Wednesday, February 26, 2025
More
    હોમપેજરાજકારણરદ કરી વિશ્વકર્મા પૂજાની રજા અને ઈદની રજાઓમાં કરી દીધો એક દિવસનો...

    રદ કરી વિશ્વકર્મા પૂજાની રજા અને ઈદની રજાઓમાં કરી દીધો એક દિવસનો વધારો: કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનની કરતૂત, વિરોધ બાદ લઈ લીધો યુ-ટર્ન

    માલવિયાએ કહ્યું કે, "આ નિર્ણય હિંદુઓને તેમના રીતિ-રિવાજોથી વંચિત રાખે છે. મમતા બેનર્જીની મુસ્લિમ તુષ્ટિકરણની નીતિ બંગાળના સામાજિક માળખાને નષ્ટ કરી રહી છે.

    - Advertisement -

    મંગળવારે (25 ફેબ્રુઆરી) કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશને (Kolkata Municipal Corporation) એક નોટિફિક્શન (Notification) જારી કરીને એલાન કર્યું હતું કે શાળાઓમાં વિશ્વકર્મા પૂજાની (Vishwakarma Puja) રજા રદ કરીને તેને ઈદની રજાઓમાં જોડી દેવામાં આવશે. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર ઘણો વિવાદ થયો અને આ હિંદુવિરોધી હરકતની ટીકા પણ ઘણી થઈ હતી. બીજી તરફ ભાજપે પણ પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કોલકાતાના મેયર ફિરહાદ હાકીમને ઘેર્યાં હતાં. ભારે વિરોધ વચ્ચે ત્યારબાદ કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશને યુ-ટર્ન લઈ લીધો હતો.

    ભાજપના અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને ‘ઇસ્લામી ખિલાફત’ ગણાવ્યાં અને ઉમેર્યું કે, OBC સબ-ક્વોટા હેઠળ મુસ્લિમોને સામેલ કરવા માટે અનામતમાં એક તરફી ઘટાડો કર્યા બાદ હવે TMC સરકારે પોતાની મુસ્લિમ વોટબેંકને ખુશ કરવા માટે ઈદની રજાઓને વધારવા વિશ્વકર્મા પૂજાની રજાને ખતમ કરી દીધી છે.

    અમિત માલવિયાએ વધુમાં લખ્યું છે કે, “મમતા બેનર્જીના સહયોગી અને સુહરાવર્દી ફિરહાદ હકીમે કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલોમાં વિશ્વકર્મા પૂજા માટેની રજા રદ કરવાનો આદેશ આપ્યો છે. તે રજા હિંદુઓ અને ખાસ કરીને OBC સમુદાય માટે ખૂબ મહત્વપૂર્ણ છે. આ રજા રદ કર્યા બાદ ઈદ-ઉલ-ફિત્રની રજામાં વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે તેની રજા એક દિવસથી વધીને બે દિવસ થઈ ગઈ છે.”

    - Advertisement -

    માલવિયાએ વધુમાં કહ્યું કે, “આનાથી ન માત્ર મમતા બેનર્જીની OBC વિરોધી માનસિકતા છતી થાય છે, પરંતુ તેમનો ભય પણ દેખાઈ આવે છે. તેમને ખબર છે કે જે મુસ્લિમ વોટબેંકને તેમણે ગ્રાન્ટેડ માની હતી, તે હવે ઘટી રહી છે. ગ્રેટર કોલકાતા વિસ્તારમાં પણ તેવું દેખાઈ રહ્યું છે. તેઓ એ નથી સમજતા કે મુસ્લિમોને વધારે રજા નહીં પણ શિક્ષણ અને રોજગારની જરૂર છે.”

    આગળ તેમણે ઉમેર્યું કે, “આ નિર્ણય હિંદુઓને તેમના રીતિ-રિવાજોથી વંચિત રાખે છે. મમતા બેનર્જીની મુસ્લિમ તુષ્ટિકરણની નીતિ બંગાળના સામાજિક માળખાને નષ્ટ કરી રહી છે. જો તેઓ સત્તામાં રહ્યાં તો થોડાં જ વર્ષોમાં તે ઓળખવું મુશ્કેલ બની જશે કે આપણું આ બંગાળ હવે ચૈતન્ય મહાપ્રભુ, ટાગોર, સ્વામી વિવેકાનંદ, નેતાજી અને શ્યામા પ્રસાદ મુખર્જીની ભૂમિ છે કે નહીં…”

    ભારે વિરોધ બાદ કોર્પોરેશને લીધો યુ-ટર્ન

    કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના નોટિફિકેશન બાદ હિંદુઓએ તેનો ખૂબ વિરોધ શરૂ કરી દીધો હતો. સ્થાનિક હિંદુ સંગઠનો અને ભાજપે પણ તેનો વિરોધ કર્યો હતો. વિવાદને વધતો જોઈને કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશને તે વિવાદાસ્પદ નોટિસ રદ કરી દીધી હતી અને ‘સ્પષ્ટતા’ પણ આપી હતી કે, તે નોટિસ સક્ષમ અધિકારીની મંજૂરી મેળવ્યા વગર જ જારી કરવામાં આવી હતી.

    સ્પષ્ટતામાં કહેવામાં આવ્યું છે કે, “હિન્દી માધ્યમ KMCP સ્કૂલો માટે રજાઓની યાદી સંબંધિત કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનની નોટિસ KMCના સક્ષમ અધિકારીઓની સહમતિ મેળવ્યા વગર જારી કરી દેવામાં આવી હતી.. મૂળ નોટિસ રદ કરવામાં આવી છે, કારણ કે, તે KMC પ્રશાસનની મંજૂરી વગર જારી કરવામાં આવી હતી. ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી છે અને આ ચૂક માટે જવાબદાર અધિકારી વિરુદ્ધ જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.” વધુમાં કહ્યું છે કે, રાજ્ય સરકારની રજાઓની યાદી અનુસાર સુધારેલો આદેશ જારી કરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં