તીર્થરાજ પ્રયાગમાં (Prayagraj) મહાકુંભની (Mahakumbh) શરૂઆત થઈ ચૂકી છે. દેશવિદેશમાંથી કરોડો શ્રદ્ધાળુઓ આ મહાપર્વમાં સહભાગી થયા છે. મહાકુંભનું પહેલું અમૃત સ્નાન (First Amrit Snan) મંગળવારે (14 જાન્યુઆરી) સવારે 6:15 કલાકે શરૂ થયું હતું. પવિત્ર સંગમમાં પ્રથમ સ્નાન માટે નાગા સાધુઓ પણ ઉમટી પડ્યા હતા. ‘હર હર મહાદેવ’ના નાદ સાથે હાથમાં ખુલ્લી તલવારો લઈને રાજસી ઠાઠ સાથે સાધુઓના અખાડા સંગમસ્થાન પર પહોંચ્યા હતા. એટલું જ નહીં, પરંતુ પ્રાચીન પરંપરા અનુસાર, કિન્નર સંતો પણ પોતાના રાજસી ઠાઠ સાથે મહાસંગમ પ્રયાગરાજ પહોંચ્યા છે. હમણાં સુધીમાં 1 કરોડ શ્રદ્ધાળુઓ સંગમ સ્નાન કરી ચૂક્યા હોવાનું સામે આવ્યું છે.
यह हमारी सनातन संस्कृति और आस्था का जीवंत स्वरूप है।
— Yogi Adityanath (@myogiadityanath) January 14, 2025
आज लोक आस्था के महापर्व 'मकर संक्रांति' के पावन अवसर पर महाकुम्भ-2025, प्रयागराज में त्रिवेणी संगम में प्रथम 'अमृत स्नान' कर पुण्य अर्जित करने वाले सभी श्रद्धालु जनों का अभिनंदन!#महाकुम्भ_अमृत_स्नान pic.twitter.com/NAN0IlkGf4
નાગા સાધુઓનું અમૃત સ્નાન જોવા માટે સંગમ ક્ષેત્રમાં 15થી 20 લાખ શ્રદ્ધાળુઓ પણ ઉમટી પડ્યા હતા. અનેક વિદેશી શ્રદ્ધાળુઓ પણ નાગા સાધુઓના દર્શન માટે આવી પહોંચ્યા હતા. કોઈ ચરણસ્પર્શ માટે આતુર છે તો કોઈ સંગમ સ્નાન કરતાં સાધુઓના દર્શન માટે આતુર છે. DGP પ્રશાંત કુમારે જણાવ્યું છે કે, સવારે 7 વાગ્યા સુધીમાં લગભગ 1 કરોડ શ્રદ્ધાળુઓએ સંગમ સ્નાન કરી લીધું છે. તુર્કીથી આવેલી મુસ્લિમ મહિલા પીનારે પણ સંગમ સ્નાન કરીને સનાતન પ્રત્યે આસ્થા વ્યક્ત કરી છે.
#WATCH | #MahaKumbhMela2025🕉️| Naga sadhus proceed towards the Sangam Ghat for Amrit Snan on the occasion of Makar Sankranti. pic.twitter.com/OSDrDBgauu
— ANI (@ANI) January 14, 2025
વિદેશી શ્રદ્ધાળુઓએ પણ કર્યું સંગમ સ્નાન
નોંધવા જેવું છે કે, એપલના કો-ફાઉન્ડર સ્ટીવ જોબ્સના પત્ની લોરેન પૉવેલ પણ મહાકુંભની અનુભૂતિ માટે સાધ્વી બનીને કલ્પવાસ કરી રહ્યા છે. મંગળવારની સવારે તેમણે પણ સંગમ ક્ષેત્રમાં ડૂબકી લગાવી હોવાના અહેવાલ છે. જોકે, ઘણા અહેવાલોમાં તે બાબતને નકારવામાં આવી છે, પરંતુ તેઓ અમૃત સ્નાન કરશે તે નિશ્ચિત છે. તે સિવાય પણ અનેક વિદેશી શ્રદ્ધાળુઓએ પણ પ્રયાગરાજમાં અમૃત સ્નાનનો લાભ લીધો હતો. નોંધવા જેવું છે કે, મકરસંક્રાંતિ પર થઈ રહેલા પહેલા અમૃત સ્નાનને ધ્યાને રાખીને સુરક્ષા વ્યવસ્થા પણ અભેદ્ય બનાવી દેવામાં આવી છે.
The Pratham Amrit Snan is a confluence of devotion, unity, and cultural grandeur, setting the stage for a Maha Kumbh that is both timeless and transformative. #महाकुम्भ_अमृत_स्नान pic.twitter.com/Wuenk1MyX6
— Mahakumbh (@MahaKumbh_2025) January 14, 2025
યુપી પોલીસના ઉચ્ચ અધિકારીઓ અનુસાર, હાલ સમગ્ર વિસ્તારમાં CCTV દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ડ્રોન દ્વારા પણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તે સિવાય સતત પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. SPG કમાન્ડો પણ તીર્થક્ષેત્રમાં ખડેપગે જોવા મળી રહ્યા છે.