Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમકોલકાતા RG કર હોસ્પિટલમાં રેગિંગ અને ‘થ્રેટ કલ્ચર’ ઉભું કરવા મામલે 59...

    કોલકાતા RG કર હોસ્પિટલમાં રેગિંગ અને ‘થ્રેટ કલ્ચર’ ઉભું કરવા મામલે 59 જણા સસ્પેન્ડ: 10 ડોક્ટર્સને હાંકી કઢાયા, 2ની ધરપકડ

    સસ્પેન્ડ કરાયેલા લોકો પર રેગિંગ, મની લોન્ડરિંગ, ‘થ્રેટ કલ્ચર’ ઉભું કરવા સહિતના આરોપો લાગેલા છે. જેમાં ડોક્ટર્સ, ઇન્ટર્નસ, હાઉસ સ્ટાફ અને વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

    - Advertisement -

    કોલકાતા બળાત્કાર-હત્યા (Kolkata Rape-Murder Case) મામલે ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. 9 ઓગસ્ટે કોલકાતાની RG કર મેડિકલ કોલેજ-હોસ્પિટલ (RG Kar Medical College and Hospital) ખાતે 31 વર્ષીય ટ્રેની ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાનું જઘન્ય કૃત્ય ઘટ્યા બાદ આ મામલે તાપાસ ચાલી રહી છે. જેના પગલે હોસ્પિટલમાંથી કુલ 59 જણાને સંપૂર્ણ અથવા સ્થાયી રૂપે સસ્પેન્ડ કર્યા હોવાનું સામે આવ્યું હતું. સસ્પેન્ડ કરાયેલા લોકો પર રેગિંગ, મની લોન્ડરિંગ, ‘થ્રેટ કલ્ચર’ ઉભું કરવા સહિતના આરોપો લાગેલા છે. જેમાં ડોક્ટર્સ, ઇન્ટર્નસ, હાઉસ સ્ટાફ અને વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

    RG કર મેડિકલ કોલેજમાં રેગિંગ સને ધમકી સહિતના મામલે તપાસ કરી રહેલ આંતરિક કાઉન્સિલે આ મામલે મહત્વનો નિર્ણય લીધો હતો. નિર્ણય પહેલા કાઉન્સિલની બેઠક પણ યોજાઈ હતી. મની લોન્ડરિંગ, રેગિંગ (Ragging) અને કોલેજમાં ‘થ્રેટ કલ્ચર'(Threat Culture) ઉભું કરવાના મામલે આરોપોની તપાસ બાદ આંતરિક પરિષદે સંસ્થામાંથી 10 ડોકટરોને હાંકી કાઢ્યા છે. ડોકટરો પર કોલેજમાં ભયજનક વાતાવરણ ઉભું કરવા સહિતના આરોપ છે.

    બેઠકમાં લેવાયો સામુહિક નિર્ણય

    આ બેઠક દરમિયાન ડોક્ટર્સ અને ઇન્ટર્નસના પ્રતિનિધિઓ સામેલ થયા હતા. આ દરમિયાન કોલેજ અન્ય વિદ્યાર્થીઓએ કોલેજમાં ઉભું કરવામાં આવેલા ‘થ્રેટ કલ્ચર’ માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. તથા ‘થ્રેટ કલ્ચર’ના 59 આરોપીઓ વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી. આ બાદ બેઠકમાં સામૂહિક નિર્ણય લેવાયો હતો. જે અનુસાર 10 ડોક્ટર્સને તાત્કાલિક પ્રભાવથી નિલંબિત કરવામાં આવ્યા છે. તથા અન્ય આરોપીઓ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે.

    - Advertisement -

    RG કર હોસ્પિટલ પ્રશાસને બધા આરોપીઓનું લિસ્ટ બહાર પાડ્યું હતું. જેમાં તેમના વિરુદ્ધ જુનિયર્સને ધમકીઓ આપવા અને કોલેજમાં ભયનો માહોલ ઉભું કરવાનો આરોપ છે. 9 ઓગસ્ટે મહિલા ડોકટર સાથે ઘટેલી ઘટના બાદ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી. જેનાથી કોલેજમાં ઉભું થયેલ ‘થ્રેટ કલ્ચર’ પર કાબૂ મેળવી શકાય.

    આ મામલે સસ્પેન્ડ થયેલા ડોક્ટરમાં અભિષેક સેન, આયુષી થાપા, નિરંજન બાગચી, શરીફ હસન, નિલાગ્ની દેબનાથ, અમરેન્દ્ર સિંઘ, સતપાલ સિંઘ, તનવીર અહમદ કાઝીનો સમાવેશ થાય છે. આ સિવાય 2 ડોક્ટર્સ  સૌરભ પાલ અને આશિષ પાંડેને પર સસ્પેન્ડ કરાયા છે જેમની CBIએ ધરપકડ પણ કરી હતી.

    આ ડોક્ટર્સને 72 કલાકમાં હોસ્ટેલ ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તથા તેમના માતા-પિતાને પણ નોટિસ મોકલવામાં આવશે. આ આરોપીઓના નામ રાજ્ય મેડિકલ કાઉન્સિલમાં મોકલવામાં આવશે. જેના પગલે તેમના રજીસ્ટ્રેશનની તપાસ અને રદ કરવાની પ્રક્રિયા શરૂ કરી શકાય. આ વ્યક્તિઓની તપાસ રેગિંગ, હાંકી કાઢવાની ધમકીઓ અને શૈક્ષણિક તોડફોડ સહિત શારીરિક અને માનસિક ઉત્પીડનની બહુવિધ ફરિયાદો દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી.

    આ ઉપરાંત કેટલાક વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો હતો કે તેઓને કોઈ ચોક્કસ રાજકીય પક્ષમાં જોડાવા માટે દબાણ કરવામાં આવ્યું હતું અને માર્ચ અને મીટિંગમાં ભાગ ન લેવા માટે હેરાન પણ કરવામાં આવ્યા હતા. આરોપીઓ હોસ્પિટલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ સાથે જોડાયેલા છે. આરોપ છે કે આરોપીઓ વિદ્યાર્થીઓને તેમની માંગણીઓ ન માને તો તેમને કાઢી મુકવાની કથિતપણે ધમકી પણ આપવામાં આવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં