નિશંકના અંતિમ સંસ્કાર પહેલાનો વીડિયો સામે આવ્યો છે. મધ્યપ્રદેશના ભોપાલ-નર્મદાપુરમ રેલ્વે ટ્રેક પર મૃત હાલતમાં મળી આવેલા B.tech વિદ્યાર્થી નિશંક રાઠોડના સોમવારે (25 જુલાઈ, 2022) અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મૃત્યુના એક દિવસ બાદ ભાઈ-બહેનની છેલ્લી મુલાકાતનો વીડિયો સામે આવતાં સૌની આંખો ભીની થઈ ગઈ છે. નિશંકની બહેનોનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડિયોમાં, બંને બહેનો રડતી જોવા મળી હતી અને તેમના એકનએક મૃત ભાઈના કાંડા પર રાખડી બાંધીને છેલ્લી વખત રક્ષાબંધનની માનાવી હતી અને ભાઈને અંતિમ વિદાય આપી હતી. નિશંકની બહેન અંજલિ અને દીક્ષા બંને ભોપાલમાં રહીને સોફ્ટવેર એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે.
भोपाल में रेलवे ट्रैक पर मिले https://t.co/U14vfRZi3N के छात्र #NishankRathore के शव को आज बहन ने बांधी राखी!
— Shivam Pratap (@journalistspsc) July 26, 2022
निशांत के मोबाइल से पिता को मैसेज गया था, “आपका बेटा बहादुर था, पर ग़ुस्ताख़ ऐ नबी की एक ही सजा ‘सर तन से जुदा’”
उसके Insta पर भी “सर तन से जुदा” की story अपलोड हुई थी! pic.twitter.com/Wd72zAkSV2
નોંધનીય છે કે ઘટનાની રાત્રે તેના પિતા અને મિત્રોના વોટ્સએપ પર વિદ્યાર્થી નિશાંક રાઠોડના ઈન્સ્ટાગ્રામ આઈડી પરથી એક સ્ક્રીનશોટ આવ્યો હતો. તેમાં વિદ્યાર્થીના ફોટાની સાથે લખ્યું હતું કે, ગુસ્તાખ-એ-નબીની એક સજા, સર તન સે જુદા. આ પોસ્ટ ઘટનાને વધુ જટિલ બનાવે છે. અગાઉ પોલીસ નિશાંકના મોતને આત્મહત્યા માની રહી હતી, પરંતુ હવે આ પોસ્ટે મોતનું રહસ્ય વધું ગૂંચવ્યું છે. મળતી માહિતી મુજબ વિદ્યાર્થીના મૃત્યુના થોડા સમય બાદ આ મેસેજ મૃતકના મિત્રો અને પિતાને મળ્યો હતો. તેમણે તરત જ ટીટી નગર પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવી હતી. તે જ સમયે, રાયસેન પોલીસને પણ રેલવે ટ્રેક પર લાશ મળી હોવાની માહિતી મળી હતી. મીડિયા રિપોર્ટમાં બે વાયરલ મેસેજની વાત કરવામાં આવી રહી છે. જેમાંથી એકમાં નિશંક રાઠોડના સ્ટેટસ પર ધાર્મિક પોસ્ટ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જો કે તેની પુષ્ટિ થવાની હજુ બાકી છે.
સમગ્ર મામલાની હાલ તપાસ ચાલુ છે. પોલીસ નિશંક રાઠોડ હત્યા કેસમાં દરેક એંગલથી તપાસ કરી રહી છે. તે જ સમયે, કેટલાક અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે કે નિશંકે શેરબજાર અને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કર્યું હતું અને તેને નુકસાન થયું હતું. આ સિવાય તેણે તેના કેટલાક મિત્રો પાસેથી પણ પૈસા ઉછીના લીધા હતા. લાંબા સમયથી નિશંકે ઉછીના લીધેલા પૈસા પરત કર્યા ન હતા, જેના કારણે તે તેના મિત્રો સાથે વાત પણ કરી રહ્યો ન હતો. કેટલાક મીડિયા હાઉસ તેની (નિશંક રાઠોડ) હત્યાને ઢાંકવા માટે આવી માહિતી શેર કરી રહ્યા છે. વિદ્યાર્થીના પરિવારે આ સમાચારોનો વિરોધ કર્યો છે.
‘સ્વરાજ્ય’એ 20 વર્ષીય નિશંક રાઠોડના પિતરાઈ ભાઈ શિવ રાઠોડને ટાંકીને લખ્યું છે કે તેનો ભાઈ બહાદુર હતો અને તેને કોઈ પણ બાબતનો તણાવ નહોતો. શિવ રાઠોડે કહ્યું હતું કે, “પોલીસ મામલાને ટ્વિસ્ટ કરી રહી છે, સુનિયોજિત કાવતરાના ભાગરૂપે તેની હત્યા કરવામાં આવી છે.” શિવ વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના વિભાગના મંત્રી પણ છે. નિશંકના પરિવારજનોએ સ્પષ્ટપણે કહ્યું છે કે તેણે આત્મહત્યા નથી કરી. આ એક આયોજનબદ્ધ હત્યા હતી. તેમજ પરિવારના સભ્યોએ કોઈપણ પ્રકારની આર્થિક તંગી હોવાનો પણ ઈન્કાર કર્યો છે.
નિશંક તેના ધાર્મિક વિચારો વિશે અવાજ ઉઠાવતો હતો અને ઘણીવાર ધાર્મિક કાર્યોમાં ભાગ લેતો હતો. શિવે વધુમાં કહ્યું કે રાઠોડ સમાજ વતી તેમના પરિવારે એક મેમોરેન્ડમ તૈયાર કર્યું છે. તેમનો પરિવાર આ મેમોરેન્ડમ અધિકારીઓ અને નેતાઓને સોંપવાની યોજના બનાવી રહ્યો છે. તેઓ તેમના પુત્રના મૃત્યુની સંપૂર્ણ તપાસ ઇચ્છે છે અને અધિકારીઓને વિનંતી કરે છે કે ‘ઈશનિંદા માટે હત્યા’ વાળા એંગલને દબાવશો નહીં.
ઉલ્લેખનીય છે કે મૃતક નિશંક તેના માતા-પિતાનો એકમાત્ર પુત્ર હતો. તેની માતાનું અવસાન થઈ ચૂક્યું છે. તેને બે બહેનો છે. નિશંક ઓરિએન્ટલ કોલેજમાં B.Tech 5મા સેમેસ્ટરનો વિદ્યાર્થી હતો. તે બે વર્ષ સુધી ઈન્દ્રપુરીમાં હોસ્ટેલમાં રહ્યો. તાજેતરમાં હોસ્ટેલ છોડીને જવાહર ચોક શાસ્ત્રીનગરમાં મિત્રો સાથે રહેતો હતો. નિશંકે પોતાની ફેસબુક પ્રોફાઇલમાં પોતાને નોઇડામાં સોફ્ટવેર ડેવલપર ગણાવ્યો હતો. તે બે બહેનનો એકમાત્ર ભાઈ હતો. પોલીસ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેનો એક મિત્ર પ્રખરજ નિશંકના મોબાઈલ, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક આઈડીથી વાકેફ હતો. પોલીસ પ્રખરની પૂછપરછ કરી રહી છે.