દેશમાં લોકસભા ચૂંટણી હવે અંતિમ ચરણો તરફ આગળ વધી રહ્યું છે. બધા પક્ષોના મુખ્ય નેતાઓ પ્રચારમાં લાગી પડેલા છે. તેવામાં આંતરરાષ્ટ્રીય કોંગ્રેસના વડા સેમ પિત્રોડાના તરફથી એક નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓ ભારતીયોને તેમના રંગ અને દેખાવાના આધારે વર્ગીકૃત કરી રહ્યા છે અને તેમને ચીની, આફ્રિકન અને અરબી ગણાવી રહ્યા છે. તો હવે તેલંગાણાના વારંગલમાં એક ચૂંટણી સભામાં PM મોદીએ પલટવાર કર્યો છે અને કહ્યું છે કે ભગવાન શ્રીકૃષ્ણનો રંગ પણ આપણા જેવો હતો.
Warangal, Telangana: "I used to think, why congress was trying so hard and was against Droupadi Murmu as a president, today I got to know, that Shahzade has an uncle who lives in America and he is his philosophical guide. He has said that those who have black complexion are from… pic.twitter.com/83uEwEwEIk
— IANS (@ians_india) May 8, 2024
પોતાના નિવેદનમાં PM મોદીએ સેમ પિત્રોડાને ટાંકીને કહ્યું, “અમેરિકામાં શહેઝાદાના (રાહુલ ગાંધી) એક અંકલ રહે છે. તેઓ તેમના ફિલોસોફર અને ગાઇડ પણ છે. ક્રિકેટમાં જેમ થર્ડ એમ્પાયર હોય એમ શેહઝાદા ક્યાંય ફસાય એટલે અમેરિકાના આ અંકલ પાસે જ્ઞાન લેતા હોય છે.”
તેઓએ આગલા કહ્યું કે, “આ ફિલોસોફર અંકલે કહ્યું કે ભારતમાં જેમનો ચામડીનો રંગ કાળો હોય તેઓ આફ્રિકન હોય છે. એટલે કે આપણને સૌને ચામડીના રંગના આધારે આટલી મોટી ગાળ આપી દીધી. હવે મને ખબર પડી કે તેમણે લાગ્યું હશે કે દ્રૌપદી મૂર્મૂ પણ આફ્રિકન હશે એટલે તેનો રંગ કાળો છે અને એટલે તેમણે હરાવવા જોઈએ.”
‘અમે શ્રીકૃષ્ણને પૂજનારા લોકો છીએ, જેમનો રંગ અમર જેવો છે’- મોદી
PM મોદીએ આગળ કહ્યું કે, “અરે ચામડીનો રંગ કોઈ પણ હોય, આપણે તો શ્રીકૃષ્ણની પૂજા કરવાવાળા લોકો છીએ, જેમની ચામડીનો રંગ આપણા સૌ જેવો હતો.”
પિત્રોડાનું વિવાદિત નિવેદન
આ પહેલા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વિડીયોમાં સેમ પિત્રોડા ભારતની વિવિધતા વિશે વાત કરતાં જોવા મળી રહ્યા હતા. જેમાં તેઓ વાતવાતમાં ભારતમાં વસતા લોકોના દેખાવને લઈને બોલવા લાગ્યા હતા. તેમણે વિવાદિત નિવેદન આપતા કહ્યું કે, “આપણે ભારત જેવા વિવિધતાપૂર્ણ દેશને એકસાથે રાખી શકીએ છીએ. જ્યાં નોર્થ ઈસ્ટના લોકો ચીની જેવા દેખાય છે, પશ્ચિમ ભારતના લોકો આરબો જેવા દેખાય છે, ઉત્તર ભારતના લોકો ગોરા દેખાય છે અને દક્ષિણ ભારતના લોકો આફ્રિકા જેવા દેખાય છે.”
જે બાદ હવે PM મોદીનું આ નિવેદન સામે આવતા હવે દેશના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. હવે જ્યારે લોકસભા ચૂંટણી અંત તરફ આગળ વધી રહી છે ત્યારે આ નિવેદનની અસર શું થાય છે તે જોવાનું રહેશે.