Friday, November 22, 2024
More
    હોમપેજદેશપત્રકાર અજીત ભારતીના ઘરે પહોંચી કર્ણાટક પોલીસ, UP પોલીસ આવીને પોતાની સાથે...

    પત્રકાર અજીત ભારતીના ઘરે પહોંચી કર્ણાટક પોલીસ, UP પોલીસ આવીને પોતાની સાથે લઇ ગઈ: રાહુલ ગાંધી પર બનાવેલા વિડીયો બાબતે કોંગ્રેસશાસિત રાજ્યમાં નોંધાઈ હતી ફરિયાદ

    અજીત ભારતીએ સ્થાનિક પોલીસને કોલ કરતા યુપી પોલીસની બે ગાડી આવી અને કર્ણાટક પોલીસને પોતાની સાથે લઇ ગઈ હતી

    - Advertisement -

    ઉત્તરપ્રદેશના નોઇડાથી એક સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં પત્રકાર અજીત ભારતીના ઘરે કર્ણાટક પોલીસ પહોંચી હતી. તાજી જાણકારી મુજબ હાલ યુપી પોલીસ કર્ણાટકના પોલીસ અધિકારીઓને પોતાની સાથે લઇ ગઈ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે કોંગ્રેસશાસિત રાજ્યની પોલીસ હિંદુવાદી પત્રકારની ધરપકડ કરવા માટે આવી હતી.

    ગુરુવારે બપોરે લગભગ 2:30 વાગ્યા આસપાસ સમાચાર આવ્યા કે પત્રકાર અજીત ભારતીના ઘર પર કર્ણાટક પોલીસ એક ગાડી લઈને પોતાના અધિકારીઓ સાથે પહોંચી હતી. સામે આવેલ વિડીયોમાં ઘરના પહેલા માળે ભારતી તેમના પરિવાર સાથે જોવા મળી રહ્યા છે. અને તેમના ઘરની સામે જ કર્ણાટક પોલીસ પોતાની ગાડી સાથે આવી પહોંચેલ જોવા મળી રહેલ છે.

    જે બાદ અજીત ભારતીએ સ્થાનિક પોલીસને કોલ કરતા યુપી પોલીસની બે ગાડી આવી અને કર્ણાટક પોલીસને પોતાની સાથે લઇ ગઈ હતી. બાદમાં અજીત ભારતીએ ખુદ આ બાબતે X પર પોસ્ટ કરીને જાણકારી આપી હતી અને ત્વરિત કાર્યવાહી બદલ ઉત્તરપ્રદેશ પોલીસનો આભાર માન્યો હતો.

    - Advertisement -

    પોતાની પોસ્ટમાં તેઓએ લખ્યું “લગભગ 2 વાગ્યે, ત્રણ યુવાનો પોતાને કર્ણાટક પોલીસ કહેતા મારા ઘરની નીચે આવ્યા અને કહ્યું કે તેઓ નોટિસ આપવા આવ્યા છે. મેં પૂછ્યું કે તમે નોઇડા પોલીસને જાણ કરી? તેણે કહ્યું કે સ્થાનિક પોલીસ સ્ટેશન કયું છે? મેં તરત જ સ્થાનિક પોલીસ અધિકારીને જાણ કરી અને થોડી વારમાં યુપી પોલીસના બે વાહનો આવ્યા. તેમણે બેંગ્લોરથી આવેલા યુવકો સાથે વાત કરી અને પછી તેમને પોતાની સાથે લઈ ગયા.” અંતમાં તેઓએ આ ત્વરિત કાર્યવાહી માટે યુપી પોલીસનો આભાર પણ માન્યો હતો.

    નોંધનીય છે કે થોડા દિવસો પહેલા જ રાહુલ ગાંધી પર બનાવવામાં આવેલ એક વિડીયો બાબતે ‘ફેક ન્યૂઝ’નું નામ લઈને કૉંગ્રેસશાસિત રાજ્ય કર્ણાટકમાં પત્રકાર અજીત ભારતી સામે એક FIR નોંધવામાં આવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં