કેનેડામાં (Canada) તાજેતરમાં જ ISKCON મંદિર પર ખાલિસ્તાનીઓએ (Khalistani) હુમલો કરી દીધો હતો. જે બાદ દુનિયાભરના હિંદુઓએ તે ઘટનાની ટીકા કરી હતી અને પ્રદર્શન પણ કર્યા હતા. તેમ છતાં કેનેડા તરફથી એ ઘટનાને લઈને કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. કેનેડાની તે ઘટના હજુ તો ચર્ચામાં જ છે, ત્યાં જ અમેરિકામાં બેસી રહેલા ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંઘ પન્નુએ (Gurpatwant Sigh Pannun) હિંદુઓના આસ્થાના કેન્દ્ર અયોધ્યા રામ મંદિરને (Ayodhya Ram Madnir) નિશાનો બનાવવાની ધમકી આપી છે.
પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસના ચીફ ગુરપતવંત સિંઘ પન્નુએ વિડીયો પોસ્ટ કર્યો હતો. તેણે વિડીયોમાં કહ્યું હતું કે, “16 અને 17 નવેમ્બરે અયોધ્યા રામ મંદિરમાં હિંસા થશે.” અહેવાલો અનુસાર પન્નુએ આ વિડીયો કેનેડાના બ્રૈમ્પટનમાં રેકોર્ડ કર્યો છે. ઉલ્લેખનીય છે કે બ્રૈમ્પટનમાં જ ISKCON મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો.
‼️OUTRAGEOUS: Khalistani terrorist Pannun threatens to attack Hindu 🇨🇦MP Chandra Arya, 🇮🇳 Indian diplomats on 16th & 17th November
— Sputnik India (@Sputnik_India) November 11, 2024
SFJ also threatened to target Ayodhya Ram Temple 👇 pic.twitter.com/KjkbRYkaPm
પન્નુએ આ વિડીયોમાં રામ મંદિર સાથે બીજા ઘણા હિંદુ મંદિરો અને ધાર્મિક સ્થળો પર હિંસા ભડકાવવાની ધમકી આપી હતી. તેણે વિડીયોમાં કહ્યું કે, “અમે હિંદુત્વની વિચારધારાના જન્મસ્થળ અયોધ્યાને હચમચાવી દઈશું.” આ વિડીયોમાં PM મોદીના અયોધ્યા મંદિરમાં પ્રાર્થના કરતા ફોટોસ પણ આપવામાં આવ્યા હતા.
ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત પન્નુએ કેનેડામાં રહેતા ભારતીયોને હિંદુ મંદિરો પરના ખાલિસ્તાની હુમલાઓથી દૂર રહેવાની ધમકી પણ આપી છે. વિડીયોમાં પન્નુએ કેનેડાના હિંદુ સાંસદ ચંદ્ર આર્યાને પણ ધમકી આપી હતી. તેણે કહ્યું હતું કે, “કેનેડા સાથે પ્રામાણિક રહો અથવા કેનેડા છોડી દો.” તેણે PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહ માટે કહ્યું હતું કે, “યાદ રાખો આ કેનેડા છે અયોધ્યા નહીં.”
નોંધનીય બાબત છે કે, ભારતમાંથી ફરાર ભાગેડુ પન્નુ અવારનવાર ભારત વિરુદ્ધ ઝેર ઓકતો રહે છે. તથા કેનેડામાં ભારતીય રાજદ્વારીઓ વિરુદ્ધ હિંસા ભડકાવવા ખાલિસ્તાનીઓને ઉશ્કેરતો હોય છે. પન્નુની SFJ અલગ શીખ રાજ્યના વિચારને પ્રોત્સાહન આપવાના હેતુથી વિવિધ ભારતવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ છે. પન્નુ સાંપ્રદાયિક સૌહાર્દને અસ્થિર કરવાના હેતુથી અનેક ઉશ્કેરણીજનક નિવેદનો પણ આપતો હોય છે.