Monday, April 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકૌભાંડોના પર્યાય બનેલા લાલુ પરિવારનું 'Land For Job' કૌભાંડ શું છે? જેમાં...

    કૌભાંડોના પર્યાય બનેલા લાલુ પરિવારનું ‘Land For Job’ કૌભાંડ શું છે? જેમાં આખો યાદવ પરિવાર છે તપાસ એજન્સીઓની રડાર પર, જાણો પૂરી વિગત

    જમીન સામે નોકરી કૌભાંડમાં મોટા ભાગના આરોપીયો લાલુ પરિવારના જ છે. જેમાં તેમની પત્ની, દીકરીઓ અને પુત્ર સામેલ છે.

    - Advertisement -

    બિહારની રાજનીતિનું કેન્દ્ર બની રહેલ લાલુ યાદવ પરિવાર હાલમાં ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. કારણ કે હાલમાં ગત 10 માર્ચના રોજ લાલુના દીકરા અને વર્તમાન બિહાર ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવના ઘરે સીબીઆઈના છાપાઓ પડ્યા છે. વધુ એક કૌભાંડ બાબતે લાલુ યાદવ પરિવારની સીબીઆઈ પૂછપરછ કરી રહી છે. સાથે જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પણ તપાસ કરી રહી છે. 

    આ બધી જ બાબતો વચ્ચે લોકોમાં એક ઉત્સુકતા છે કે ક્યાં મામલે લાલુ પરિવારની પૂછપરછ થઇ રહી છે? તો ચાલો જાણીએ કે લાલુ પરિવાર પર શું શું આરોપ છે? હમણાં સુધી લાલુ પરિવાર પર ત્રણ ઘોટાલાઓનો આરોપ અને તેની તપાસ ચાલુ હતી, જેમાં 1. ઘાંસ કૌભાંડ 2. આવકથી વધુ સંપતિ 3. IRCTC કૌભાંડ હવે એક વધુ કૌભાંડ આમાં જોડાયું છે તે છે ‘Land for Job’ અર્થાત  ‘નોકરી સામે જમીન’. ઉપયુક્ત ત્રણેય કૌભાંડની વિગત તો અંતે આપીશું પરંતુ સૌથી પહેલા સમજીએ કે આ ‘લેન્ડ ફોર જોબ’ કૌભાંડ શું છે. 

    કૌભાંડની શરૂઆત થાય છે કોંગ્રેસની સહયોગી પાર્ટીઓના ગઠબંધનની યુપીએ – 02 સરકાર વખત થી. ત્યારે લાલુ પ્રસાદ યાદવ કેન્દ્રીય રેલ મંત્રી હતા. આ દરમિયાન તેમના પર લાગેલા આરોપ અનુસાર, તેમણે લોકો પાસેથી જમીન લઈને બદલામાં રેલ વિભાગમાં નોકરીઓ આપી. જેને નોકરીઓ આપવામાં આવી તે લોકો પાસે કોઈ જ નિમણુક પત્ર હતો નહીં, તેમાંથી પણ ઘણા લોકોના ડોક્યુમેન્ટ પણ ખોટા હતા. 

    - Advertisement -

    આ મામલો તપાસ એજન્સીઓને ધ્યાને આવતા તેમણે લાલુ પરિવાર પર કેસ નોધ્યો હતો. જેમાં લાલુ યાદવ, તેમનો દીકરો તેજસ્વી યાદવ, તેમની પત્ની રબડી દેવી, તેમની દીકરી મીસા ભારતી અને હેમા યાદવ સામેલ છે. તો આપણે વિગતવાર જાણીએ કે આ મામલે તપાસ એજન્સીના ધ્યાને શું શું આવ્યું છે. તપાસ એજન્સીને ધ્યાને સાત મામલો ધ્યાને આવ્યા છે.

    પ્રથમ મામલો

    તપાસમાં સીબીઆઈને જાણવા મળ્યું કે ફેબ્રુઆરી 2007માં પટનાના રહેવાસી હજારી રાયએ તેની 9,527 ચોરસ ફૂટની જમીન એકે ઈન્ફોસિસ્ટમ પ્રાઈવેટ લિમિટેડને વેચી દીધી હતી. આ જમીન રૂ.10.83 લાખમાં વેચાઈ હતી. બાદમાં હજારી રાયના બે ભત્રીજાઓ દિલચંદ કુમાર અને પ્રેમચંદ કુમારને રેલવેમાં નોકરી મળી. સીબીઆઈની તપાસમાં એ વાત પણ સામે આવી છે કે વર્ષ 2014માં એકે ઈન્ફોસિસ્ટમના તમામ અધિકારો અને તેની તમામ મિલકતો રાબડી દેવી અને મીસા ભારતીના નામે થઈ ગઈ હતી. વર્ષ 2014માં, રાબડી દેવીએ આ કંપનીના મોટાભાગના શેર ખરીદ્યા અને આ કંપનીના ડિરેક્ટર બન્યા હતા.

    બીજો મામલો

    નવેમ્બર 2007માં પટનાની રહેવાસી કિરણ દેવી નામની મહિલાએ પોતાની 80,905 ચોરસ ફૂટ જમીન લાલુ યાદવની પુત્રી મીસા ભારતીના નામે ટ્રાન્સફર કરી હતી. આ ડીલ માત્ર 3.70 લાખ રૂપિયામાં થઈ હતી. બાદમાં કિરણ દેવીના પુત્ર અભિષેક કુમારને મુંબઈ રેલ વિભાગમાં દાખલ કરવામાં આવ્યો હતો.

    ત્રીજો મામલો

    એ જ રીતે, 6 ફેબ્રુઆરી, 2008ના રોજ, પટનાના રહેવાસી કિશુન દેવ રાયે લાલુ યાદવની પત્ની અને બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીને તેમની 3,375 ચોરસ ફૂટ જમીન વેચી દીધી હતી. આ જમીન રૂ.3.75 લાખમાં વેચાઈ હતી. તેના બદલામાં કિશુન રાયના પરિવારના ત્રણ લોકોને રેલવેમાં નોકરી આપવામાં આવી હતી.

    ચોથો મામલો

    એ જ રીતે, ફેબ્રુઆરી 2008માં, પટનાના મહુઆબાગમાં રહેતા સંજય રાયે પોતાનો 3,375 ચોરસ ફૂટનો પ્લોટ રાબડી દેવીને વેચી દીધો હતો. આ પ્લોટ પણ રૂ.3.75 લાખમાં વેચાયો હતો. તેના બદલામાં સંજય રાય અને તેમના પરિવારના બે સભ્યોને રેલવેમાં નોકરી આપવામાં આવી હતી.

    પાંચમો મામલો

    એ જ રીતે, માર્ચ 2008માં બ્રિજ નંદન રાયે તેની 3,375 ચોરસ ફૂટની જમીન ગોપાલગંજના રહેવાસી હૃદાનંદ ચૌધરીને 4.21 લાખ રૂપિયામાં વેચી હતી. બાદમાં હૃદયાનંદ ચૌધરીએ આ જમીન લાલુ યાદવની પુત્રી હેમાને ભેટમાં આપી હતી. હૃદયાનંદ ચૌધરીની વર્ષ 2005માં હાજીપુરમાં રેલ્વેમાં ભરતી કરવામાં આવી હતી.

    છઠ્ઠો મામલો 

    માર્ચ 2008માં, વિશુન દેવ રાયે તેની 3,375 ચોરસ ફૂટ જમીન સિવાનના રહેવાસી લાલન ચૌધરીને વેચી દીધી. એ જ વર્ષે લલનના પૌત્ર પિન્ટુ કુમારને પશ્ચિમ રેલવેમાં ભરતી કરવામાં આવ્યો. આ પછી ફેબ્રુઆરી 2014માં લાલન ચૌધરીએ આ જમીન લાલુ યાદવની બીજી પુત્રી હેમા યાદવને ભેટમાં આપી હતી.

    સાતમો મામલો 

    આવી જ રીતે મે 2015માં પટનાના રહેવાસી લાલ બાબુ રાયે પોતાની 1,360 ચોરસ ફૂટ જમીન રાબડી દેવીને 13 લાખ રૂપિયામાં વેચી દીધી હતી. સીબીઆઈની તપાસમાં સામે આવ્યું છે કે વર્ષ 2006માં લાલ બાબુ રાયના પુત્ર લાલચંદ કુમારને રેલવેમાં નોકરી આપવામાં આવી હતી.

    ઉપરના સાતે સાત મામલોમાં લાલુ પરિવાર પાસે કે તો સીધેસીધી જમીન આવતી હતી અથવા અન્ય કોઈ દ્વારા, જે લોકોએ જમીન આપ હતી તે લોકોના પરિવારમાં કોઈના કોઈને રેલવેમાં નોકરી મળી હતી. આ મામલે હવે CBI અને ED ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. 

    CBIની તપાસમાં બહાર આવ્યું છે કે લાલુ પરિવારે નોકરીના બદલામાં જે પણ જમીન મેળવી છે તેના બદલામાં તેણે રૂપિયા 26 લાખ ચૂકવ્યા છે, જ્યારે તેની બજાર કિંમત ત્યારે 4.40 કરોડ રૂપિયા હતી. 

    આ મામલે EDએ લાલુ પરિવાર પર સઘન તપાસ કરી છે. સાથે જ તેના વેવાઈ જીતેન્દ્ર યાદવના ઘરે પણ છાપો મારીને તપાસ કરી છે. આ સિવાય લાલુ યાદવના નજીક ગણાતા અબુ દોઝાના પર પણ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 

    આવકથી વધુ સંપતિનો મામલો.

    EDએ લાલુ યાદવના પુત્ર અને બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવના વિવિધ સ્થળો પર છાપા મારીને  રૂપિયા 600 કરોડથી વધુની અવૈધ સંપતિની માહિતી મેળવી હતી. તેમાંથી 350 કરોડ રૂપિયા સ્થાયી સંપત્તિ છે અને 250 કરોડ રૂપિયા વ્યવહારોના સ્વરૂપમાં છે. એજન્સીનું કહેવું છે કે આ પૈસાનો કેટલોક ભાગ ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં બંગલો ખરીદવામાં વપરાયો છે, જે મુંબઈની કેટલીક જ્વેલરી બિઝનેસ સંસ્થાઓ દ્વારા રૂટ કરવામાં આવી હતી.

    EDએ આ પણ કહ્યું હતું કે જમોનના બદલે નોકરી વાળા મામલામાં રબડી દેવીએ જે જમીનો ફક્ત રૂપિયા 7.5 લાખમાં ખરીદીને લાલુ યાદવના ખાસ એવા અબુ દોઝાનાને 3.5 કરોડના નફા સાથે વેચી છે. 

    IRCTC કૌભાંડ.

    આ મામલો લેન્ડ ફોર જોબ કૌભાંડથી અલગ છે. આ કૌભાંડને પણ લાલુ યાદવ જયારે રેલવે મંત્રી હતા ત્યારે જ અંજામ આપ્યો હતો. નિયમોમાં ફેરબદલ કરીને લાલુ યાદવે રેલવે કેટરિંગ અને હોટલોનું ટેન્ડર IRCTCને ફાળવ્યું હતું. જેમાં તમામ નિયમોનું ઉલંઘન કરવામાં આવ્યું હતું. 

    આ દરમિયાન, ઝારખંડની રાજધાની રાંચી અને ઓડિશાના પુરીમાં હોટલના જાળવણી, સંચાલન અને સમારકામ માટે બહાર પાડવામાં આવેલા ટેન્ડરમાં ઘણી ગેરરીતિઓ બહાર આવી હતી, જેમાં તમામ નિયમોને તાક પર રાખવામાં આવ્યા હતા. ટેન્ડરમાં ગેરરીતિના કરીને તે ટેન્ડર વર્ષ 2006માં ખાનગી હોટલ સુજાતાને આપવામાં આવ્યું હતું.

    આરોપ છે કે સુજાતા હોટેલ્સના માલિકોએ આ ટેન્ડર મેળવવાના બદલામાં લાલુ યાદવ અને તેમના પરિવારને પટનામાં ત્રણ એકર જમીન આપી હતી. આ જમીન બેનામી સંપતિ હતી. આ કેસમાં લાલુ યાદવ, રાબડી દેવી, તેજસ્વી યાદવ સહિત અનેક લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. આ કૌભાંડમાં લાલુ, રાબડી અને તેજસ્વી જામીન પર બહાર છે. જ્યારે લાલુના ઓએસડી ભોલા યાદવ જેલમાં છે.

    લાલુ યાદવનું ઘાંસ કૌભાંડ.

    આ કૌભાંડથી આખો દેશ વાકેફ જ છે, આ કૌભાંડ લાલુ યાદવે ઈ.સ.1996માં કર્યું હતું. લાલુ યાદવને ચારા કૌભાંડ સંબંધિત પાંચ અલગ-અલગ કેસમાં કોર્ટે સજા સંભળાવી છે. આ આખું કૌભાંડ તે સમયે 800 કરોડથી વધુનું હતું. આ મામલે જ લાલુ યાદવ જેલમાં રહી ચુક્યા છે. હાલમાં તેમની તબિયત નાદુરસ્ત હોવાના કારણે જામીન પર બહાર છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં