Friday, September 20, 2024
More
    હોમપેજગુજરાત'ગુજરાત સરકાર ઝિંદાબાદ'ના નારા વચ્ચે લિંબાયતમાં પોલીસે ચપ્પુબાજ સાબીર, ઇશાક અને નવાઝનું...

    ‘ગુજરાત સરકાર ઝિંદાબાદ’ના નારા વચ્ચે લિંબાયતમાં પોલીસે ચપ્પુબાજ સાબીર, ઇશાક અને નવાઝનું કાઢ્યું સરઘસ: જાહેરમાં છરા હુલાવીને જમાવતા હતા રોફ, વિડીયો થયો હતો વાયરલ

    સરઘસ દરમિયાન આસપાસના લોકો 'ગુજરાત સરકાર ઝિંદાબાદ', 'દાદાગીરી બંધ કરો બંધ કરો' જેવા નારા લગાવતા સંભળાઈ રહ્યા છે.

    - Advertisement -

    સુરતના લિંબાયતથી બે દિવસ પહેલા એક વિડીયો વાઇરલ થયો હતો, જેમાં કેટલાક તોફાની તત્વો જાહેરમાં છરા બતાવીને રોફ જમાવી રહ્યા હતા. તે પહેલા તેઓએ એક શખ્સને ચપ્પુ પણ માર્યું હતું. સુરત પોલીસે તાકીદે કાર્યવાહી કરીને સાબીર, ઈશાક અને નવાઝ નામના આરોપીઓની ધરપકડ કરી હતી અને તે જ લિંબાયતમાં તેમનું સરઘસ પણ કાઢ્યું હતું.

    તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ સાબીર સમસુદ્દીન શેખ, ઇશાક અયુબ શેખ, નવાઝ મહેબૂબ આલમ સૈયદ ઉર્ફે ફેન્સી સહિતનાઓ છેલ્લા ઘણા સમયથી લિંબાયત, ડિંડોલી, ગોડાદરા સહિતના વિસ્તારમાં તોફાન કરતા હતા. જાહેરમાં હથિયારો લહેરાવવા, મારામારી કરવી, ગાળો બોલવી અને રોફ જમાવતા હતા.

    જાહેરમાં હથિયારો લહેરાવીને પોલીસને ચેલેન્જ આપી રહ્યા હોય તેવો વિડીયો વાયરલ થયા બાદ લિંબાયત પોલીસે ઝડપથી આરોપીઓની અટકાયત કરી લીધી હતી. આ પહેલા આરોપીઓએ સમીરખાન પઠાણ નામના શખ્સને તેના ઘરમાં ઘૂસીને ચપ્પુ મારી દીધું હતું અને ધમકી આપી હતી કે આ વખતે ખાલી ચપ્પુ માર્યું છે, હવે તેને જાનથી મારી દેશે.

    - Advertisement -

    સરઘસમાં હાથ જોડીને માફી માંગતા નજરે પડ્યા તોફાનીઓ

    જે બાદ પોલીસે ત્રણેવ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ લુખ્ખા તત્વોએ જે વિસ્તારમાં ત્રાસ મચાવ્યો હતો, પોલીસે તે જ વિસ્તારોમાંથી તેમનું સરઘસ કાઢ્યું હતું. જેનો વિડીયો હાલ વાયરલ થઈ રહેલો જોવા મળી રહ્યો છે. વિડીયોમાં આરોપીઓ હાથ જોડીને સૌની માફી માંગતા નજરે પડી રહ્યા છે.

    આ દરમિયાન આસપાસના લોકો ‘ગુજરાત સરકાર ઝિંદાબાદ’, ‘દાદાગીરી બંધ કરો બંધ કરો’ જેવા નારા લગાવતા સંભળાઈ રહ્યા છે. લોકોમાં પોલીસની આ ત્વરિત કાર્યવાહીથી ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં