Friday, October 18, 2024
More
    હોમપેજદેશકોંગ્રેસના ઘોષણાપત્ર પર કરી પોસ્ટ તો ટ્વિટર યુઝરને ઘરેથી ઉઠાવી લઇ ગઈ...

    કોંગ્રેસના ઘોષણાપત્ર પર કરી પોસ્ટ તો ટ્વિટર યુઝરને ઘરેથી ઉઠાવી લઇ ગઈ કર્ણાટક પોલીસ, ભાજપનો વિરોધ, કહ્યું- આ સત્તાનો દુરુપયોગ, લડત આપીશું

    ધરપકડ બાદ ભારતીય જનતા પાર્ટી પણ સક્રિય થઈ છે અને તમામ પ્રકારની મદદ પૂરી પાડવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે. ભાજપ યુવા મોરચા અધ્યક્ષ અને બેંગ્લોરથી સાંસદ તેજસ્વી સૂર્યાએ એક પોસ્ટમાં લખ્યું કે, કર્ણાટક કોંગ્રેસ સરકાર સત્તાનો દુરુપયોગ કરી રહી છે. અમે કોર્ટમાં પણ અને બહાર પણ, લડત આપીશું. 

    - Advertisement -

    કોંગ્રેસ શાસિત કર્ણાટક રાજ્યની પોલીસે શુક્રવારે (18 મે) ગોવાથી એક જાણીતા X યુઝરની ધરપકડ કરી લીધી. ‘BhikuMhatre’ (@MumbaichaDon) હેન્ડલ ધરાવતા આ યુઝર સામે બેંગ્લોરના સાયબર ક્રાઇમ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. તેમણે કોંગ્રેસના લોકસભા ચૂંટણી 2024ના ઘોષણાપત્ર પર ટિપ્પણી કરતી પોસ્ટ X પર કરી હતી, જે મામલે FIR થઈ હોવાનું જાણવા મળ્યું છે. 

    ઑપઇન્ડિયા પાસે FIRની નકલ ઉપલબ્ધ છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે બેંગલોરના એક વ્યક્તિની લેખિત ફરિયાદ પર આ ગુનો નોંધાયો છે. જેમાં IT એક્ટની કલમ 66(C) અને IPCની કલમ 153A લગાવવામાં આવી છે. બેંગ્લોરના સાયબર ક્રાઈમ પોલીસ મથકે 29 એપ્રિલ, 2024ના રોજ FIR દાખલ કરવામાં આવી હતી. 

    ફરિયાદમાં ટ્વિટર યુઝરની એક X પોસ્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે 22 એપ્રિલના રોજ કરવામાં આવી હતી. @MumbaichaDonના X અકાઉન્ટ પરથી કોંગ્રેસ મેનિફેસ્ટોને લઈને લખવામાં આવ્યું હતું કે, ‘જેઓ દલીલ કરતા હોય કે કૉંગ્રેસ મેનિફેસ્ટોમાં ‘મુસ્લિમો’નો વિશેષપણે ઉલ્લેખ નથી અને SC/STનો પણ ઉલ્લેખ છે, તેમના મોઢે આ મારો.’ 

    - Advertisement -

    FIRમાં ફરિયાદીને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, આરોપી વ્યક્તિએ કોંગ્રેસ પાર્ટીને બદનામ કરવા માટે અને હિંદુ-મુસ્લિમ સમુદાયો વચ્ચે વૈમનસ્ય સર્જાય અને સમાજમાં અશાંતિ ફેલાય તેવા બદઇરાદે આ પોસ્ટ કરી છે, જેથી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ફરિયાદમાં માત્ર એક જ પોસ્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

    કર્ણાટક પોલીસે FIR દાખલ કર્યા બાદ શુક્રવારે (18 મે) ‘BhikuMhatre’એ X પર એક પોસ્ટ પણ કરી હતી, જેમાં ટ્વિટરે તેમને મોકલેલી લીગલ નોટિસનો સ્ક્રીનશૉટ હતો. જેમાં ટ્વિટરે તેમને જણાવ્યું હતું કે બેંગ્લોરના મૅજિસ્ટ્રેટ તરફથી કોર્ટનો આદેશ મળ્યો છે અને જેમાં તેમના અકાઉન્ટ વિશેની વિગતો માંગવામાં આવી છે. આ નોટિસ પોસ્ટ કરીને યુઝરે લખ્યું હતું કે, “કોંગ્રેસ સત્ય બોલવા બદલ મને ધમકાવવા માંગે છે. પરંતુ હું પણ કોઇ પણ અન્યાય સામે લડવા માટે તૈયાર છું અને જો તેઓ કોર્ટમાં પણ જાય તોપણ હું ન્યાયિક લડત લડીશ, કારણ કે મેં ક્યારેય પણ કશું સાંપ્રદાયિક કે કોમવાદી લખ્યું નથી.”આ પોસ્ટ કર્યાના થોડા જ કલાકોમાં તેમની ધરપકડ કરી લેવામાં આવી. 

    ધરપકડ બાદ ભારતીય જનતા પાર્ટી પણ સક્રિય થઈ છે અને તમામ પ્રકારની મદદ પૂરી પાડવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે. ભાજપ યુવા મોરચા અધ્યક્ષ અને બેંગ્લોરથી સાંસદ તેજસ્વી સૂર્યાએ એક પોસ્ટમાં લખ્યું કે, કર્ણાટક કોંગ્રેસ સરકાર સત્તાનો દુરુપયોગ કરી રહી છે. અમે કોર્ટમાં પણ અને બહાર પણ, લડત આપીશું. 

    ભાજપ IT સેલ હેડ અમિત માલવિયાએ એક પોસ્ટ કરીને લખ્યું કે, “કર્ણાટક પોલીસે @MumbaichaDonની ગોવાથી ધરપકડ કરી છે. અમે તેમના પરિવારના સંપર્કમાં છીએ અને તમામ પ્રકારની કાયદાકીય મદદ પુરી પાડી રહ્યા છીએ. કોંગ્રેસે અરાજકતા ફેલાવી દીધી છે અને તેઓ કાયમ અસહમતિ પ્રત્યે અસહિષ્ણુ રહ્યા છે. પરંતુ હવે દેશમાં વધુ એક ઇમરજન્સી લાગુ નહીં થાય.”

    આ સિવાય સોશિયલ મીડિયા પર પણ યુઝરો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને એક પોસ્ટના કારણે ધરપકડ કરી લેનાર કોંગ્રેસ સરકારને પ્રશ્નો કરી રહ્યા છે. લોકો કહે છે કે કોંગ્રેસ કાયમ ‘લોકતંત્ર જોખમમાં’ હોવાની અને ભાજપ અને મોદી તાનાશાહ હોવાની બૂમો પાડતી રહે છે પણ બીજી તરફ પોસ્ટના કારણે લોકોની ધરપકડ કરી રહી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં