Friday, September 20, 2024
More
    હોમપેજક્રાઈમકોલકાતા પોલીસે મહિલા ડૉક્ટરને RG કર બળાત્કાર અને હત્યા વિરુદ્ધ પોસ્ટ હટાવવા...

    કોલકાતા પોલીસે મહિલા ડૉક્ટરને RG કર બળાત્કાર અને હત્યા વિરુદ્ધ પોસ્ટ હટાવવા કર્યું દબાણ: કહ્યું- પોલીસ સ્ટેશન આવો મળવા, અન્ય કેટલાય નેટીઝન્સને પણ મળી નોટિસ

    15મી ઓગસ્ટે સાંજે લગભગ 7:30 વાગ્યે કોલકાતા પોલીસે તેના પાડોશમાં તેનું લોકેશન પૂછવાનું શરૂ કર્યું. પડોશીઓએ યુવા ડૉક્ટરની માતાને ફોન કરીને જાણ કરી કે 3-4 ગણવેશધારી પોલીસ અધિકારીઓ તેને શોધી રહ્યા છે.

    - Advertisement -

    કોલકાતા પોલીસે તે કરવાનું શરૂ કર્યું છે જે કરવા માટે તે જાણીતી છે – આરજી કર હોસ્પિટલના (RG Kar Hospital) ડૉક્ટરના ભયાનક બળાત્કાર અને હત્યા કેસ પર પ્રશ્નો ઉઠાવતા અવાજોને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. 16મી ઑગસ્ટ 2024ના રોજ સવારના સુમારે, આરજી કર હૉસ્પિટલમાં ડૉક્ટરની ભયાનક બળાત્કાર અને હત્યા સામે અવાજ ઉઠાવી રહેલા એક યુવા મહિલા ડૉક્ટરે પોસ્ટ કર્યું કે કોલકાતા પોલીસ તેના ઘરે આવી હતી અને તેને આ પોસ્ટ હટાવવા દબાણ કર્યું હતું. સાથે જ બીજા દિવસે બીજા દિવસે પોલીસ સ્ટેશનની મુલાકાત લેવા પણ કહ્યું હતું.

    યુવા મહિલા ડૉક્ટર, જે પોતાના X હેન્ડલ @epicnephrin_e પરથી પોસ્ટ કરે છે, તેમણે પોતાની સાથે ઘટેલી આ ઘટનાને X પર પોસ્ટ કરીને સૌ સામે મૂકી હતી.

    તેણે લખ્યું કે 15મી ઓગસ્ટે સાંજે લગભગ 7:30 વાગ્યે કોલકાતા પોલીસે તેના પાડોશમાં તેનું લોકેશન પૂછવાનું શરૂ કર્યું. પડોશીઓએ યુવા ડૉક્ટરની માતાને ફોન કરીને જાણ કરી કે 3-4 ગણવેશધારી પોલીસ અધિકારીઓ તેને શોધી રહ્યા છે. પોલીસ સૌને કહી રહી હતી કે તેમને મહિલા ડોક્ટરે કરેલી X પરની પોસ્ટ માટે તેની સાથે વાત કરવી છે.

    - Advertisement -

    તેણે આગળ લખ્યું, “તેઓ આખરે મારા ઘરે પહોંચ્યા અને મારા ભાઈ અને ભાભી ત્યાં હાજર હતા. મારા ભાઈએ મને કોલ કર્યો અને સ્પીકર પર મારી વાત કરવી. તેમણે મને કહ્યું કે ‘શું તમે બર્દવાન યુનિવર્સિટીના વિદ્યાર્થી વિશે પોસ્ટ કરી હતી?’ ‘શું તમે પોસ્ટની વિશ્વસનીયતા ચકાસી હતી?’ ‘કૃપા કરીને પોસ્ટ ડિલીટ કરો અને ચકાસણી કર્યા વિના વધુ માહિતી પોસ્ટ કરશો નહીં અને આવતીકાલે ટાઉન થાણામાં આવીને મળો’”.

    તેની X પોસ્ટમાં, યુવાન ડૉક્ટરે માહિતી આપી હતી કે તેના ભાઈએ હાથ જોડીને પોલીસને વિનંતી કરી હતી, અને તેમને જણાવ્યું હતું કે તેને સાથી ડૉક્ટરના ભયાનક બળાત્કાર અને હત્યાથી કેટલી અસર થઈ છે. તેણે કહ્યું કે, તેની માતા ગભરાઈને રડી રહી હતી.

    યુવાન ડૉક્ટર છેલ્લા કેટલાક દિવસોથી આરજી કર હોસ્પિટલ બળાત્કાર અને હત્યા કેસ વિશે પોસ્ટ કરી રહી છે અને તેના સાથી ડૉક્ટર માટે ન્યાયની માંગ કરી રહી છે, જેમની સાથે ભયાનક બર્બરતા આચરવામાં આવી હતી. જે બાદ કોલકાતા પોલીસે જે કર્યું એ વિશે હાલ નેટીઝન્સ ખૂબ ગુસ્સે ભરાયેલા છે. નોંધનીય છે કે આ સિવાય પણ અનેક X યુઝરને કોલકાતા પોલીસે નોટિસ પાઠવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં