ગુજરાતમાં ધર્મ પરિવર્તનનું આક્રમણ ફરીથી થયું છે. પોતાના ધર્મ તરફ આકર્ષવા ગરીબ લોકોને લાલચ આપવામાં આવે છે અને લાલચ દ્વારા તેમનુ ધર્મ પરિવર્તન કરાવાય છે. હાલમાં જ આવી લાલચ આપીને ધર્મ પરિવર્તન માટે પ્રેરતો પત્ર કચ્છના મુઠિયારના એક પશુપાલકને મળ્યો છે.
ગુજરાતમાં ઠેર ઠેર આવા કિસ્સાઓ સામે આવ્યા બાદ હવે સીમાવર્તી જિલ્લો કચ્છ પણ ધર્મપરિવર્તનના ચુંગાલમાંથી બાકાત નથી રહ્યું.
તારીખ 29 એપ્રિલના રોજ મુઠિયારના એક પશુપાલક કરસનજી દેશરજી બારાચને એક પત્ર મળ્યો હતો. જેમાં નામ બદલવા સાથે ધર્મ પરિવર્તનની સલાહ આપતો અને હિમાયત કરી પ્રલોભન આપવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો. આ બાબતે કરસનજી દ્વારા પોલીસને લેખિત ફરિયાદ-અરજી અપાઇ હતી. મુઠિયા૨ ગામના રહેવાસી અને વ્યવસાયે પશુપાલક કરશનજી દેશરજી બારાચ દ્વારા નલિયા પોલીસને આ લેખિત ફરિયાદ અપાઇ હતી. અજ્ઞાત શખ્સ દ્વારા ટપાલથી મોક્લવામાં આવેલો આ પત્ર ગત તારીખ 29 એપ્રિલના રોજ મળ્યો હતો. જેમાં પ્રલોભન આપવાની વાત કરવા સાથે નામ બદલી નાંખવા અને ધર્મ પરિવર્તન કરવા માટે કોનો સંપર્ક કરવો તેની વિગતો લખાયેલી હતી. આ મામલે પશુપાલકે નલિયા પોલીસને લેખિતમાં જાણ કરી હતી. તેમજ આ બાબતે તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે.
ગુજરાતના ખૂણેખૂણામાંથી ધર્મ પરિવર્તનના એક પછી એક કેટલાય કિસ્સા બહાર આવ્યા છે. જેમાં ગરીબ લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે. દક્ષિણ ગુજરાતમાં મોટાપાયે આ પ્રવૃત્તિઓ વધી રહી છે. જેનો વિવિધ સંગઠનો દ્વારા વિરોધ પણ કર્યો છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારોને ટાર્ગેટ કરવામાં આવે છે. ગુજરાતમાં અનેક સમાજ આ મામલે હવે જાગૃત થઈને નિયમો બનાવી રહ્યાં છે. આ ઉપરાંત લવ જેહાદની પ્રવૃત્તિઓ અટકાવવા વિરોધના સૂર ઉઠ્યા છે.
આ પહેલા આવો જ એક કિસ્સો ગત વર્ષે નવેમ્બરમાં ભરૂચમાં બહાર આવ્યો હતો. ભારત દેશમાં ગેરકાયદે રીતે વિદેશી ફન્ડિંગ લાવી તે નાણાનો ગેરકાયદે રીતે હિન્દુ લોકોને મુસ્લિમ ધર્મ પરીવર્તન કરાવવામાં ઉપયોગનો ચોંકાવનારો ઘટસ્ફોટ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરીયા ગામેથી થયો હતો. જ્યાં કટ્ટરવાદી મુસ્લિમોએ સિન્ડિકેટ બનાવી ૩૭ આદિવાસી પરિવારના ૧૦૦ થી વધુ લોકોને મુસ્લિમ બનાવી દીધા હતા. ભરૂચ જિલ્લા પોલીસે આ અંગે આમોદ પોલીસ મથકે ગુનો નોંધી મૌલવી સહિત ૯ આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં લંડન રહેવાસી અને મૂળ ભરૂચના નબીપુરના ફેફડાવાલા હાજી અબ્દુલ્લાએ ધર્મપરિવર્તન માટે વિદેશથી નાણાં મોકલ્યાં હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
ભરૂચના કાંકરિયામાં ધર્માંતરણ કેસમાં વધુ 4 આરોપીઓની ધરપકડ
— News18Gujarati (@News18Guj) April 29, 2022
હિન્દૂ આદિવાસીઓને લોભ, લાલચ, પ્રલોભનો આપી 150 લોકોના ધર્મ પરિવર્તન કરાવ્યા
4 આરોપીને પકડી 14 દિવસના રિમાન્ડ મેળવવા માટે કામગીરી શરૂ#BHARUCH pic.twitter.com/kbWy4yvL9O
ભરૂચના ધર્મ પરિવર્તનના આ સિંડિકેટની તપાસમાં હમણાં ગત અઠવાડિયે જ અન્ય 4 આરોપીઓની ધરપકડ કરાઇ છે. આ સિન્ડિકેટ ભોળા ગરીબ હિન્દુ આદિવાસીઓને લોભ લાલચ આપીને એમનો ધર્મ પરિવર્તન કરાવી દેતા. હમણાં સુધી આ સિન્ડિકેટ દ્વારા 150થી વધુ આદિવાસીઓને શિકાર બનાવ્યા હોવાનું સામે આવ્યું. અને ધરપકડ કરાયેલ તમામ વ્યક્તિઓ મુસ્લિમ હોવાનું સામે આવ્યું છે.
દક્ષિણ ગુજરાતનાં આદિવાસી બેલ્ટમાં ન માત્ર આવા મુસ્લિમ સિન્ડિકેટ પરંતુ ક્રિશ્ચિયન મિશનરીઓ પણ પૂર જોશમાં ધર્મ પરિવર્તનનું કામ કરી રહી છે. જેન અનેક કિસ્સા હમણાં જ સામે આવ્યા છે. તાપીમાં પણ આવો જ એક કિસ્સો હમણાં સામે આવ્યો હતો. પરંતુ છેવટે ધર્મ પરિવર્તનબાદ પણ આ લોકોનું જીવન ધોરણ બદલાતું નથી, ધર્મ પરિવર્તન કરીને આવેલ લોકો સાથે જાતિગત ભેદભાવ કરવામાં આવે છે અને તેઓ ના ઘરના ના ઘાટના રહે છે.