પંજાબના લુધિયાણામાં લોકોને હનીટ્રેપમાં ફસાવતી ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સરની ધરપકડ કરવામાં આવી છે. પોતાને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કહેતી જસનીત કૌર ઉર્ફે રાજબીર કૌર તેના અશ્લીલ ફોટોઝ શેર કરીને સોશિયલ મીડિયા ફોલોઅર્સને ફસાવતી હતી. ત્યારબાદ તેમને બ્લેકમેલ કરીને તેમની પાસેથી પૈસા પડાવી લેતી હતી. આ મામલે જસનીતના સાથી લકી સંધુની પણ ધરપકડ કરવામાં આવી છે, જે કોંગ્રેસનો નેતા પણ છે.
લુધિયાણા પોલીસના જણાવ્યા મુજબ, તેમને એક લોકલ બિઝનેસમેન તરફથી ફરિયાદ મળી હતી કે જસનીત કૌર તેને બ્લેકમેલ કરી રહી છે. ઇન્ફ્લુએન્સર પર એવા આરોપ પણ છે કે તે કેટલાક ગેંગસ્ટરોના પણ સંપર્કમાં હતી જે લોકોને ધમકીઓ આપતા હતા.
જસનીત કૌર સામે લુધિયાણામાં મોડેલ ટાઉન પોલીસ સ્ટેશનમાં 1 એપ્રિલના રોજ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સરની ધરપકડ બાદ તેની બીએમડબલ્યુ કાર અને એક મોબાઈલ ફોન જપ્ત કર્યો છે. જસનીત કૌરને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી અને તેને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવી હતી.
કોંગ્રેસ નેતાની પણ સંડોવણી
જસનીત કૌરના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટની પણ તપાસ થઈ રહી છે જેથી અન્ય ફોલોઅર્સ પણ બ્લેકમેલિંગમાં ફસાયેલા છે કે નહીં તે ખ્યાલ આવે. પોલીસના જણાવ્યા મુજબ જસનીતના બે લાખ ફોલોઅર્સ છે.
તપાસમાં સામે આવ્યું છે કે જસનીત સાથે આ કામમાં તેના મિત્ર અને કોંગ્રેસ નેતા લક્કી સંધુની સંડોવણી પણ છે. તે જસનીતને લોકોને ફસાવવામાં મદદ કરતો હતો.
કોણ છે જસનીત કૌર?
જસનીત કૌર સંગરૂરની રહેવાસી છે. તેના પિતાનું મૃત્યુ થઈ ચૂક્યું છે. જસનીતે પૈસા કમાવા માટે ઇન્સ્ટાગ્રામ પર એડલ્ટ રીલ નાખવાનું શરુ કર્યું હતું. તેને એવી લાલચ હતી કે આ પ્રકારની રીલ્સ પોસ્ટ કરવાથી તેના ફોલોઅર્સ વધશે અને ફેમસ થઈ જાય તો પૈસા પણ કમાઈ શકશે. જોકે, તેની આ ઈચ્છા પૂરી ન થતાં તેણે બ્લેકમેલિંગ શરુ કર્યું હતું.
Meet Jasneet Kaur urf Rajveer from Ludhiana arrested by Punjab Police on charges of Blackmail & Extortion
— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) April 4, 2023
Police claims she befriended men through semi nude videos on IG, demanded huge money & if not paid, got GANGSTERS to threaten victims
A Congress Leader called Lucky… pic.twitter.com/OqdPYw4W49
પહેલા પણ થઈ ચૂકી છે ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સરની ધરપકડ
પ્રારંભિક તપાસમાં જ એવું જાણવા મળ્યું છે કે જસનીત કૌર ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવે છે. તેના પર 2018માં પણ આવા જ આરોપો લાગ્યા હતા અને મોહાલીમાં તેન ધરપકડ થઈ હતી.
ગેંગસ્ટરો મારફતે ધમકી આપતી હતી જસનીત
લુધિયાણાનો બિઝનેસમેન ગુરબીર જસનીતની જાળમાં ફસાઈ ગયો હતો. જસનીતે ગુરબીરને બ્લેકમેલ કર્યા બાદ એક કરોડ રૂપિયા માગ્યા હતા. આ મામલે ગુરબીરે મોહાલીમાં કેસ નોંધાવ્યો હતો. તેમ છતાં જસનીતે હદ પાર કરી અને ગેંગસ્ટર મારફતે ધમકીઓ અપાવવા લાગી. ત્યારબાદ ગુરબીર લુધિયાણાના મોડલ ટાઉન પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો જ્યાં કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે એ પછી જસનીતની ધરપકડ કરી લીધી હતી.
કોંગ્રેસ નેતાની ગેંગસ્ટરો સાથે લિંક
પોલીસે આ કેસની વધુ તપાસ કરી તો જાણવા મળ્યું કે ધમકીઓ આપનારો સાહનેવાલના લક્કી સંધુનો ખાસ છે. પોલીસનું કહેવું છે કે કોંગ્રેસ નેતા લક્કીની ગેંગસ્ટરો સાથે લિંક છે. તેની કોલ ડિટેલ્સ પણ તપાસવામાં આવી રહી છે.