રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયા લાલની ઘાતકી હત્યાના વિરોધમાં ફેસબુક પર પોસ્ટ કરવા બદલ મુંબઈની સગીર છોકરીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. 30 વર્ષીય આરોપી ફૈયાઝ કાશ્મીરનો રહેવાસી છે. જમ્મુ-કાશ્મીરના બડગામથી 9 જુલાઈએ તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીને 3 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે.
A person was apprehended from Jammu and Kashmir’s Budgam after he allegedly gave a death threat to a minor girl after she posted a video on social media expressing her views on the killing of Kanhaiya Kumar in Udaipur. Accused sent to 3-day police remand: Mumbai Police pic.twitter.com/Zo7yrQG80B
— ANI (@ANI) July 11, 2022
દક્ષિણ મુંબઈના ગિરગાંવની એક 16 વર્ષની છોકરીએ થોડા દિવસો પહેલા કન્હૈયા લાલની હત્યાના વિરોધમાં પોતાની ફેસબુક વોલ પર પોસ્ટ કરી હતી. આ પછી, તેને 1 જુલાઈના રોજ મોડી રાત્રે ત્રણ નંબરો પરથી કોલ અને વોટ્સએપ મેસેજ આવ્યા હતા. મુંબઈની સગીર છોકરીને ફોન કરનારાઓએ કન્હૈયા લાલને ટેકો આપવા બદલ તેને જાનથી મારી નાખવાની ધમકીઓ અને અભદ્ર ગાળો આપી હતી. જે બાદ અમુક કલાકો સુધી આમ કોલિંગ અને મેસેજિંગની ચાલુ જ રહ્યા હતા. જે બાદ યુવતીના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. છોકરીના પિતાની ફરિયાદ પર, વીપી રોડ પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 506(2) અને 509 હેઠળ કેસ નોંધ્યો હતો.
આરોપી ફૈયાઝને 9 જુલાઈની સાંજે મુંબઈ લાવવામાં આવ્યો હતો. અહીં તેને સોમવારે (11 જુલાઈ 2022) ના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ મામલે વધુ તપાસ ચાલુ છે.
ગત મહિને ઉદયપુરમાં કરાઇ હતી કન્હૈયાલાલની ઘાતકી હત્યા
નોંધનીય છે કે કન્હૈયા લાલની 28 જૂને રાજસ્થાનના ઉદયપુરમાં તેની દુકાનમાં સોશિયલ મીડિયા પર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માને સમર્થન કરતી પોસ્ટ શેર કરવા બદલ હત્યા કરવામાં આવી હતી. આના લગભગ એક અઠવાડિયા પહેલા એટલે કે 22 જૂને મહારાષ્ટ્રના અમરાવતી શહેરમાં આ કારણોસર કેમિસ્ટ ઉમેશ કોલ્હેની હત્યા કરવામાં આવી હતી.