Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંઘે મેળવી 1 લાખની લીડ, પંજાબની ખડૂર સાહિબ બેઠક...

    ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંઘે મેળવી 1 લાખની લીડ, પંજાબની ખડૂર સાહિબ બેઠક પર આગળ: જેલમાંથી લડી રહ્યો છે લોકસભા ચૂંટણી

    ‘વારિસ પંજાબ દે’ નામના ખાલિસ્તાન સમર્થક સંગઠનનો પ્રમુખ અમૃતપાલ સિંઘ છેલ્લા થોડા મહિનાઓથી આસામની દિબ્રુગઢ જેલમાં બંધ છે. તેની અને તેના અમુક સાથીદારોની સામે NSA હેઠળ કેસ ચાલી રહ્યા છે અને તમામને આસામમાં બંધ કરવામાં આવ્યા છે.

    - Advertisement -

    મંગળવારે (4 જૂન) લોકસભા ચૂંટણીનાં પરિણામો જાહેર કરવામાં આવી રહ્યાં છે. હજુ સુધી ચિત્ર સ્પષ્ટ થયું નથી, પરંતુ શરૂઆતના આંકડા પ્રમાણે NDA ગઠબંધન સરકાર બનાવશે. બીજી તરફ આ ચૂંટણીમાં અમુક અપસેટ પણ સર્જાયા છે. જેમકે, પંજાબની ખડૂર સાહિબ લોકસભા બેઠક પરથી ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર નહીં પણ અપક્ષ ઉમેદવાર આગળ છે અને આ ઉમેદવાર બીજો કોઇ નહીં પણ ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંઘ છે, જે જેલમાંથી ચૂંટણી લડી રહ્યો છે. 

    બપોરે 1:15 વાગ્યાની પરિસ્થિતિ પ્રમાણે, ખડૂર સાહિબ બેઠક પરથી અમૃતપાલ 1 લાખ 18 હજાર મતથી આગળ ચાલી રહ્યો છે. બીજા ક્રમે કૉંગ્રેસ ઉમેદવાર કુલબીર સિંઘ ઝીરા છે. ભાજપ તરફથી અહીંથી મનજીત સિંઘ મન્ના લડી રહ્યા છે. જેઓ ચોથા ક્રમે છે. એટલે કે અમૃતપાલ સિંઘ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પાર્ટીના ઉમેદવારો કરતાં આગળ છે. જો ટ્રેન્ડ ન બદલાયા તો બની શકે કે અહીંથી તે જીત પણ મેળવી લે. 

    આસામની જેલમાં બંધ છે અમૃતપાલ સિંઘ

    ‘વારિસ પંજાબ દે’ નામના ખાલિસ્તાન સમર્થક સંગઠનનો પ્રમુખ અમૃતપાલ સિંઘ છેલ્લા થોડા મહિનાઓથી આસામની દિબ્રુગઢ જેલમાં બંધ છે. તેની અને તેના અમુક સાથીદારોની સામે NSA હેઠળ કેસ ચાલી રહ્યા છે અને તમામને આસામમાં બંધ કરવામાં આવ્યા છે. તેણે જેલમાંથી ચૂંટણીમાં ઉમેદવારી કરી હતી અને પ્રચાર માટે પણ કોઇ છૂટછાટ મળી ન હતી. તે અપક્ષ ઉમેદવાર છે. 

    - Advertisement -

    અમૃતપાલ સિંઘનું નામ ફેબ્રુઆરી-માર્ચ 2023માં દેશભરમાં ચગ્યું હતું. અજનાલામાં પોલીસે તેના એક સાગરીત સામે કેસ નોંધીને તેની ધરપકડ કરતાં 23 ફેબ્રુઆરી, 2023ના રોજ અમૃતપાલ તેના હજારો સમર્થકોને લઈને પોલીસ મથકે ઘૂસી ગયો હતો અને સાથીદારને છોડાવી લાવ્યો હતો. પોલીસ મથકે ટોળાએ ઉત્પાત મચાવ્યો હતો અને ત્યારબાદ આખા દેશમાં મુદ્દો બન્યો હતો. 

    29 વર્ષીય અમૃતપાલ સિંઘ ખાલિસ્તાન સમર્થક સંગઠન ‘વારિસ પંજાબ દે’નો પ્રમુખ છે. આ સંગઠન એક્ટર અને ‘એક્ટિવિસ્ટ’ દીપ સિદ્ધુએ સ્થાપ્યું હતું. એ જ દીપ સિદ્ધુ જે 26 જાન્યુઆરી 2021ના દિવસે લાલ કિલ્લા પર થયેલી ધમાલમાં મુખ્ય આરોપી હતો અને જેણે ખેડૂત આંદોલનો દરમિયાન પણ મોટો ભાગ ભજવ્યો હતો. અમૃતપાલ ખાલિસ્તાની આતંકવાદી જરનૈલ સિંઘ ભિંડરાંવાલેનો સમર્થક છે અને ખાલિસ્તાનની વિચારધારાને પ્રોત્સાહન આપે છે. 

    ફેબ્રુઆરીના આ કાંડ બાદ અમૃતપાલ ફરાર થઈ ગયો હતો અને પંજાબ પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ દિવસો સુધી તેને શોધતી રહી. 36 દિવસ બાદ તે પંજાબના મોગામાંથી પકડાયો હતો. ત્યારબાદ તેને આસામ લઇ જવામાં આવ્યો, જ્યાં હાલ રાખવામાં આવ્યો છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં