ઉત્તર પ્રદેશના મેરઠમાં (Meerut) એક કવિ સંમેલન (Kavi Sanmelan) દરમિયાન કવિ કુમાર વિશ્વાસે (Kumar Vishwas) કથિત રીતે બોલિવૂડ એક્ટર શત્રુઘ્ન સિંહાનું નામ લીધા વિના તેમના પરિવાર પર નિશાન સાધ્યું હતું. તેમનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. તેમણે અભિનેતા શત્રુઘ્ન સિંહાની (Shatrughan Sinha) પુત્રી અભિનેત્રી સોનાક્ષી સિંહાના (Sonakshi Sinha) લગ્ન પર કટાક્ષ કર્યો હતો. તેમણે કવિ સંમેલનમાં એવું નિવેદન આપ્યું કે તમારા બાળકોને રામાયણ (Ramayana) વાંચવાની ટેવ પાડો. નહીંતર એવું ન થાય કે ઘરનું નામ રામાયણ હોય અને તમારા ઘરમાંથી લક્ષ્મી કોઈ અન્ય લઈ જાય.
નોંધનીય છે કે કવિ સંમેલન દરમિયાન કુમાર વિશ્વાસે કરેલ નિવેદન સોશિયલ મીડિયા પર ઘણું વાયરલ થઇ રહ્યું છે. જેમાં તેમણે કહ્યું હતું કે, “તમારા બાળકોને સીતાજીની બહેનો વિશે જણાવો. ભગવાન રામના ભાઈઓના નામ અંગે જણાવો. હું એક સંકેતના માધ્યમથી એક વાત કહેવા માંગું છું જે સમજે તે તાળીઓથી વધાવી લે.” વિશ્વાસે આગળ કહ્યું, “એવું ન થવું જોઈએ કે તમારા ઘરનું નામ ‘રામાયણ’ હોય… અને તમારા ઘરની લક્ષ્મી કોઈ બીજું લઇ જાય.”
Sonakshi Sinha is happily married as per her choice, her family is happy, Husband & his family also happy..
— Veena Jain (@DrJain21) December 23, 2024
But Kumar Vishwas, Mukesh Khanna, Chintu, Pintu, Mintu.. From BJP IT cell are still hurt, couldn't able to digest it even after many days… 🤦♂️ #SonakshiSinha pic.twitter.com/jiY8UQ3qTC
નોંધનીય છે કે બોલીવુડના પ્રસિદ્ધ અભિનેતા શત્રુઘ્ન સિંહાના ઘરનું નામ ‘રામાયણ’ છે. તેમની પુત્રી સોનાક્ષી સિંહાએ ઝહીર ઇકબાલ એટલે કે મુસ્લિમ સમુદાયના વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે. આ લગ્ન દરમિયાન પણ શત્રુઘ્ન તથા સોનાક્ષીએ ઘણા વિવાદ અને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. આ સિવાય સોનાક્ષી સિંહા આ પહેલાં પણ રામાયણ મામલે વિવાદોમાં ઘેરાઈ ચૂકી છે. ત્યારે હવે કુમાર વિશ્વાસે આ મામલે નિવેદન આપતાં ફરી સોનાક્ષી વિવાદોમાં ઘેરાઈ છે.
KBCના પ્રશ્ન અંગે પણ થયો હતો વિવાદ
સપ્ટેમ્બર 2019માં સોનાક્ષી સિંહા અને સામાજિક કાર્યકર રૂમા દેવી અભિનેતા અમિતાભ બચ્ચનના લોકપ્રિય શો કોન બનેગા કરોડપતિમાં આવ્યા હતા. દરમિયાન હનુમાનજી સંજીવની બુટી કોના માટે લાવ્યા હતા એ પ્રશ્નનો જવાબ બંનેમાંથી કોઈને આવડ્યો નહોતો. આ મામલે સોનાક્ષી સિંહાએ ઘણી ટીકાઓનો સમાનો કરવો પડ્યો હતો.
તાજેતરમાં જ આ નિવેદન ફરીથી ચર્ચામાં આવ્યું જ્યારે વરિષ્ઠ અભિનેતા મુકેશ ખન્નાએ આ મામલે નિવેદન આપીને સોનાક્ષીના પાલન-પોષણ પર પ્રશ્ન ઉઠાવ્યા હતા. આ મામલે સોનાક્ષીએ તેમને જવાબ પણ આપ્યો હતો. જોકે સોશિયલ મીડિયા પર સમયાંતરે આ વિડીયો વાયરલ થતો હોય છે અને નેટીઝન્સ આ મામલે કમેન્ટ્સ પણ કરતા હોય છે.