પંજાબના પૂર્વ સાંસદ અને શિરોમણી અકાલી દળ (અમૃતસર)ના પ્રમુખ સિમરનજીત સિંઘ માને ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગના રણૌત વિશે અત્યંત અભદ્ર ટિપ્પણી કરી છે. ખેડૂત આંદોલન પર કંગનાએ કરેલી ટિપ્પણી પર જવાબ આપતી વખતે માને કહ્યું હતું કે, ‘કંગનાને રેપનો બહુ અનુભવ છે, તેઓ જ સમજાવશે કે તે કઈ રીતે થાય!’
ગુરુવારે (29 ઑગસ્ટ) મીડિયા સાથે વાતચીત દરમિયાન સિમરનજિત સિંઘ માને આ અપમાનજનક ટિપ્પણી કરી હતી. પત્રકારે જ્યારે તેમને કંગનાની ખેડૂત આંદોલન પરની ટિપ્પણી વિશે પૂછ્યું, જેમાં તેમણે કહ્યું હતું કે, આંદોલન દરમિયાન રેપની પણ ઘટનાઓ બની હતી, ત્યારે અકાલી દળ નેતાએ કહ્યું કે, “તમે તેમને (કંગના) પૂછી શકો કે રેપ કઈ રીતે થાય છે, જેથી લોકોને પણ સમજ પડી શકે. તેમને રેપનો ઘણો અનુભવ છે.”
‘Kangana Ranaut has experience of rape; you can ask her how it happened’
— Sensei Kraken Zero (@YearOfTheKraken) August 29, 2024
Absolutely shocking comment from Simranjeet Singh Mann, President of Shiromani Akali Dal (Amritsar) pic.twitter.com/0jTkq31hCJ
અકાલી દળ નેતાએ આગળ કહ્યું કે, “તમે સાયકલ ચલાવો તો સાયકલ ચલાવવાનો એક અનુભવ હોય છે. તેમને રેપનો અનુભવ છે.” આગળ જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેઓ કંગના રણૌતની વાત કરે છે, ત્યારે ફરી કહ્યું હતું કે તેઓ તેમની જ વાત કરી રહ્યા છે. આ નિવેદનનો સોશિયલ મીડિયા પર ખૂબ વિરોધ થઈ રહ્યો છે તો બીજી તરફ પંજાબ મહિલા આયોગે પણ સંજ્ઞાન લીધું છે.
It seems this country will never stop trivialising rape, today this senior politician compared getting raped to riding a bicycle no wonder rapes and violence against women for fun, is so deep rooted in the psyche of this patriarchal nation that it is casually used to tease or… pic.twitter.com/ZHHWPEXawq
— Kangana Ranaut (@KanganaTeam) August 29, 2024
પછીથી આ મામલે કંગનાએ પણ એક નિવેદન આપ્યું અને સાંસદને ફટકાર લગાવી હતી. તેમણે કહ્યું કે, “લાગે છે કે દેશ બળાત્કારને આ રીતે સામાન્ય બાબતમાં ખપાવી દેવાનું ક્યારેય બંધ નહીં કરે. આજે એક વરિષ્ઠ રાજકારણીએ બળાત્કારની તુલના સાયકલ ચલાવવા સાથે કરી નાખી. કોઇ આશ્ચર્યની વાત નથી કે મજા-મજા માટે મહિલાઓ વિરૂદ્ધ બળાત્કાર અને હિંસા જેવી બાબતો પિતૃસત્તાક માનસિકતામાં એટલાં મૂળિયાં જમાવી ચૂકી છે કે તેનો ઉપયોગ હવે મહિલાઓને ચીડવવા કે મજાક ઉડાવવા માટે થતો જાય છે, ભલે તે પછી એક હાઈપ્રોફાઈલ ફિલ્મમેકર કે રાજકારણી પણ કેમ ન હોય.”
નોંધનીય છે કે પોતાની આગામી ફિલ્મ ‘ઇમરજન્સી’ના પ્રમોશન દરમિયાન કંગના રણૌતે એક ઇન્ટરવ્યુમાં ખેડૂત આંદોલનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે સમજાવ્યું હતું કે કઈ રીતે કેન્દ્ર સરકારે કેસનું હેન્ડલિંગ કર્યું અને જેવું બાંગ્લાદેશમાં થયું તેવું ભારતમાં પણ થઈ શક્યું હોત. તેમણે કહ્યું હતું કે, લાશો લટકેલી જોવા મળી હતી અને રેપ પણ થતા હતા. 2020–21ના ખેડૂતોના આંદોલન સમયે કઈ રીતે ગુનાઓ આચરવામાં આવ્યા હતા તેની તેઓ વાત કરતાં હતાં. કંગનાની આ ટિપ્પણી બાદ તેમને ધમકીઓ મળવાની શરૂ થઈ ગઈ હતી.
વાત સિમરનજિત સિંઘ માનની કરવામાં આવે તો તે ખાલિસ્તાન ચળવળને સમર્થન આપવા માટે કુખ્યાત છે. 2022માં તેણે એક ઈન્ટરવ્યુ આપતી વખતે ખાલિસ્તાનની માંગને યોગ્ય ઠેરવી હતી. તેણે ઑપરેશન બ્લુસ્ટારના કારણે પોલીસની નોકરી છોડી હતી, જે ઑપરેશન ઇન્દિરા સરકારે ખાલિસ્તાની આતકવાદીઓને હરમંદિર સાહિબમાંથી તગેડવા માટે આરંભ્યું હતું. ભૂતકાળમાં અનેક વખત તેણે ખુલ્લેઆમ ખાલિસ્તાન ચળવળને સમર્થન આપ્યું છે.