહેલા નબીરાએ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. આ સમયે કાર વૃક્ષ સાથે અથડાતાં પલટી ખાઈ ગઈ હતી. વૃક્ષ પાસેના બાંકડા પર બેઠેલા ત્રણ વ્યક્તિઓએ સમયસૂચકતા વાપરતા તેમનો જીવ બચી ગયો હતો. પોલીસે તપાસ હાથ ધરતા ચારેય નબીરાઓ નશાની હાલતમાં હતા અને તેની કારમાંથી બિયરની બોટલ પણ મળી આવી હતી.
ઇસ્કોન બ્રિજ બાદ મણિનગરમાં દારૂના નશામાં હિટ એન્ડ રન કેસ.
— Maulin Shah (મૌલિનશાહ) #BharatJodo #HathSeHathJodo (@maulinshah9) July 24, 2023
ત્રણ લોકોનો આબાદ બચાવ, દારૂની બાટલી ગાડી માંથી મળી આવી. ઇજાગ્રસ્ત ચાલક ભાગી ગયો હતો.
કેદાર દવે નામનો ભક્ત મણિનગર હિટ એન્ડ રન કેસમાં શામેલ….! #Maninagar #HitAndRun #isckon_bridge #KedarDavehttps://t.co/phVGsFHXxl pic.twitter.com/6bVK1EjgOy
આ ઘટના બાદ પોલીસે તપાસની કાર્યવાહી શરૂ કરી હતી જેમાં જાણવા મળ્યું હતું કે આ ચારેય નબીરાઓએ ઇસનપુર વિસ્તારમાં રહેતા અને દારૂની પરમિટ ધરાવતા જયશીલ રાઠોડ નામના વ્યક્તિ પાસેથી દારૂ લીધો હતો.
પહેલા ઇસ્કોન ફ્લાયઓવર પર જેગુઆર કાંડ અને બાદમાં મણિનગરનો આ અકસ્માત તથા આના જેવા અનેક કિસ્સાઓ બાદ રસ્તાઓ પર હાહાકાર મચાવનારા આવા લોકો સામે પોલીસ શું કરી રહી છે, તેવો સવાલ ગુજરાત હાઈકોર્ટે ઉઠાવ્યો છે. ઉલ્લેખનીય છે કે,આ ઘટનાના તમામ આરોપીઓ નશામાં ધૂત હતા આ મામલે પોલીસે ગુનો નોંધી તેમને જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો જેથી આવી ઘટના બીજી વાર ના બને.