Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટલખીમપુર ખીરીમાં વધુ એક હિંદુ યુવતીનું મોત, સલીમુદ્દીન અને આસિપ અલી સામે...

    લખીમપુર ખીરીમાં વધુ એક હિંદુ યુવતીનું મોત, સલીમુદ્દીન અને આસિપ અલી સામે ઘરમાં ઘૂસીને માર મારવાનો આરોપ: માતાને પણ ધમકી આપી

    લખીમપુરમાં એક હિંદુ યુવતી સાથે ગામના જ બે મુસ્લિમ યુવકોએ મારપીટ કરતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેનું મોત થઇ ગયું.

    - Advertisement -

    ઉત્તરપ્રદેશના લખીમપુરમાં બે સગી બહેનો સાથે બળાત્કાર કરીને હત્યા કરવાનો ચકચારી મામલો સામે આવ્યા બાદ હવે આવો જ એક જઘન્ય અપરાધ સામે આવ્યો છે. લખીમપુરમાં એક હિંદુ મહિલાએ સલીમુદ્દીન અને આસિપ અલી નામના બે ઈસમો પર તેમની પુત્રીની હત્યાનો આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે, આ બંને તેમના ઘરે આવ્યા હતા અને યુવતી સાથે મારપીટ કરી હતી.

    આ ઘટના લખીમપુરના ગામ મુસેપુરની છે. અહીં રહેતી એક હિંદુ મહિલાએ પોલીસને આપેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમની પુત્રી ઘરે બેઠી હતી ત્યારે ગામમાં જ રહેતા સલીમુદ્દીન અને આસિપ આવ્યા હતા અને કારણ વગર તેની સાથે મારપીટ કરવા માંડ્યા હતા. 

    ફરિયાદમાં મૃતક યુવતીની માતાએ જણાવ્યા અનુસાર, આ ઘટના 12 સપ્ટેમ્બરની છે. બંને ઘરે આવીને યુવતી સાથે મારપીટ કર્યા બાદ જ્યારે તેની માતાએ (ફરિયાદી) બચાવવાના પ્રયત્નો કર્યા તો તેમની સાથે પણ મારપીટ કરી હતી અને અપશબ્દો કહીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે બાદ બંને ત્યાંથી ચાલ્યા ગયા હતા. અહેવાલ અનુસાર, મૃતકના પરિજનોએ આરોપીઓ સામે બળાત્કારના પણ આરોપ લગાવ્યા છે. જો

    - Advertisement -

    પોલીસે આ મામલે બંને આરોપીઓ સામે આઈપીસીની કલમ 323, 504 અને 506 હેઠળ FIR દાખલ કરી હતી. તેમજ પીડિતાનું નિવેદન પણ લીધું હતું. પીડિતાએ ઘટનાના દિવસે જ સારવાર લીધી હતી અને જે બાદ તેને રજા પણ આપી દેવામાં આવી હતી. જે બાદ 16 સપ્ટેમ્બરના રોજ તેની તબિયત ફરી લથડી ગઈ, જેથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, જ્યાંથી સારવાર બાદ ફરી ઘરે આવ્યા બાદ કલાકમાં તેનું મોત થઇ ગયું હતું. જે બાદ પોલીસે આઇપીસી 304 પણ ઉમેરી હતી. 

    યુવતી સાથે મારપીટ અને મૃત્યુ બાદ લખીમપુરમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. સ્થાનિક ગ્રામવાસીઓના વિરોધ બાદ ગામમાં અને આજુબાજુના વિસ્તારમાં ભારે સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. સ્થળ પર હાજર પોલીસ અધિકારીઓએ આક્રોશિત ગ્રામવાસીઓને ત્વરિત કાર્યવાહીનું આશ્વાસન આપી મામલો થાળે પડવાની કોશિશ કરી હતી.

    મૃતકના પરિજનોએ પોલીસ ઉપર લાપરવાહીનો આરોપ લગાવ્યો છે. જે મામલે ભીરા પોલીસ સ્ટેશનના સબઇન્સ્પેક્ટર સુનિલ કુમારને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ઑપઇન્ડિયા સાથે વાત કરતાં મૃતકના ભાઈએ જણાવ્યું કે, બંને આરોપીઓ પહેલેથી જ ગામમાં આમતેમ ફર્યા કરતા હતા. અમારા ગામમાં મુસ્લિમો વધુ છે.”

    બે દિવસ પહેલાં જ 2 બહેનોને બળાત્કાર કરી હત્યા કરવામાં આવી હતી

    હજુ બે દિવસ પહેલાં જ લખીમપુરમાં બે દલિત બહેનોને બહેલાવી-ફોસલાવીને ખેતરમાં લઇ જવામાં આવી હતી અને જ્યાં તેમની સાથે મરજી વિરુદ્ધ શારીરિક સબંધો બાંધવામાં આવ્યા હતા. જે બાદ ગુનાને છુપાવવા માટે બંનેને મારીને લાશ ઝાડ પર લટકાવી દેવામાં આવી હતી.

    આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, બંને બહેનોનું અપહરણ થયું નથી પરંતુ તેમને બહેલાવીન-ફોસલાવીને બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. લખીમપુરના એસપી સંજીવ સુમને જણાવ્યું કે, આરોપીઓ સોહેલ અને જુનૈદ સાથે બંને બહેનોની ઓળખાણ પહેલથી જ હતી. આરોપીઓ બહેલાવી-ફોસલાવીને બંનેને ખેતરમાં લઇ ગયા હતા તેમની સાથે મરજી વિરુદ્ધ બળાત્કાર કર્યો હતો. આ બંને બહેનો સગીર વયની હોવાનું જાણવા મળ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં