Monday, October 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટલખીમપુર: દલિત બહેનોને ખેતરમાં લઇ જઈ બળજબરીથી બળાત્કાર ગુજાર્યો, હત્યા કરીને ઝાડ...

    લખીમપુર: દલિત બહેનોને ખેતરમાં લઇ જઈ બળજબરીથી બળાત્કાર ગુજાર્યો, હત્યા કરીને ઝાડ પર લટકાવી દીધી લાશ: સોહેલ, જુનૈદ, આરિફ સહિત 6ની ધરપકડ

    જુનેદ અને સોહેલે બંને સાથે બળાત્કાર કર્યો હતો, જે બાદ હફીઝુર સાથે મળીને હત્યા કરી અન્ય બે આરોપીઓ આરિફ અને કરીમુદ્દીન સાથે મળીને લાશ લટકાવી દીધી હતી.

    - Advertisement -

    ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી જિલ્લાના એક ગામમાં બે દલિત બહેનોની લાશ ઝાડ પર લટકેલી હાલતમાં જોવા મળતાં સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. આ મામલે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જેમની ઓળખ આરિફ, સોહેલ, જુનૈદ, હફીઝુલ, કરીમુદ્દીન અને છોટુ તરીકે થઇ છે. 

    ઘટના લખીમપુર ખીરીના તમોલીન ગામની છે. અહીં બે દલિત બહેનોને બહેલાવી-ફોસલાવીને ખેતરમાં લઇ જવામાં આવી હતી અને જ્યાં તેમની સાથે મરજી વિરુદ્ધ શારીરિક સબંધો બાંધવામાં આવ્યા હતા. જે બાદ ગુનાને છુપાવવા માટે બંનેને મારીને ઝાડ પર લટકાવી દેવામાં આવી હતી. 

    આ અંગે પોલીસે જણાવ્યું કે, બંને બહેનોનું અપહરણ થયું નથી પરંતુ તેમને બહેલાવીન-ફોસલાવીને બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. લખીમપુરના એસપી સંજીવ સુમને જણાવ્યું કે, આરોપીઓ સોહેલ અને જુનૈદ સાથે બંને બહેનોની ઓળખાણ પહેલથી જ હતી. આરોપીઓ બહેલાવી-ફોસલાવીને બંનેને ખેતરમાં લઇ ગયા હતા તેમની સાથે મરજી વિરુદ્ધ બળાત્કાર કર્યો હતો. આ બંને બહેનો સગીર વયની હોવાનું જાણવા મળ્યું છે.

    - Advertisement -

    તેમણે આગળ જણાવ્યું કે, જ્યારે મૃતક બહેનોએ લગ્ન માટે વાત કરી તો બંને આરોપીઓએ હફીઝુર સાથે મળીને દુપટ્ટાથી ગળું દબાવીને બંનેની હત્યા કરી નાંખી અને ત્યારબાદ કરીમુદ્દીન અને આરિફને બોલાવીને અન્ય એક ખેતરમાં બંને બહેનોની લાશ ઝાડ પર લટકાવી દીધી હતી. જ્યારે અન્ય એક આરોપી છોટુ સામે આ બંને બહેનોની મિત્રતા આરોપીઓ સાથે કરાવવાનો આરોપ લાગ્યો છે. 

    બીજી તરફ, મૃતકોના પરિજનોએ દાવો કર્યો હતો કે, બંનેનું અપહરણ કરવામાં આવ્યું, ત્યારબાદ બળાત્કાર થયો અને પછી હત્યા કરીને મૃતદેહ ઝાડ સાથે લટકાવી દેવામાં આવ્યા હતા. પરિવારે છોટુ પર જ આરોપ મૂક્યો હતો. જે બાદ તેની ધરપકડ કરી તો સમગ્ર મામલો સામે આવી ગયો હતો અને બાકીના આરોપીઓ પણ ઝડપાઇ ગયા હતા. 

    પોલીસે જણાવ્યું કે અત્યાર સુધીમાં કુલ છ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જેમાં સોહેલ, જુનૈદ, હફીઝુર રહેમાન, કરીમુદ્દીન, આરિફ અને છોટુનો સમાવેશ થાય છે. સોહેલ અને જુનૈદે બંને સાથે બળાત્કાર કર્યો હતો, જ્યારે હફીઝુરે સગીર છોકરીઓની હત્યા કરવામાં અને આરિફ અને કરીમુદ્દીને લાશ ઠેકાણે કરી પુરાવાઓનો નાશ કરવામાં મદદ કરી હતી. છોટુએ આ આરોપીઓ સાથે બહેનોની ઓળખ કરાવી હતી. હાલ તમામ કસ્ટડીમાં છે. 

    પોલીસે એમ પણ જણાવ્યું હતું કે, આરોપીઓની ધરપકડ દરમિયાન અથડામણમાં ગોળીબાર પણ કરવો પડ્યો હતો, જેમાં જુનૈદ નામના આરોપીને પગમાં ગોળી વાગી હતી. પોલીસે જણાવ્યું કે, બંનેના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. તેમજ સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી પણ કરવામાં આવશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં