Monday, April 29, 2024
More
    હોમપેજદેશકમલનાથે ભારતને 'હિંદુ રાષ્ટ્ર' ગણાવ્યું: બાગેશ્વર ધામ સામે નતમસ્તક થયા કોંગ્રેસના પૂર્વ...

    કમલનાથે ભારતને ‘હિંદુ રાષ્ટ્ર’ ગણાવ્યું: બાગેશ્વર ધામ સામે નતમસ્તક થયા કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી, કહ્યું- ‘જે દેશમાં 82% હિંદુ હોય તે અન્ય રાષ્ટ્ર ન હોઈ શકે’

    કમલનાથે હિંદુ રાષ્ટ્ર પર મોટું નિવેદન આપતા કહ્યું કે તે વાત પે કોઈ જ વિવાદને સ્થાન નથી કે ભારત હિંદુ રાષ્ટ્ર છે કે નહીં. કમલનાથે હિંદુઓની સંખ્યાને ટાંકીને કહ્યું કે જે દેશમાં 82 ટકા હિંદુ હોય, શું તે દેશ અન્ય કોઈ રાષ્ટ્ર હોઈ શકે?

    - Advertisement -

    મધ્ય પ્રદેશમાં કોંગ્રેસના સહુથી મોટા નેતા કમલનાથે હિંદુ રાષ્ટ્ર પર મોટું નિવેદન આપતા કહ્યું કે તે વાત પર કોઈ જ વિવાદને સ્થાન નથી કે ભારત હિંદુ રાષ્ટ્ર છે કે નહીં. આમ તેઓએ ભારતને હિંદુ રાષ્ટ્ર ગણાવ્યું હતું. કમલનાથે હિંદુઓની સંખ્યાને ટાંકીને કહ્યું કે “જે દેશમાં 82 ટકા હિંદુ હોય, શું તે દેશ અન્ય કોઈ રાષ્ટ્ર હોઈ શકે? હિંદુ રાષ્ટ્રનો વિવાદ બેકાર છે.”

    નોંધનીય છે કે હાલમાં કમલનાથ મધ્ય પ્રદેશમાં હિંદુ રાષ્ટ્ર વિશે ખુલીને બોલતા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની કથાના યજમાન છે. સાથે જ કથામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથે ભારતને હિંદુ રાષ્ટ્ર ગણાવ્યું હતું. હાલ બાગેશ્વર સરકારનું સ્વાગત કરતો તેમનો વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.

    મીડિયાએ પૂછ્યો હતો હિંદુ રાષ્ટ્ર પર પ્રશ્ન

    ઉલ્લેખનીય છે કે છિંદવાડામાં કથા કરી રહેલા બાગેશ્વર ધામના મહંત પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું હતું કે, “જે ભારતમાં રહે છે તે દરેક વ્યક્તિ સનાતની છે, અને જે રામને માને છે તે પણ સનાતની છે.” તેમના આ નિવેદન પર જ મીડિયાએ કમલનાથને પ્રશ્ન કર્યો હતો કે શું તેઓ આ હિંદુ રાષ્ટ્રવાળી વાત સાથે સહમત છે?

    - Advertisement -

    આ પ્રશ્નના જવાબમાં કમલનાથે કહ્યું હતું કે “દેશ પહેલેથી જ હિંદુ રાષ્ટ્ર છે. દેશમાં 82 ટકા લોકો હિંદુ છે, હિંદુ રાષ્ટ્રની માંગ ખોટી છે.” તેમણે જણાવ્યું કે આ બાબત પહેલેથી જ સ્થાપિત છે, વિશ્વમાં સહુથી વધુ હિંદુઓ ભારતમાં છે. સાથે જ તેમણે વળતો પ્રશ્ન કર્યો કે શું આ પણ કોઈ કહેવાવાળી વાત છે?

    કમલનાથના દીકરા નકુલનાથ પણ ધીરેન્દ્ર શાસ્ત્રીના ભક્ત

    ઉલ્લેખનીય છે કે કમલનાથના દીકરા અને સાંસદ નકુલનાથ પણ ધીરેન્દ્ર શાસ્ત્રીના ભક્ત છે. તેમણે ધીરેન્દ્ર શાસ્ત્રીના છિંદવાડા પહોંચવા પર તેમના ભવ્ય સ્વાગતનો વિડીયો પણ ટ્વીટર પર શેર કર્યો છે. જે બાદ તેઓ કોંગ્રેસી કાર્યકર્તાઓના નિશાના પર આવી ગયા હતા. નકુલનાથે વિડીયોના કેપ્શનમાં લખ્યું હતું કે, “પરમ પૂજ્ય પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી (શ્રી બાગેશ્વર ધામ સરકાર) નું છિંદવાડા હવાઈ પટ્ટી પર સ્વાગત કર્યું.”

    તેમણે આગળ જાણવ્યું કે, “અમારું આ સૌભાગ્ય છે કે છિંદવાડાની પાવન ભૂમિ પર આપના ચરણ સ્પર્શ થયા ગુરુદેવ”, હાલ નકુલનાથે આ વિડીયો પોતાના પ્રોફાઈલ પર પીન પણ કર્યો છે.

    કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ કરી રહ્યા છે વિરોધ

    કમલનાથ દ્વારા છિંદવાડામાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર અને કથાના આયોજન કરવા બદલ કેટલાક કોંગ્રેસનેતાઓ અને કાર્યકર્તાઓના પેટમાં તેલ રેડાયું હતું. આ દરમિયાન કોંગ્રેસ નેતા પ્રમોદ કૃષ્ણમ તો પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના સ્વાગત અને આરતીથી એટલા ભડક્યા હતા કે તેમણે ત્યાં સુધી કહી દીધું કે આનાથી મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરુની આત્માને ઠેસ પહોંચશે. તેમણે આ મુદ્દે કોંગ્રેસના નેતાઓના મૌન પર પણ સવાલ ઉભા કર્યા હતા.

    સંભલ સ્થિત કલ્કિ પીઠના મહંત પ્રમોદ કૃષ્ણમને પ્રિયંકા ગાંધીના કટ્ટર સમર્થક માનવામાં આવે છે. પણ લાગે છે કે હિંદુઓની પુનર્જન્મવાળી માન્યતાઓને તેઓ નથી માનતા, તેમના હિસાબથી મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરુની આત્માઓ ઠેસ પહોંચાડવા માટે અહીં જ ભટકી રહી છે. હવે આનાથી વિશેષ કહેવું પણ શું? સમજદારને ઈશારો કાફી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં