બધા મોદી ચોર છે એ પ્રકારની ટીપ્પણી કરીને પોતાનું લોકસભાનું સંસદ સભ્ય પદ ગુમાવનાર પૂર્વ કોંગ્રેસી સાંસદ રાહુલ ગાંધીની મુશ્કેલીઓ તેમનો પીછો છોડવાનું નામ નથી લઇ રહી. હવે છેક યુકેની કોર્ટમાં તેમનાં મામલે ફરિયાદ થવાની છે. પૂર્વ IPL કમિશનર અને ઉદ્યોગપતિ હાલમાં યુકે સ્થિત લલિત મોદી રાહુલ ગાંધી પર આ જ મામલે ત્યાંની કોર્ટમાં માનહાનીનો દાવો કરવાના છે.
લલિત મોદીએ આ મામલે થોડા સમય અગાઉ જ એક ટ્વીટ કરી છે જેમાં તેમણે કહ્યું છે કે, જ્યારે જુઓ ત્યારે કોઇપણ આલીયો, માલિયો અને ગાંધી (Tom, Dick and Gandhi) એમ કહી રહ્યો છે કે હું કાયદાથી ભાગેલો વ્યક્તિ છું. કેમ? કેવી રીતે? અને હું ક્યારે પપ્પુ એટલેકે રાહુલ ગાંધીની જેમ કોઈ પણ મામલે દોષિત ઠર્યો છું? રાહુલ ગાંધી હવે એક સામાન્ય નાગરિક બની ગયા છે અને એવું લાગે છે કે તમામ વિપક્ષી નેતાઓ હવે નવરા થઇ ગયા છે અને કશું કામ ન હોવાને લીધે અથવાતો તેમની પાસે ખોટી માહિતી હોવાને કારણે તેઓ કોઈ દુષ્પ્રચારને આગળ ફેલાવી રહ્યાં છે.
ત્યારબાદ લલિત મોદી આગળ કહે છે કે તેમણે હવે નિર્ણય લીધો છે કે હું યુકેની કોર્ટમાં તુરંત જ રાહુલ ગાંધીને ખેંચી જઈશ. મને ખાતરી છે કે અહીં તેઓ કોઈ પાક્કા પુરાવા સાથે હાજર થશે. હું તેમને અહીં સંદતર મુર્ખ પુરવાર થાય તેની રાહ જોઇશ.
ત્યારબાદ લલિત મોદીએ આરોપ લગાવ્યો હતો કે ગાંધી પરિવારના ખાસમખાસ એવા આરકે ધવન, સીતારામ કેસરી, મોતીલાલ વોહરા, સતીશ શર્મા અને નારાયણ દત્ત તિવારી આ તમામ પાસે કેવી રીતે વિદેશમાં સંપત્તિઓ છે? શ્રીમાન કમલનાથને પૂછો નહીં તો હું આ માહિતી આપવા તૈયાર છું.
i see just about every Tom dick and gandhi associates again and again saying i ama fugitive of justice. why ?How?and when was i to date ever convicted of same. unlike #Papu aka @RahulGandhi now an ordinary citizen saying it and it seems one and all oposition leaders have nothing…
— Lalit Kumar Modi (@LalitKModi) March 30, 2023
લલિત મોદીએ કહ્યું છે કે ભારતની પ્રજાને હવે મુર્ખ બનાવવાની જરૂર નથી કે ખરેખરા ગુનેગારો કોણ છે. ગાંધી પરિવારને એવું લાગે છે કે ભારત પર રાજ કરવા માટે ફક્ત તેમને જ હક્ક મળ્યો છે. હું ત્યારે દેશ પાછો ફરીશ જ્યારે તમે કડક અને જવાબદાર કાયદાઓ પસાર કરશો.
ત્યારબાદ લલિત મોદી IPL અને પોતે વિશ્વની આ સહુથી મહાન સ્પોર્ટીંગ લીગના પાયામાં કેવી રીતે છે તેના ગુણગાન પણ ગઈ રહ્યાં હોવાનું તેમની ટ્વીટમાં જોવા મળ્યું છે. રાહુલ ગાંધી અગાઉથી જ મોદી સમાજના અપમાન મામલે સજાનો સામનો કરી રહ્યાં છે.
સુરતની એક કોર્ટે ધારાસભ્ય પુર્ણેશ મોદીની અરજી પર રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનીનો દાવો યોગ્ય હોવાનો ચુકાદો આપ્યો છે. આ મામલે રાહુલ ગાંધીને બે વર્ષની સજા પણ થઇ છે જેમાં તેઓ હાલમાં જામીન પર મુક્ત છે અને એક મહિનામાં તેમણે ઉપરની કોર્ટમાં અપીલ પણ કરવાની છે.