Wednesday, July 9, 2025
More
    હોમપેજદેશ4 વર્ષની બાળકી પર રેપ, મૃત સમજી ફેંકી… MP હાઇકોર્ટે બળાત્કારીની મૃત્યુદંડની...

    4 વર્ષની બાળકી પર રેપ, મૃત સમજી ફેંકી… MP હાઇકોર્ટે બળાત્કારીની મૃત્યુદંડની સજા બદલી, કહ્યું– કૃત્ય ખૂબ ક્રૂર, પણ ગુનેગારે ક્રૂરતા નથી આચરી

    સુનાવણી કરતા હાઇકોર્ટે કહ્યું હતું કે, "તેમાં કોઈ શંકા નથી કે, અરજદારનું કૃત્ય ક્રૂર હતું. કારણ કે તેણે 4 વર્ષ અને 3 મહિનાની બાળકીનો રેપ કર્યો, પછી તેનું ગળું દબાવીને મૃત સમજીને એવી જગ્યાએ ફેંકી દીધી, જ્યાં તેને કોઈ શોધી ન શકે. પરંતુ તે પણ સ્પષ્ટ છે કે, તેણે ક્રૂરતા નથી આચરી." 

    - Advertisement -

    મધ્ય પ્રદેશ હાઇકોર્ટનો એક આદેશ હાલ ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં મધ્ય પ્રદેશ હાઇકોર્ટે કોર્ટે 4 વર્ષની બાળકી પર રેપ કરનારા બળાત્કારી 20 વર્ષીય યુવાનની મૃત્યુદંડની સજાને આજીવન કારાવાસમાં બદલી નાખી છે. અગાઉ ટ્રાયલ કોર્ટે આરોપી આદિવાસી યુવકને મૃત્યુદંડની સજા સંભળાવી હતી, કારણ કે બાળકી સ્થાયી રીતે દિવ્યાંગ હોવાનું કહેવાયું હતું. પરંતુ સુપ્રીમ કોર્ટે તે સજા બદલી કાઢી છે. વધુમાં કોર્ટે એવું પણ કહ્યું છે કે, ‘આ કૃત્ય ખૂબ ખરાબ છે, પણ આરોપીએ ક્રૂરતા નથી આચરી.’ 

    આ મામલે જસ્ટિસ વિવેક અગ્રવાલ અને જસ્ટિસ દેવનારાયણ મિશ્રાની બેન્ચે સુનાવણી કરી હતી. સુનાવણી કરતા હાઇકોર્ટે કહ્યું હતું કે, “તેમાં કોઈ શંકા નથી કે, અરજદારનું કૃત્ય ક્રૂર હતું. કારણ કે તેણે 4 વર્ષ અને 3 મહિનાની બાળકીનો રેપ કર્યો, પછી તેનું ગળું દબાવીને મૃત સમજીને એવી જગ્યાએ ફેંકી દીધી, જ્યાં તેને કોઈ શોધી ન શકે. પરંતુ તે પણ સ્પષ્ટ છે કે, તેણે ક્રૂરતા નથી આચરી.” 

    મધ્ય પ્રદેશ હાઇકોર્ટ ટ્રાયલ કોર્ટના ચુકાદા સામે દોષિત દ્વારા દાખલ કરવામાં આવેલી ફોજદારી અરજી પર સુનાવણી કરી રહી હતી. ટ્રાયલ કોર્ટે અરજદારને IPCની કલમ 307 અને POCSO એક્ટની કલમ 6 હેઠળ ગુનેગાર ઠેરવ્યો હતો અને ફાંસીની સજાનો આદેશ આપ્યો હતો. ટ્રાયલ કોર્ટના આ ચુકાદા વિરુદ્ધ ગુનેગાર હાઇકોર્ટ પહોંચ્યો હતો અને ફોજદારી અરજી દાખલ કરી હતી. 

    - Advertisement -

    ‘ગુનેગાર અશિક્ષિત છે અને જનજાતિ સમુદાયનો છે’- હાઇકોર્ટ

    હાઇકોર્ટે સ્વીકાર્યું કે, કેસની ગંભીર સ્થિતિ પીડિતા અને દોષીની ઉંમર હતી. બેન્ચે કહ્યું કે, “ગંભીર સ્થિતિ છે કે, પીડિતા ચાર વર્ષની હતી અને બળાત્કાર આટલી નાની બાળકી પર આચરવામાં આવ્યો હતો. ગુનો પણ એ રીતે આચરવામાં આવ્યો હતો કે, પીડિતાનું ગુપ્તાંગ પણ ફાટી ગયું હતું. બળાત્કાર બાદ પીડિતાને અવાવરુ જગ્યાએ ફેંકી પણ દેવાઈ હતી અને તેવું સ્વીકારી લેવાયું હતું કે, તે મરી ગઈ છે.” 

    વધુમાં બેન્ચે એ તથ્ય પર ભાર આપ્યો હતો કે, 20 વર્ષીય ગુનેગાર અશિક્ષિત અને જનજાતિ સમુદાયનો છે તથા તેના માતા-પિતાએ ક્યારેય તેને યોગ્ય શિક્ષણ આપવાના પ્રયાસ કર્યાં નથી અને ન તો તેની સારી સંભાળ રાખી છે. તેથી, ગુનેગાર પોતાનું ઘર છોડી દઈને એક રેસ્ટોરન્ટમાં કામ કરી રહ્યો છે, રહી રહ્યો છે અને કમાઈ રહ્યો છે.” વધુમાં કોર્ટે એ પણ નોંધ્યું કે, ગુનેગાર વિરુદ્ધ રેપ અથવા મર્ડરના અન્ય કોઈ કેસ પણ નોંધાયેલા નથી. 

    દોષિતના વકીલે દલીલ કરી હતી કે, આ કેસ ફક્ત અનુમાન પર આધારિત છે અને તેમાં કોઈ સાક્ષીઓ પણ નથી. વકીલે વધુમાં કહ્યું હતું કે, પીડિતાને કોઈ ગંભીર કે કાયમી ઈજા થઈ નથી અને પુરાવા પાછળથી બનાવવામાં આવ્યા છે. વકીલે એમ પણ કહ્યું હતું કે, દોષિતની નાની ઉંમર અને સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને તેને ફાંસી આપવી યોગ્ય નથી.

    સરકાર તરફથી હાજર વકીલે મૃત્યુદંડની સજાને યથાવત રાખવાની વિનંતી કરી હતી, પરંતુ હાઇકોર્ટે તમામ હકીકતોને ધ્યાનમાં લીધા પછી મૃત્યુદંડની સજાને 25 વર્ષની સખત કેદ અને 10,000 રૂપિયાના દંડમાં ફેરવી દીધી હતી. જો ગુનેગાર દંડ નહીં ભરે તો આરોપીની જેલની સજા વધુ એક વર્ષ લંબાવવામાં આવશે તેવી પણ સ્પષ્ટતા કરી હતી. 

    શું હતી ઘટના? 

    આ ઘટના મધ્ય પ્રદેશની છે અને ઑક્ટોબર 2022 રોજ બની હતી. વિગતો એવી છે કે, ગુનેગારે બાળકીની ઝૂંપડીમાં ઘૂસીને સુવા માટે ખાટલાની માંગણી કરી હતી. તે જ રાત્રે આરોપીએ નજીકના એક ઘરના દરવાજો ખોલ્યો હતો, ત્યાં પીડિતા પોતાના માતા-પિતાની સાથે સૂતી હતી. ત્યારબાદ ગુનેગારે બાળકીનું અપહરણ કરી લીધું હતું અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. 

    માહિતી અનુસાર, દુષ્કર્મ બાદ ગુનેગારે તેનું ગળું દબાવીને હત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. ત્યારબાદ બાળકી બેભાન થઈ ગઈ હતી અને ગુનેગારે તેને મૃત સમજીને અવાવરુ જગ્યાએ ફેંકી દીધી હતી. ઘટના સમયે બાળકી 4 વર્ષ અને ત્રણ મહિનાની હતી અને આરોપીની ઉંમર 20 વર્ષ હતી. આ મામલે પહેલાં ટ્રાયલ કોર્ટમાં હવે હાઇકોર્ટમાંથી ચુકાદાઓ આવ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં