Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણ'ઉદ્ધવ ઠાકરેએ બાળાસાહેબના સિદ્ધાંતોને કિનારે કર્યા, MVA મૂળ શિવસેનાની વિચારધારથી વિપરીત': સીએમ...

    ‘ઉદ્ધવ ઠાકરેએ બાળાસાહેબના સિદ્ધાંતોને કિનારે કર્યા, MVA મૂળ શિવસેનાની વિચારધારથી વિપરીત’: સીએમ એકનાથ શિંદેએ ઉદ્ધવ પર કર્યા આકરા પ્રહાર

    મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ન્યુઝ એજન્સી ANI સાથે વાતચીત દરમિયાન ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, શિવસેના (UBT) અને કોંગ્રેસનું ગઠબંધન સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરેના સિદ્ધાંતોથી વિપરીત જઈને કરવામાં આવ્યું હતું.

    - Advertisement -

    મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણી (Maharashtra Assembly Elections) પહેલા મુખ્યમંત્રી એકનાથ શિંદેએ (CM Eknath Shinde) ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) બાળા સાહેબના સિદ્ધાંતોને કિનારે મૂકી પોતાના અંગત હિત માટે થઈને કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો. તેમણે શિવસેના અલગ કરવા પાછળનું મુખ્ય કારણ પણ આજ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેના નિર્ણયથી શિવસેનાના કાર્યકર્તાઓ પણ નારાજ હતા. તેમણે ભાજપ અને શિવસેનાના (Shivsena) ગઠબંધનને વાજબી ગણાવી, મહા વિકાસ આઘાડીને બાળાસાહેબની (Balasaheb Thackeray) વિચારધારાથી વિપરીત કહી હતી.

    નોંધનીય છે કે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ન્યુઝ એજન્સી ANI સાથે વાતચીત દરમિયાન ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, શિવસેના (UBT) અને કોંગ્રેસનું ગઠબંધન સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરેના સિદ્ધાંતોથી વિપરીત જઈને કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, તેમણે પાર્ટીના અનુસાશનનું પાલન કર્યું અને પરિવર્તનના ઉદ્દેશ્યથી ભાજપ સાથે ગઠબંધન કર્યું. તેમણે શિવસેનાના વિભાજનને ઉચિત ગણાવીને ઉદ્ધવ ઠાકરેને તેના માટે જવાબદાર ઠેરવ્યા હતા.

    બાળાસાહેબ ક્યારેય કોંગ્રેસ સાથે ગઠબંધન નહોતા ઈચ્છતા

    તેમણે કહ્યું કે, “હું મહાવિકાસ આઘાડી સરકારનો ભાગ હતો, પરંતુ જે સરકાર બની તે બાળાસાહેબ ઠાકરેના આદર્શોથી વિપરીત બની. શિવસેના અને ભાજપનું ગઠબંધન વાજબી હતું. પરંતુ ઉદ્ધવ ઠાકરેએ પોતાના અંગત સ્વાર્થ માટે કોંગ્રેસ સાથે હાથ મિલાવી લીધો. બાળાસાહેબ ક્યારેય કોંગ્રેસ સાથે ગઠબંધન નહોતા ઈચ્છતા. શિવસેનાના કાર્યકર્તા તરીકે અમે પાર્ટીના અનુશાસનનું પાલન કર્યું, બદલાવની આવશ્યકતાને મહેસુસ કરીને અમે શિવસેના અને ભાજપ ગઠબંધનની સરકાર બનાવવા પ્રયાસ કર્યો. પરંતુ અસફળ રહ્યો. તેનું નુકસાન અમારી પાર્ટી અને કાર્યકર્તાઓને ઉઠાવવું પડ્યું.”

    - Advertisement -

    તેમણે આગળ કહ્યું કે, “મહારાષ્ટ્રની જનતા ભાજપ અને શિવસેના ગઠબંધનની સરકાર ઈચ્છતા હતા. અમારા ધારાસભ્યો પણ મહાવિકાસ આઘાડી સરકારથી થાકી ગયા હતા. તેમના વિધાનસભા ક્ષેત્રમાં કોઈ જ કામ નહોતું થઇ રહ્યું અને એ જ કારણ હતું કે અમારે સરકાર બદલવી પડી.” આ દરમિયાન તેમણે મહાયુતિ સરકારના વખાણ કરતા કહ્યું કે, “અમારી સરકાર વ્યક્તિગત લાભો કરતા જનહિતેચ્છુ કાર્યોને પ્રાથમિકતા આપે છે. અમારી જ સરકાર ખેડૂતોના હિત માટે કામ કરી રહી છે. આ ખેડૂતોની સરકાર છે. સામાન્ય લોકોની સરકાર છે.”

    અમે ફેસબુક લાઈવથી નહીં, લોકોની સેવાથી સરકાર ચલાવીએ છીએ: સીએમ શિંદે

    તેમણે ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહાર કરતા આરોપ લગાવ્યો હતો કે તેઓ ફેસબુક લાઈવના માધ્યમથી સરકાર ચલાવતા હતા. તેમણે કહ્યું હતું કે, અમારા માટે મુખ્યમંત્રી હોવું એટલે લોકોની સેવા કરવી, નહીં કે માત્ર કાર્યાલયમાં બેસીને ખાલી ફેસબુક લાઈવ કરતા રહેવું. અમારી સરકાર લોકોની સમસ્યા સાંભળે છે અને તેના અનુરુપ કામ પણ કરે છે. અમારી સરકાર કોઈ બહેરી-મૂંગી સરકાર નથી. પ્રદેશમાં ડબલ એન્જીન સરકાર છે, કેન્દ્રથી મહારાષ્ટ્રને અનેક લાભ મળી રહ્યા છે. મહાયુતી સરકાર આકરી મહેનત કરીને લોકોની સેવા કરી રહી છે.”

    સીએમ શિંદેએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, “કોંગ્રેસે ખટાખટ-ખટાખટ રૂપિયા તો ન આપ્યા, પણ મહારાષ્ટ્રની સરકારે લોકોના ખાતામાં પટાપટ પૈસા નાખ્યા છે. સરકાર તેમની સેવા અને સહાય કરી રહી છે. કોંગ્રેસ પાસે આપવાની નીતિ જ નથી. તેમને માત્ર લોકો પાસેથી લેતા જ આવડ્યું છે.” આ સમગ્ર વાતચીત દરમિયાન મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહાર કરવા ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વખાણ પણ કર્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં