Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમા કાલી પોસ્ટર વિવાદ: કેનેડા ભારતીય દુતાવાસની લાલ આંખ, કહ્યું 'ઉશ્કેરણીજનક સામગ્રીને...

    મા કાલી પોસ્ટર વિવાદ: કેનેડા ભારતીય દુતાવાસની લાલ આંખ, કહ્યું ‘ઉશ્કેરણીજનક સામગ્રીને તાત્કાલિક દૂર કરો’: અનેક જગ્યાએ FIR દાખલ

    કાલી ફિલ્મના પોસ્ટરનો વિવાદ હવે કેનેડા પહોંચ્યો છે જ્યાં ભારતીય દુતાવાસે આ અંગે કેનેડીયન અધિકારીઓ સમક્ષ વાંધો ઉઠાવ્યો છે અને ભારતમાં પણ ફિલ્મ નિર્માત્રી વિરુદ્ધ વિવિધ સ્થળોએ FIR કરવામાં આવી છે.

    - Advertisement -

    માં કાલી વિવાદ હવે કેનેડા પહોંચ્યો છે. કેનેડિયન મૂળની ભારતીય મૂળની ફિલ્મ નિર્માતા લીના મણિમેકલાઈએ તેની ડોક્યુમેન્ટરી ફિલ્મના પોસ્ટરમાં મા કાલીનું અપમાન કર્યાનો મામલો આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં છે. હિન્દુઓના વિરોધ બાદ હવે કેનેડામાં ભારતીય દૂતાવાસે આ મુદ્દે સંજ્ઞાન લીધું છે. ડોક્યુમેન્ટ્રીના પોસ્ટરમાં મા કાલી સિગારેટ પીતી અને હાથમાં LGBTQ ધ્વજ પકડીને બતાવે છે. લોકો નિર્માત્રીને પૂછી રહ્યા છે કે શું તે અન્ય કોઈ ધર્મ માટે આવી હિંમત દાખવી શકે છે?

    ઓટાવામાં ભારતીય દૂતાવાસે સોમવારે (4 જુલાઈ, 2022) સાંજે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમને હિંદુ સમુદાયના નેતાઓ તરફથી ફિલ્મ પોસ્ટરમાં હિંદુ દેવી-દેવતાઓના અપમાનજનક પ્રદર્શન અંગે ફરિયાદો મળી છે. આ ફિલ્મ ‘અંડર ધ ટેન્ટ’ પ્રોજેક્ટના ભાગરૂપે ટોરોન્ટોના ‘આગા ખાન મ્યુઝિયમ’માં પ્રદર્શિત કરવામાં આવી રહી છે. ટોરોન્ટોમાં અમારા કોન્સ્યુલેટ જનરલે ઇવેન્ટના આયોજકો સાથે આ ચિંતાઓ વ્યક્ત કરી છે.”

    પોસ્ટર અને નિર્માત્રી વિરુદ્ધ અનેક જગ્યાઓ પર ફરિયાદ દાખલ કરવામાં આવી

    - Advertisement -

    ન્યુઝ એજન્સી ANIના એક રીપોર્ટ અનુસાર દિલ્હી પોલીસે હિંદુ ધર્મની લાગણીઓને ઠેસ પહોંચાડતા મા કાલીના પોસ્ટર રીલીઝ બાદ દિલ્હી પોલીઉસની IFSO યુનિટ દ્વારા નિર્માતા વિરુદ્ધ IPC ધારા 153 એ, અને 295એ અંતર્ગત FIR દાખલ કરવામાં આવી છે.

    આ ઉપરાંત યુપીમાં પણ યુપી પોલીસે ગુનાહિત કાવતરું, પૂજાના સ્થળનો ગુનો, ઇરાદાપૂર્વક ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા, હિંદુ દેવતાઓના અનાદરપૂર્ણ નિરૂપણ માટે ફિલ્મ નિર્માતા લીના મણિમેકલાઈ સામે શાંતિ ભંગ કરવા માટે તેની ફિલ્મ ‘કાલી’ માટે એફઆઈઆર નોંધી છે.

    ફિલ્મ નિર્દેશકની પ્રતિક્રિયા

    વિરોધ પછી ફિલ્મ નિર્દેશક લીના મણિમેકલાઈએ કહ્યું , “મારી પાસે ગુમાવવા માટે કંઈ નથી. હું એવા અવાજ સાથે રહેવા માંગુ છું જે છે ત્યાં સુધી ડર્યા વિના બોલે. જો તેની કિંમત મારો જીવ હોય તો હું તે પણ આપવા તૈયાર છું. આ ફિલ્મ એક સાંજ પર આધારિત છે જ્યારે કાલી પ્રગટ થાય છે અને ટોરોન્ટોની શેરીઓમાં ફરે છે. જો તમે આ ચિત્ર જુઓ તો #arrestleenamanimekalai ને બદલે #loveyouleenamanimekalai લખો

    ફિલ્મ નિર્દેશકની ભૂતકાળમાં પણ વિવાદાસ્પદ ભૂમિકા

    આ પ્રથમ વાર નથી કે ફિલ્મ નિર્માત્રી પોતાના કામ કે નિવેદનથી વિવાદોમાં આવી હોય, આ પહેલા પણ વર્ષ 2013 માં તેણે વડાપ્રધાન મોદીના વિરુધમાં પોતાનું ઝેર ટ્વીટર પર ઓક્યું હતું તેમાં તેણે લખ્યું હતું કે”જો મોદી મારા જીવનકાળમાં આ દેશના વડાપ્રધાન બનશે તો હું સોગંધ ખાઉં છું કે મારો પાસપોર્ટ, રેશનકાર્ડ, પાનકાર્ડ અને મારી નાગરિકતા સોંપી દઈશ.”

    હાલ તેના “કાલી” વિવાદથી તે ફરી વિવાદ ઉભો કરી રહી છે. યુઝર્સ તેના આ જુના ટ્વીટ પર પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

    વિવાદોથી ઘેરાયેલી આ ફિલ્મનું નામ ‘કાલી’ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા પોસ્ટરમાં મા કાળીની વેશભૂષામાં એક મહિલાને બતાવવામાં આવી છે. જેના માથે તિલક લગાવવામાં આવ્યું છે અને તેમને સિગરેટ પીતાં બતાવવામાં આવ્યા છે. બીજા હાથમાં ત્રિશુળ છે તો એક હાથમાં LGBTQ નો ઝંડો છે, હિંદુ આરાધ્ય દેવીના આવા વિકૃત સ્વરૂપને લઈને હિન્દુઓની લાગણીઓને ઠેસ પહોંચી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં