તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ સાકેત ગોખલે (Saket Gokhale) પર આરોપ લાગ્યો છે કે, તેમણે પોતાના માતાની બીમારીનું કારણ આપીને એક એપાર્ટમેન્ટમાં માતાજીના જાગરણ (Jagran) કાર્યક્રમને બંધ કરાવ્યો છે. આટલું જ નહીં, પરંતુ, તેમણે આયોજકો પર ગુસ્સો પણ ઠાલવ્યો હતો. સ્થાનિક લોકોએ તેમના આ કૃત્ય પર નારાજગી વ્યક્ત કરી છે. લોકોનું કહેવું છે કે, આ જાગરણ દર વર્ષે થતું હતું, પરંતુ આ વખતે TMCના સાંસદ સાકેત ગોખલેએ પોલીસને મોકલીને માતાજીનો કાર્યક્રમ બંધ કરાવી દીધો હતો.
ન્યૂઝ એજન્સી IANSએ વીડિયો શૅર કરતા કહ્યું છે કે, “તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સાકેત ગોખલેએ તેમની માતાની બીમારીનું કારણ આપીને વિશંભર દાસ માર્ગ પર સિંધુ ગોમતી એપાર્ટમેન્ટમાં યોજાનાર વાર્ષિક માતાના જાગરણના કાર્યક્રમને બંધ કરાવ્યો છે. આ ઘટના બાદ એપાર્ટમેન્ટના રહેવાસીઓમાં નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે.”
Delhi: TMC MP Saket Gokhale reportedly halted the annual Mata Jagran at Sindhu Gomti Apartment on Vishambar Das Marg, citing his mother's illness. Organizers allege he is preventing the event, sparking anger among residents pic.twitter.com/GSmuKf7OND
— IANS (@ians_india) November 9, 2024
આ મામલે એક રહેવાસીએ કહ્યું કે, સાંસદ માતારાનીના પંડાલમાં આવ્યા અને કહ્યું, “હું આટલા તીવ્ર અવાજની મંજૂરી નહીં આપું. મારી માતાને હૃદયની બીમારી છે. જો તેને કંઈ થશે તો તમારી જવાબદારી રહેશે.” રહેવાસીઓએ જણાવ્યું હતું કે, તેમની માતાની તબિયતનું કારણ આપીને તેમણે સોસાયટીમાં દર વર્ષે થતા જાગરણના કાર્યક્રમને ન થવા દીધો. નોંધવું જોઈએ કે, આ કાર્યક્રમમાં માત્ર એપાર્ટમેન્ટના જ લોકો નહીં, પરંતુ આસપાસના ભક્તો પણ જોડાતા હતા.
Delhi: A local resident says, "An MP said, 'I will not give permission for such loud sound because his mother has a heart problem. If something happens, our name will come up'. That is why they are not allowing the Jagran to be held. Every year, Jagran is held here, and people… pic.twitter.com/QS3PIsdm9i
— IANS (@ians_india) November 9, 2024
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, તેઓ ધીમા અવાજે જાગરણમાં ભજન-કીર્તન કરવા માંગતા હતા. તેઓ શાંતિપૂર્વક કીર્તન કરવા તૈયાર પણ હતા. પરંતુ TMCના સાંસદ સાકેત ગોખલેએ આવીને તરત જ પોલીસને બોલાવી લીધી હતી અને કાર્યક્રમ બંધ કરાવી દીધો હતો. આ દરમિયાન બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સહિત મોટી સંખ્યામાં ભક્તો જાગરણમાં ભાગ લેવા માટે રાહ જોઈને બેઠા હતા. પણ નેતાજી તેમની એક વાત પણ સાંભળી નહોતી. ત્યારબાદ ભક્તો પોતાની વ્યથા ઠાલવવા માટે પૂર્વ દિલ્હીના ભાજપ અધ્યક્ષ આદેશ ગુપ્તા પાસે દોડી ગયા હતા.
દૈનિક ભાસ્કરના રિપોર્ટ અનુસાર, આદેશ ગુપ્તાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, “માતાજીના જાગરણનો કાર્યક્રમ છેલ્લા 25 વર્ષથી અહીં જ થઈ રહ્યો છે અને તેમાં ક્યારેય કોઈ અવરોધ આવ્યો નથી. પરંતુ આજે સનાતન ધર્મનો વિરોધ કરનારાઓનો ચહેરો ખુલ્લો પડી ગયો છે, તે ખૂબ જ આશ્ચર્યજનક અને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. લોકોએ જાગરણના કાર્યક્રમ માટે સખત મહેનત કરી હતી. સ્ટાફ ક્વાર્ટર્સના લોકો ધાર્મિક ભાવના સાથે મળીને કામ કરી રહ્યા છે અને અમે તેમને સમર્થન પણ આપીએ છીએ. ભગવાન TMC સાંસદને સદબુદ્ધિ આપે અને અહીં માતાજીની ચોકી ભરાય જાય, નહીં તો તેમનો આ ચહેરો તો ખુલ્લો પડી જ ગયો છે.”