Monday, April 29, 2024
More
    હોમપેજદેશલિવ-ઈન રિલેશનશિપમાં રહેલી મહિલા પણ બ્રેકઅપ બાદ ભરણપોષણ મેળવવાની હકદાર: મધ્ય પ્રદેશ...

    લિવ-ઈન રિલેશનશિપમાં રહેલી મહિલા પણ બ્રેકઅપ બાદ ભરણપોષણ મેળવવાની હકદાર: મધ્ય પ્રદેશ હાઇકોર્ટ 

    હાઈકોર્ટે સુનાવણીમાં કહ્યું હતું કે જો કોઈ યુગલ લાંબા સમયથી સાથે રહેતું હોય તેમજ આવા કિસ્સામાં શારીરિક સંબંધો બન્યા છે તેવા પુરાવા હોય, તો જે-તે સ્ત્રી તેના પુરુષ પાર્ટનર પાસેથી ભરણપોષણ મેળવવાની હકદાર છે.

    - Advertisement -

    મધ્યપ્રદેશ હાઈકોર્ટનો એક ચુકાદો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. વાત એમ છે કે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા એક યુગલના કેસમાં કોર્ટે મહિલાઓના અધિકારોને માન્યતા આપતા નિર્ણયને યથાવત રાખ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે, જો કોઇ સ્ત્રી લાંબા સમય સુધી પુરુષ સાથે લિવ-ઇનમાં રહેતી હોય તો બ્રેકઅપ બાદ તે ભરણપોષણ મેળવવાની હકદાર છે, પછી ભલે તેમની વચ્ચે લગ્ન ન પણ થયાં હોય.

    અહેવાલોમાં જણાવ્યા અનુસાર, MP હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન આ ચુકાદો આપ્યો છે. અરજદારને ટ્રાયલ કોર્ટે લિવ-ઇન પાર્ટનરથી અલગ થયા બાદ તેને દર મહિને ભરણપોષણ પેટે ₹1500 આપવા માટે આદેશ કર્યો હતો. ટ્રાયલ કોર્ટના આ આદેશને તેણે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જેની ઉપર કોર્ટ સુનાવણી કરી રહી હતી. અરજદારની દલીલ હતી કે તેની પાર્ટનર કાયદાકીય રીતે તેની પત્ની નથી, માટે તે ભરણપોષણ મેળવવાની હકદાર નથી.

    જોકે, હાઈકોર્ટે સુનાવણીમાં કહ્યું હતું કે જો કોઈ યુગલ લાંબા સમયથી સાથે રહેતું હોય તેમજ આવા કિસ્સામાં શારીરિક સંબંધો બન્યા છે તેવા પુરાવા હોય, તો જે-તે સ્ત્રી તેના પુરુષ પાર્ટનર પાસેથી ભરણપોષણ મેળવવાની હકદાર છે. કોર્ટે આ કેસમાં એમ પણ કહ્યું હતું કે, બંને વચ્ચેના સંબંધોથી બાળકનો જન્મ પણ થયો હતો, જેથી સ્ત્રીને ભરણપોષણ મળવું જોઈએ.

    - Advertisement -

    મામલાની સુનાવણી કરતી બેન્ચે કહ્યું હતું, કે પુરુષ તરફે માત્ર એટલો વિવાદ છે કે સમા પક્ષે સ્ત્રી તેની કાયદાકીય રીતે પત્ની નથી, માટે CRPC કલમ 125 અંતર્ગત તે સ્ત્રીના ભરણપોષણનો દાવો વિચાર યોગ્ય નથી. આગળ કહ્યું કે, “ટ્રાયલ કોર્ટે તેવું ક્યાય નથી કહ્યું કે તે કાયદાકીય રીતે તેની પત્ની છે. મહિલા પણ તેમ સાબિત કરવામાં નિષ્ફળ ગઈ છે કે તે તેમની પત્ની છે. પરંતુ બંને જણા ઘણા લાંબા સમયથી પતિ-પત્નીની જેમ જ રહેતાં હતાં અને તેમને એક બાળક પણ થયું, માટે સ્ત્રી ભરણપોષણ મેળવવાની હકદાર છે.”

    હાઈકોર્ટે આ કેસમાં પ્રતિવાદી સ્ત્રીને પુરુષ પાર્ટનર દ્વારા CrPCની કલમ 125 હેઠળ ભરણપોષણ આપવાનો ટ્રાયલ કોર્ટનો આદેશ યથાવત રાખ્યો હતો. નોંધવું જોઈએ કે CrPCની કલમ 125 હેઠળ કોઇ સંસાધન પ્રાપ્ત વ્યક્તિ સ્ત્રીને સપોર્ટ કરવાનો ઇનકાર કરી દે અને તે પોતાનું ભરણપોષણ કરવા સક્ષમ ન હોય તો પતિએ તેને દર મહિને અમુક રકમ ચૂકવવી પડે છે, જે કોર્ટ નક્કી કરતી હોય છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં