Tuesday, December 3, 2024
More
    હોમપેજદેશકોંગ્રેસની નજીકના સૈયદે કર્યા EVM હૅકિંગના દાવા, વિડીયો ફેરવીને પાર્ટી સમર્થકોએ મહારાષ્ટ્ર...

    કોંગ્રેસની નજીકના સૈયદે કર્યા EVM હૅકિંગના દાવા, વિડીયો ફેરવીને પાર્ટી સમર્થકોએ મહારાષ્ટ્ર ચૂંટણીમાં ગેરરીતિ થઈ હોવાનું તૂત ચલાવ્યું: ચૂંટણી પંચે કરાવી FIR

    ચૂંટણી પંચે જણાવ્યું કે, તેમણે અન્ય કોઈ દેશમાં સંતાઈને બેઠેલા સૈયદ શુજા સામે FIR કરાવી છે અને પ્રશાસનને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા માટે સૂચના પણ આપવામાં આવી છે.

    - Advertisement -

    મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં બહુ કારમો પરાજય થયા પછી વિપક્ષે ફરીથી વર્ષો જૂનું EVMવાળું તૂત ઊભું કર્યું છે અને જેમ દર વખતે તેમની હાર પછી થાય છે તેમ એવું સાબિત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે ભાજપ ગઠબંધન (મહાયુતિ)ની જે જીત થઈ તે જનાદેશના આધારે નહીં પણ EVMમાં ઘાલમેલ કરીને થઈ છે. મજાની વાત એ છે કે ઝારખંડ વિધાનસભાની ચૂંટણી પણ મહારાષ્ટ્ર સાથે જ યોજાઈ હતી, પણ ત્યાં INDI ગઠબંધનની પાર્ટીઓ જીતી છે એટલે આ ગેંગ તેને ‘લોકતંત્રની જીત’ ગણાવી રહી છે. આ બધાની વચ્ચે હવે સોશિયલ મીડિયા પર કોંગ્રેસ સમર્થકો અને તેમના માનીતા પત્રકારો, એક્ટિવિસ્ટો એક વિડીયો સોશિયલ મીડિયા પર ફેરવીને EVM હૅકિંગવાળો નરેટિવ ફેલાવવામાં પડ્યા છે.

    સોશિયલ મીડિયામાં EVMમાં ‘વહીવટ’ કરવાના દાવા સાથે ફેરવવામાં આવી રહેલા વિડીયોમાં સૈયદ શુજા નામના એક ઈસમને કહેતો સાંભળી શકાય છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં 288માંથી 281 બેઠકોના પરિણામોમાં ઘાલમેલ કરવા તે સક્ષમ છે. તેણે એવો પણ દાવો કર્યો હતો કે તે ‘ફ્રિકવન્સી આઇસોલેશન’ના માધ્યમથી EVMને ઑપરેટ કરી શકે છે. હવે અહીં નોંધવા જેવી વાત એ છે કે આ પહેલાં સેંકડો વાર એવું સાબિત થઇ ચૂક્યું છે કે EVMમાં ક્યાંય એવી વ્યવસ્થા નથી કે તેને વાયરલેસલી ઑપરેટ કરી શકાય.

    કોંગ્રેસીઓ ધડાધડ શેર કરી રહ્યા છે વિડીયો

    આ જ વિડીયોમાં તેવો પણ દાવો કર્યો કે સૈયદે એક રાજનૈતિક પાર્ટીને જીતાડવા માટે EVMમાં એડવાન્સ પ્રોગ્રામિંગ કરી રાખ્યું હતું. આટલું જ નહીં, તેણે એમ પણ કહ્યું કે 52-53 કરોડ રૂપિયા લગાવીને વિશિષ્ટ એપ્લિકેશનો દ્વારા વૉટિંગ મશીનને નિયંત્રિત કરવામાં આવે છે. હવે આ વિડીયોને કોંગ્રેસીઓ દ્વારા દેઠોક રીતે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યો છે અને તેના આધારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઓમાં ‘મોટી ઘાલમેલ’ કરવામાં આવી હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.

    - Advertisement -

    વાસ્તવમાં આ વિડીયો 15 નવેમ્બરના રોજ ‘મુંબઈ તક’ દ્વારા તેના સત્તાવાર X હેન્ડલ પર શેર કરવામાં આવ્યો હતો. ઇન્ડિયા ટુડેના પત્રકારોની એક ટીમે પોતાને ‘રાજનીતિક પાર્ટી સાથે જોડાયેલા લોકો’ ગણાવીને સૈયદ શુજાનો સંપર્ક કર્યો હતો અને તેનું સ્ટિંગ ઑપરેશન કર્યું હતું. આ ઑપરેશન દરમિયાન પત્રકારોની ટીમે ‘EVMમાં હેરાફેરી’ કરવાની ટ્રેનિંગ લીધી હતી અને એ પણ સૈયદ શુજા પાસેથી. જોકે લાંબી-લાંબી અને મોટી-મોટી વાતો કર્યા બાદ પણ સૈયદ EVMને બહારથી કેવી રીતે ઑપરેટ કરી શકાય તે નહોતો જણાવી શક્યો.

    સૈયદ શુજા વાસ્તવમાં ઠગ

    અહીં નોંધવું જરૂરી છે કે સૈયદ શુજા કોઈ નાનોમોટો ઠગ નથી. તે પોતાને ‘સાયબર એક્સપર્ટ’ ગણાવે છે. તેનો એવો પણ દાવો છે કે તે વર્ષ 2009થી 2014 સુધી ઇલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડમાં કામ કરી ચૂક્યો છે, જ્યાં EVM પર કામ કરવામાં આવે છે. જોકે તેના આ જુઠ્ઠાણાને ચૂંટણી પંચે 2019માં જ ફગાવી દીધું હતું. ઉલટાનું નોડલ ઈલેકશન કાર્યાલય તરફથી તેના વિરુદ્ધ જુઠ્ઠાણું ફેલાવવા અને ભારતીય ચૂંટણી પ્રક્રિયા પર નાગરિકોને સંશય ઉભો કરવાનું ષડયંત્ર કરવા બદલ ગુનો દાખલ કરવા પણ કહ્યું હતું.

    સૈયદ શુજાએ તેની પાસે ગણિતમાં PHD અને કોમ્પ્યુટર સાયન્સમાં Btechની ડિગ્રી હોવાનો દાવો કર્યો છે. જોકે તેની શૈક્ષણિક પૃષ્ઠભૂમિ વિશે આ પ્રકારનો કોઈ જ રેકોર્ડ હજુ સુધી તો મળી આવ્યો નથી. સૈયદ વર્ષ 2019માં પહેલીવાર ચર્ચામાં આવ્યો હતો. તે સમયે તેણે દાવો કર્યો હતો કે વર્ષ 2014માં થયેલી ચૂંટણીમાં ‘ગેરરીતિ‘ થઇ છે. તેણે સ્કાઇપના માધ્યમથી લંડનમાં યોજાયેલી એક પ્રેસ કૉન્ફરન્સ સંબોધતાં દાવો કર્યો હતો કે EVM મશીનને હેક કરી શકાય છે.

    કોંગ્રેસીઓ સાથે સૈયદને છે સારાસારી

    તેણે ભારતમાં ચૂંટણીઓમાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાના અનેક દાવો કર્યા હતા. અહીં નોંધવા જેવી બાબત તે છે કે તેના આ પ્રકારના કાર્યક્રમમાં તત્કાલીન કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ પણ સામેલ થયા હતા. સૈયદે એવો હાસ્યાસ્પદ દાવો કર્યો હતો કે જ્યારે ભાજપ ચૂંટણી જીતી હતી ત્યારે ચૂંટણી પ્રક્રિયામાં મોટી ગેરરીતી કરવામાં આવી હતી, પરંતુ જ્યાં કોંગ્રેસની જીત થઈ તે ચૂંટણી તદ્દન પારદર્શી અને નિષ્પક્ષ હતી.

    સ્વભાવિક છે કે જ્યારે તેની પાસે તેણે કરેલા દાવાના પ્રમાણ અને આધાર-પુરાવા માંગવામાં આવ્યા ત્યારે તેણે ગલ્લાંતલ્લાં વાતને અવળા પાટે ચઢાવી દીધી હતી. અહીં નોંધવા જેવી બીજી પણ એક વાત તે છે કે સૈયદ શુજા કપિલ સિબ્બલ અને ગાંધી પરિવારના સહુથી નજીકના સેમ પિત્રોડા સાથે પણ જોવા મળ્યો હતો. કહેવામાં આવે છે કે તે કોંગ્રેસ પાર્ટીના કેટલાક મોટા નેતાઓનો ખાસ છે અને પાર્ટીમાં તેના મજબૂત સંબંધો છે.

    ચૂંટણી પંચે કરાવી FIR

    બીજી તરફ, આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ ચૂંટણી પંચે સૈયદ શુજા સામે FIR નોંધાવડાવી છે. ચૂંટણી પંચે જણાવ્યું કે, તેમણે અન્ય કોઈ દેશમાં સંતાઈને બેઠેલા સૈયદ શુજા સામે FIR કરાવી છે અને પ્રશાસનને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા માટે સૂચના પણ આપવામાં આવી છે. મુંબઈમાં પણ તેની સામે એક FIR દાખલ કરવામાં આવી હતી. બંને શહેરોની પોલીસ હાલ તેની તેમજ તેની સાથે સંડોવાયેલા વ્યક્તિઓની શોધખોળ કરી રહી છે. 

    ECI અધિકારીઓએ જણાવ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિ EVM વિરુદ્ધ તથ્ય વગરના અને ખોટા દાવા સાથેના આરોપો લગાવશે કે ખોટી માહિતી ફેલાવશે અને સનસનાટી પેદા કરવાના ખોટા પ્રયાસો કરશે, તેમની સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. 

    EVMને હૅક કરવું કે વાયરલેસ રીતે ઑપરેટ કરવું શા માટે શક્ય નથી તે અહીંથી વિગતવાર જાણી શકાશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં