Tuesday, October 8, 2024
More
    હોમપેજદેશયોગી સરકારે વક્ફના ગેરકાયદેસર કબજામાંથી કડા ધામની જમીન છોડાવી: 1945થી ચાલી રહેલા...

    યોગી સરકારે વક્ફના ગેરકાયદેસર કબજામાંથી કડા ધામની જમીન છોડાવી: 1945થી ચાલી રહેલા કેસનો આવ્યો અંત, 96 વીઘા જમીન સત્તાવાર રીતે પરત મેળવી

    ઉલ્લેખનીય છે કે વક્ફ બોર્ડ પાસે કોઈ પણ સંપત્તિ જપ્ત કરવા માટે રહેલી અસીમિત શક્તિઓને માર્યાદિત કરવા માટે જ કેન્દ્ર સરકારે વક્ફ સુધારણા બિલ રજૂ કર્યું હતું. જે અંગે સમગ્ર દેશમાંથી લગભગ 1 કરોડ લોકોએ પોતાના અભિપ્રાયો સંયુક્ત સંસદીય સમિતિને મોકલ્યા હતા.

    - Advertisement -

    તાજેતરમાં કેન્દ્ર સરકારે વક્ફ સુધારણા બિલ (Waqf Amendment Bill 2024) માટે દેશભરમાંથી અભિપ્રાયો મંગાવ્યા હતા. ત્યારે વક્ફ બોર્ડે કબજે કરેલ સંપત્તિ અંગે ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) મુખ્યમંત્રી આદિત્યનાથ યોગી (Adityanath Yogi) સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો જે બિલ માટેની ચર્ચામાં ઉદાહરણ બની શકે છે. ઉત્તર પ્રદેશના કૌશામ્બી (Kaushambi) જિલ્લામાં વર્ષોથી ચાલી રહેલ એક મોટા વિવાદનું નિવારણ આવ્યું હતું. જેમાં હિંદુઓના સુપ્રસિદ્ધ કડા ધામ (Kada Dham Mandir) મંદિર સ્થિત 96 વીઘા જમીન વહીવટીતંત્રે વક્ફ બોર્ડના (Waqf Board) કબજામાંથી છોડાવી હતી.

    ઉલ્લેખનીય છે કે આ કેસમાં ઘણા લાંબા સમયથી કોર્ટની કાયવાહી ચાલી રહી હતી. આખરે કોર્ટની સુનાવણી અને કાયદાકીય કાર્યવાહી બાદ વક્ફ બોર્ડે ગેરકાયદે કબજે કરેલી જમીન યોગી સરકારે આ જમીન ગ્રામ સમાજના નામે નોંધી હતી. આ નિર્ણય બાદ સરકારી વકીલે કુલ 6 મુદ્દાઓ પર સરકારને સૂચનો મોકલ્યા હતા. જેમાંથી મોટાભાગના સૂચનોનો સરકારે સ્વીકાર કર્યો હતો.

    મહત્વની બાબત એ છે કે આ જમીન પર અલાઉદ્દીન ખીલજીના નામે દાવો કરવામાં આવ્યો હતો. તથા મુસ્લિમ સમુદાયના લોકો આ જમીન પર કબજો કરીને બેઠેલા હતા. કૌશામ્બી જિલ્લાના કડા ધામ રહેવાસી સૈયદ નિયાઝ અશરફ અલીએ આ અલાઉદ્દીન ખિલજીના શાસન દરમિયાન ખ્વાજા કડક શાહના નામે માફીનામામાં નોંધાયેલી હોવાનો દાવો કરીને જમીન પર કબજો જમાવ્યો હતો.

    - Advertisement -

    1945થી ચાલતો હતો કેસ

    અહેવાલો અનુસાર સ્થાનિક રહેવાસી નિયાઝ અશરફે 1945માં દીવાની અદાલતમાં આ જમીન પર દાવો કર્યો હતો. તથા અલાઉદ્દીન ખીલજીના નામે આ જમીનને વક્ફ સંપતિ તરીકે જાહેર કરવાની માંગ કરી હતી. આ મામલે લાંબા સમય સુધી સુનાવણી ચાલી હતી. પરંતુ કોર્ટે આ જમીનને વક્ફ સંપતિ ઘોષિત કરવા માટે ઇનકાર કરી દીધો હતો.

    વર્ષ 1974માં ફરીથી કરી અરજી

    કોર્ટના આદેશ બાદ વર્ષ 1952માં સત્તાવાર રીતે આ જમીન ગ્રામ સમાજના નામે નોંધવામાં આવી હતી. આ નિર્ણય આવ્યા બાદ લગભગ 26 વર્ષ પછી 1974માં નિયાઝ અશરફે ફરીથી આ જમીન પર દાવો ઠોકી બેસાડ્યો હતો. ફરીથી કોર્ટમાં અરજી કરી આ જમીનને વક્ફ સંપત્તિ ઘોષિત કરવા માટે માંગ કરી હતી. જો કે બીજી વખત પણ કોર્ટે નિયાઝ અશરફનો દાવો ફગાવી દીધો હતો.

    1979માં જમીન વક્ફના નામે જાહેર થઇ

    બે વખતે કોર્ટે દાવો નકાર્યા બાદ પણ આ જમીન પર કબજો જમાવવા માટે વર્ષ 1979માં બીજો એક દાવ ખેલવામાં આવ્યો હતો. વર્ષ 1979માં તત્કાલિન એકત્રીકરણ અધિકારીએ આ જમીનને વક્ફ મિલકત તરીકે જાહેર કરી હતી. આ નિર્ણયથી નારાજ સ્થાનિકોએ નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. ત્યારપછી મામલાની સુનાવણી ADM પાસે શરૂ થઇ હતી.

    હાઇકોર્ટે પુરાવા તપાસ્યા બાદ દાવા નકાર્યા

    હાઈકોર્ટે આ મામલે સુનાવણી કરવાનો આદેશ ADMને આપ્યો હતો. ત્યારબાદ કૌશામ્બી જિલ્લાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (ADM જ્યુડિશિયલ) ડો.વિશ્રામને સુનાવણી માટે અને નિર્ણય લેવા આદેશ આપ્યો હતો. કેસની સુનાવણી દરમિયાન બંને પક્ષો પાસેથી પુરાવા મંગાવ્યા હતા. ADMને સુનાવણીમાં વક્ફ મિલકત સંબંધિત રેકોર્ડ ખોટા જણાયા હતા.

    ઉપરાંત વક્ફ કે નિયાઝ અશરફ આ દાવાની તરફેણમાં કોઈ પુરાવા દાખલ કરી શક્યા નહોતા. આખરે 2 ડિસેમ્બર 2022ના રોજ ADMએ વક્ફ બોર્ડે જબરન કબજે કરેલી જમીનની નોંધણી ફરીથી ગ્રામસભામાં કરવાનો આદેશ આપ્યો હતો. સરકારી વકીલે આ સમગ્ર કેસની સુનાવણીથી લઈને નિર્ણય સુધીનો રિપોર્ટ સરકારને મોકલી આપ્યો હતા.

    જો કે સરકારને સમગ્ર કાયદાકીય ઔપચારિક પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં લગભગ દોઢ વર્ષ જેવો સમયગાળો લાગ્યો હતો. આખરે 2024 માં, વહીવટીતંત્રે તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી અને વક્ફ બોર્ડના કબજામાંથી જમીન મુક્ત કરાવી લીધી. તથા ફરીથી સત્તાવાર રીતે જમીનની નોંધણી ગ્રામ સમાજના નામે કરી હતી.

    આ મામલે જિલ્લા સરકારના વકીલ શિવમૂર્તિ દ્વિવેદીએ જણાવ્યું હતું કે, “વક્ફ બોર્ડે કડા ધામમાં લગભગ 96 વીઘા જમીન પર ખોટી રીતે કબજો જમાવ્યો હતો. હવે આ જમીન સરકારી ખાતામાં નોંધાઈ છે. સરકારે કાર્યવાહી અંગે મોકલેલા સૂચનોનો સ્વીકાર કર્યો છે. હવે કૌશામ્બીની કાર્યવાહી રાજ્યના અન્ય જિલ્લાઓમાં ઉદાહરણ બની શકે છે.”

    ઉલ્લેખનીય છે કે વક્ફ બોર્ડ પાસે કોઈ પણ સંપત્તિ જપ્ત કરવા માટે રહેલી અસીમિત શક્તિઓને માર્યાદિત કરવા માટે જ કેન્દ્ર સરકારે વક્ફ સુધારણા બિલ રજૂ કર્યું હતું. જે અંગે સમગ્ર દેશમાંથી લગભગ 1 કરોડ લોકોએ પોતાના અભિપ્રાયો સંયુક્ત સંસદીય સમિતિને મોકલ્યા હતા.

    યોગી સરકારનો અન્ય એક મહત્વનો નિર્ણય

    આ સિવાય પણ યોગી સરકારે એક મહત્વનો નિર્ણય લીધો હતો. જ્યુસ, દાળ અને રોટલી જેવા ખાદ્ય પદાર્થોમાં માનવ કચરો ભેળવવા મામલે યોગી સરકારે મહત્વનો નિર્ણય લીધો હતો. ઢાબા/રેસ્ટોરાં અને ખાણીપીણીની સંસ્થાઓની સઘન તપાસ કરવામાં આવશે. ઉપરાંત, સંસ્થાઓમાં કામ કરતા દરેક કર્મચારીનું પોલીસ વેરીફિકેશન કરવાનો નિર્ણય લેવાયો છે.

    ઓપરેટરો, માલિકો, મેનેજરો વગેરેના નામ અને સરનામા ઢાબા અને રેસ્ટોરાં પર સ્પષ્ટપણે દર્શાવવા માટે નિર્ણય લીધો હતો. ખાદ્ય પદાર્થોની શુદ્ધતા અને પવિત્રતા સુનિશ્ચિત કરવા માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટમાં જરૂરી સુધારા કરવા સૂચના આપવામાં આવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં