Monday, April 21, 2025
More
    હોમપેજદેશકર્ણાટકની ટ્રાયલ કોર્ટે સુપ્રીમ કોર્ટના એવા નિર્ણયો ટાંક્યા જેનું નથી કોઈ અસ્તિત્વ:...

    કર્ણાટકની ટ્રાયલ કોર્ટે સુપ્રીમ કોર્ટના એવા નિર્ણયો ટાંક્યા જેનું નથી કોઈ અસ્તિત્વ: હાઇકોર્ટે આપ્યો ન્યાયાધીશ વિરુદ્ધ તપાસનો આદેશ

    આ મામલો સન્માન કેપિટલ લિમિટેડ સાથે સંબંધિત છે, જે એક નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની છે. કંપનીએ 25 નવેમ્બર, 2024ના રોજ આપેલા ટ્રાયલ કોર્ટના આદેશને હાઇકોર્ટમાં પડકાર્યો હતો.

    - Advertisement -

    ઘણીવાર એવું બનતું હોય છે કે નીચલી અદાલતોમાં ચુકાદા આપતી વખતે ન્યાયાધીશો સુપ્રીમ કોર્ટ કે હાઇકોર્ટે આપેલા કોઈક નિણર્ય કે ચુકાદાના હવાલા આપતા હોય છે. પરંતુ તાજેતરમાં જ કર્ણાટકની ટ્રાયલ કોર્ટના (Karnataka Trial Court) જજે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના (Supreme Court Judgment) એવા નિર્ણયોનો હવાલો આપ્યો છે જે સુપ્રીમ કોર્ટે ક્યારેય આપ્યા જ નથી.

    કર્ણાટક હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટના જજ સામે તપાસનો આદેશ આપ્યો છે. ન્યાયાધીશ પર આરોપ છે કે તેમણે તેમના આદેશમાં એવા નિર્ણયો ટાંક્યા છે, જે વાસ્તવમાં ક્યારેય સુપ્રીમ કોર્ટ કે અન્ય કોઈ કોર્ટમાં આપવામાં જ નથી આવ્યા. ન્યાયાધીશ આર. દેવદાસે કહ્યું કે સિટી સિવિલ કોર્ટના ન્યાયાધીશે બે એવા ચુકાદાઓનો ઉલ્લેખ કર્યો છે જે કોર્ટના રેકોર્ડમાં હાજર જ નથી.

    મુખ્ય ન્યાયાધીશ સમક્ષ મુકાશે આદેશ

    જસ્ટિસ આર દેવદાસે કહ્યું, “વધુ ચિંતાજનક બાબત એ છે કે સિટી સિવિલ કોર્ટના ન્યાયાધીશે બે એવા ચુકાદા ટાંક્યા છે જેનો નિર્ણય સુપ્રીમ કોર્ટ કે અન્ય કોઈ કોર્ટ દ્વારા ક્યારેય લેવામાં આવ્યો નથી.” તેમણે કહ્યું હતું કે, “ન્યાયાધીશના આ કૃત્ય માટે વધુ તપાસ અને કાયદા અનુસાર યોગ્ય કાર્યવાહીની જરૂર પડશે.” તેમણે કહ્યું હતું કે, “જજ સામે વધુ કાર્યવાહી માટે આ આદેશની એક નકલ માનનીય મુખ્ય ન્યાયાધીશ સમક્ષ મૂકવામાં આવશે.”

    - Advertisement -

    આ મામલો સન્માન કેપિટલ લિમિટેડ સાથે સંબંધિત છે, જે એક નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની છે. કંપનીએ 25 નવેમ્બર, 2024ના રોજ આપેલા ટ્રાયલ કોર્ટના આદેશને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. મંત્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડે દાખલ કરેલ કેસ પાછો ખેંચવાની તેમની અરજીને ટ્રાયલ કોર્ટે ફગાવી દીધી હતી. અરજદારોએ દાવો કર્યો હતો કે ટ્રાયલ કોર્ટે ત્રણ ન્યાયિક નિર્ણયોનો ઉલ્લેખ કર્યો હતો જે વાસ્તવમાં ક્યારેય આપવામાં જ નથી આવ્યા.

    અરજદાર વતી હાજર વરિષ્ઠ વકીલ પ્રભુલિંગ કે. નવદગીએ કહ્યું હતું કે, “ચુકાદામાં સુપ્રીમ કોર્ટના એવા આદેશોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે અસ્તિત્વમાં નથી… જો આવા અસ્તિત્વમાં ન હોય તેવા ચુકાદાઓ પર આધાર રાખવામાં આવે તો તે ખરેખર દુઃખદ સ્થિતિ છે… ક્યારેક AIએ શોધી આપેલા સંશોધન… આવા ખોટા નિષ્કર્ષ તરફ દોરી જાય છે”.

    આ 3 ચુકાદાઓનો ઉલ્લેખ

    આદેશમાં જે ચુકાદાઓનો ઉલ્લેખ હતો તે આ મુજબ છે.

    1. M/s. Jalan Trading Co., Pvt. Ltd., Vs Millenium Telecom Ltd. Civil Appeal No.5860/2010 (Hon’ble Supreme Court)
    2. M/s. Kvalrner Cimentation India Ltd., Vs M/s, Achil Builders Pvt. Ltd., Civil Appeal No.6074/2018 (Hon’ble Supreme Court)
    3. M/s. S.K.Gopal Vs M/s. UNI Deritend Ltd., (CS (Comm) 1114/2016 (Hon’ble Delhi High Court)

    અરજીમાં દાવો કર્યો હતો કે ઉપરોક્ત નિર્મિત ચુકાદો એકમાત્ર આધાર અને તર્ક છે જેના આધારે ટ્રાયલ કોર્ટે તેમની દલીલને નકારી કાઢી હતી કે દાવો વાણિજ્યિક વિવાદ સાથે સંબંધિત છે અને વાણિજ્યિક કોર્ટના અધિકારક્ષેત્રમાં છે.

    કોર્ટે કહ્યું વિનંતીનો થવો જોઈતો હતો સ્વીકાર

    કોર્ટે ચુકાદો આપ્યો કે દાવો પરત કરવાની પ્રતિવાદીઓની વિનંતી અનેક કારણોસર મંજૂર થવી જોઈતી હતી. કોર્ટે જણાવ્યું હતું કે વાદીઓએ શરૂઆતમાં વાણિજ્યિક દાવો દાખલ કર્યો હતો પરંતુ સિવિલ કોર્ટમાં ફરીથી ફાઇલ કરવાની કોર્ટની પરવાનગી વિના તેને પાછો ખેંચી લીધો હતો. બીજું કારણ કોર્ટે ગણાવ્યું હતું કે ફક્ત તે વાદીઓ જેમને પ્રતિવાદીઓ તરફથી માંગણી નોટિસ મળી હતી તેમને ફરિયાદ હતી, છતાં દાવામાં એવી સંસ્થાઓનો સમાવેશ થતો હતો જેમને કોઈ નોટિસ જારી કરવામાં આવી ન હતી.

    કોર્ટે આની ટીકા કરી હતી કે આ યોગ્ય અધિકારક્ષેત્ર વિના કોર્ટમાં કેસ દાખલ કરવાનો પ્રયાસ છે. કોર્ટે સિવિલ પ્રોસિજર કોડના ઓર્ડર VII નિયમ 10 હેઠળ પ્રતિવાદીઓની અરજીને મંજૂરી આપી, દાવો પરત કર્યો હતો. જોકે, કોર્ટે વાદીઓને 9મા વધારાના શહેર સિવિલ અને સત્ર ન્યાયાધીશ, બેંગલુરુ સમક્ષ નિયમ 10A(2) હેઠળ અરજી કરવાનો વિકલ્પ આપ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં