Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને મહારાષ્ટ્ર પોલીસની ક્લીનચીટ: ફરિયાદીને સંસ્થાને આપવામાં...

    બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને મહારાષ્ટ્ર પોલીસની ક્લીનચીટ: ફરિયાદીને સંસ્થાને આપવામાં આવેલા જવાબમાં કહ્યું કે…

    ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ નાગપુરમાં 'શ્રી રામ ચરિત્ર ચર્ચા' નામના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન જ 'અંશ્રદ્ધા નિર્મૂલન સમિતિ'ના પ્રમુખ અને ફરિયાદી શ્યામ માનવે ધીરેન્દ્ર શાસ્ત્રી પર અંધશ્રદ્ધા અને મેલીવિદ્યા, જાદુટોણા ફેલાવવાનો આરોપ મુક્યો હતો

    - Advertisement -

    બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને મહારાષ્ટ્ર પોલીસની ક્લીનચીટ મળી ચુકી છે, નાગપુર પોલીસે કહ્યું છે કે મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિની ફરિયાદની તપાસ બાદ નાગપુરના કાર્યક્રમમાં બાગેશ્વર ધામ વિરુદ્ધ અંધશ્રદ્ધા ફેલાવવાના કોઈ પુરાવા મળ્યા નથી. પોલીસે તપાસ બાદ અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિને લેખિત જવાબ પણ મોકલી આપ્યો છે. નાગપુર પોલીસ કમિશનર અમિતેશ કુમારે બુધવારે જણાવ્યું હતું કે ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમના વીડિયોની તપાસ કરવામાં આવી હતી અને જાણવા મળ્યું હતું કે નાગપુરમાં તેમના કાર્યક્રમ દરમિયાન કોઈ અંધશ્રદ્ધા ફેલાવવામાં આવી રહી નથી.

    અહેવાલો અનુસાર બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને મહારાષ્ટ્ર પોલીસની ક્લીનચીટ આપતા કહેવામાં આવ્યું છે કે ‘શ્રી રામ ચરિત્ર ચર્ચા’ નામની ઘટનાનો વિડિયો તપાસતા તેમાં અંધશ્રદ્ધા જેવું કંઈ જાણવા નથી મળ્યું. નાગપુર પોલીસે તેનો જવાબ ફરિયાદી શ્યામ માનવને પણ મોકલી આપ્યો છે. પોલીસને તેમની તપાસમાં જાણવા મળ્યું છે કે પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ માત્ર તેમના ધર્મનો પ્રચાર કર્યો છે. પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, દિવ્ય દરબારમાં 7 અને 8 જાન્યુઆરીએ યોજાયેલા ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમનો વિડિયો બારીકાઈથી ચકાસવામાં આવ્યો છે. કમિશનરના જણાવ્યા અનુસાર, વીડિયો જોયા બાદ પોલીસે તારણ કાઢ્યું છે કે તે કાર્યક્રમમાં એવું કંઈ થયું નથી જેને અંધશ્રદ્ધા ગણી શકાય.

    ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ નાગપુરમાં ‘શ્રી રામ ચરિત્ર ચર્ચા’ નામના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન જ ‘અંશ્રદ્ધા નિર્મૂલન સમિતિ’ના પ્રમુખ અને ફરિયાદી શ્યામ માનવે ધીરેન્દ્ર શાસ્ત્રી પર અંધશ્રદ્ધા અને મેલીવિદ્યા, જાદુટોણા ફેલાવવાનો આરોપ લગાવતા પોલીસમાં કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદ શ્યામ માનવે ધીરેન્દ્ર શાસ્ત્રી પર 2013ના મહારાષ્ટ્ર એન્ટી-વિચક્રાફ્ટ એક્ટ અને 1954ના ‘ડ્રગ્સ એન્ડ રેમેડીઝ એક્ટ’નું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો.

    - Advertisement -

    શ્યામ માનવે ધીરેન્દ્ર શાસ્ત્રીને ચમત્કાર કરી દેખાડવા માટે 30 લાખ રૂપિયાનું ઈનામ આપવાની પણ જાહેરાત કરી હતી. જોકે, પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ તેમની સ્પષ્ટતામાં આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા અને પોતાને માત્ર સનાતન ધર્મના ઉપદેશક અને ભગવાનના ભક્ત ગણાવ્યા હતા. ત્યારથી પોલીસ આ મામલે તપાસ કરી રહી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં