Saturday, January 11, 2025
More
    હોમપેજક્રાઈમકેરળમાં 18 વર્ષીય કિશોરીની ફરિયાદ- 5 વર્ષમાં 60થી વધુ લોકોએ યૌન શોષણ...

    કેરળમાં 18 વર્ષીય કિશોરીની ફરિયાદ- 5 વર્ષમાં 60થી વધુ લોકોએ યૌન શોષણ કર્યું.. ફરિયાદ બાદ 6ની ધરપકડ

    આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે મહિલા સમાક્યા નામની એક સ્થાનિક બિનસરકારી સંસ્થા સાથે યુવતીનો સંપર્ક થયો. આ સંસ્થા પીડિતાના વિસ્તારમાં સ્ત્રી વિરુદ્ધના અપરાધો સામે જાગૃતિ ફેલાવવા માટે કાર્ય કરી રહી હતી.

    - Advertisement -

    કેરળના (Kerala) પતનમતિટ્ટાની એક 18 વર્ષીય કિશોરીએ ફરિયાદ કરી કે છેલ્લાં 5 વર્ષમાં 60થી વધુ લોકોએ તેનું યૌન શોષણ કર્યું છે. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ચાઈલ્ડ વેલફેર કમિટીની (CWC) ફરિયાદ પર પોલીસે 10થી વધુ લોકોની અટકાયત અને 6 લોકોની ધરપકડ કરી છે. પીડિત યુવતી હાલ 18 વર્ષની છે અને તેની ફરિયાદ છે કે તે 13 વર્ષની હતી ત્યારથી તેનું યૌન શોષણ થતું આવ્યું છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે મહિલા સમાક્યા નામની એક સ્થાનિક બિનસરકારી સંસ્થા સાથે યુવતીનો સંપર્ક થયો. આ સંસ્થા પીડિતાના વિસ્તારમાં સ્ત્રી વિરુદ્ધના અપરાધો સામે જાગૃતિ ફેલાવવા માટે કાર્ય કરી રહી હતી. આ દરમિયાન તેના કાર્યકર્તાઓ પીડિતાના સંપર્કમાં આવ્યા હતા. પીડિતાએ તેમને જણાવ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષમાં તે કેટલી ભયાવહ પરિસ્થિતિમાંથી પસાર થઈ છે. સંસ્થાએ તેની આપવીતી સાંભળીને CWDને ફરિયાદ કરી. બાદમાં કમિટી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી.

    ફરિયાદ બાદ 10ની અટકાયત 6ની ધરપકડ

    આ ફરિયાદ બાદ પતનમતિટ્ટા પોલીસે FIR દાખલ કરીને 6 લોકોની ધરપકડ કરી છે. આ સિવાય પોલીસે આપેલી માહિતી અનુસાર આ મામલે અન્ય 10 લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. હાલ આ તમામની પૂછપરછ કરવામાં આવી રહી છે. બીજી તરફ કાર્યવાહી દરમિયાન CWCએ દલિત પીડિતાનું કાઉન્સલિંગ કરીને મનોચિકિત્સકની મદદ લીધી. આ દરમિયાન પીડિતાએ જણાવ્યું કે તે જ્યારે માત્ર 13 વર્ષની હતી ત્યારે તેની સાથે આ બધું શરૂ થયું. તેના જણાવ્યા અનુસાર તેના એક પાડોશીએ તેની સાથે અશ્લીલ સામગ્રી શેર કરી હતી.

    - Advertisement -

    માત્ર પાડોશમાં જ નહીં, બાળકી જ્યારે શાળામાં હતી ત્યારે પણ તે યૌન શોષણનો ભોગ બની હતી. તેણે ખુલાસો કર્યો હતો કે, તેને ત્યાં પણ અશ્લીલ હરકતોનો સામનો કરવો પડ્યો. કાઉન્સલિંગ દરમિયાન તેણે જણાવ્યું કે તેની શાળામાં સ્પોર્ટ્સ એક્ટિવીટીમાં ટ્રેનિંગ સેશન દરમિયાન પણ તેનું યૌન શોષણ કરવામાં આવ્યું. આ દરમિયાન તેના કેટલાક આપત્તિજનક વિડીયો પણ ફરતા થઈ ગયા હતા જેનાથી તે સાવ ભાંગી પડી હતી.

    આ મામલે CWC કેરળના પતનમતિટ્ટા જિલ્લાના અધ્યક્ષ એન રાજીવે જણાવ્યું હતું કે, બાળકી તે સમયે આઠમાં ધોરણમાં ભણતી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી, એટલે કે લગભગ 5 વર્ષથી તેનું યૌન શોષણ થતું આવ્યું છે. તે શાળાના સમયમાં રમત-ગમતમાં ખૂબ જ સક્રિય હતી, પરંતુ ત્યાં પણ તે દુર્વ્યવહારનો શિકાર બની હતી. હવે CWC તેની સંભાળ રાખશે. CWCના જણાવ્યા અનુસાર આ મામલો ખૂબ જ ગંભીર છે અને હાલ સંસ્થા જ બાળકીને સુરક્ષા પૂરી પાડશે. બીજી તરફ પતનમતિટ્ટા પોલીસે પણ આ મામલે જણાવ્યું છે કે, અત્યાર સુધી 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર બાળકીનું વિસ્તૃત નિવેદન નોંધવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં