કર્ણાટકના હાવેરી જિલ્લામાં મંગળવારે (14 માર્ચ, 2023) હિન્દુ સંગઠનો દ્વારા કાઢવામાં આવેલી રેલીમાં વિવાદ થયો હતો. આ દરમિયાન પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. મુસ્લિમ સમુદાયના કેટલાક લોકોએ આરોપ લગાવ્યો છે કે તેમની મસ્જિદો અને ઘરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. આ ઘટનામાં હિન્દુ સંગઠન સાથે સંકળાયેલા 20થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. હાવેરી એ મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇનો ગૃહ જિલ્લો છે. તો આ ઘટનામાં એકતરફી પત્રકારિતા કરીને હાવેરી વિવાદમાં વામપંથી મીડીયાએ હિંદુઓને ‘બદમાશ’ કહ્યા હતા.
આ સમગ્ર મામલે વામપંથી મીડિયા સંસ્થાઓએ એકતરફી રીપોર્ટીંગ કર્યું. હાવેરી વિવાદમાં મીડીયાએ હિંદુઓને તમામ અહેવાલોમાં હુમલાખોર તરીકે વર્ણવવામાં આવ્યા હતા. ધ વાયર’ જેવી સંસ્થાઓએ આરોપીત હિંદુ પક્ષને ‘બદમાશ’ શબ્દથી સંબોધન કર્યું હતું. ‘બદમાશો’ શબ્દની બરાબર નીચે લાગેલા પ્રોફાઇલ ફોટોમાં ભગવા રંગના જંડા બતાવવામાં આવ્યાં હતા. હાવેરી વિવાદમાં આ વામપંથી મીડીયાએ હિંદુઓને વખોડવાનો એક પણ મોકો છોડ્યો ન હતો.
પોતાને પત્રકાર કહેવા વાળા મોહમ્મદ તનવીરે હિંસા કરવા વાળા લોકોને “હિંદુ ભીડ” કહી હતી.
આ સમગ્ર મામલે ઓપઇન્ડિયાએ આરોપીત પક્ષનો સંપર્ક કર્યો હતો. તેઓએ અમને જણાવ્યું કે 14 માર્ચે થયેલા આ વિવાદનું કારણ લાંબા સમય સુધી કરવામાં આવેલી એકપક્ષીય કાર્યવાહી અને પ્રતાડના છે. કર્ણાટકના હિન્દુ સંગઠનોએ પણ મીડિયા અહેવાલોને “એકતરફી રિપોર્ટિંગ” ગણાવ્યા હતા. સુરક્ષાના કારણોસર અમે માહિતી પ્રદાન કરનારી વ્યક્તિઓના નામ જાહેર કરી રહ્યા નથી.
મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં હિન્દુ સંગઠનોનો પ્રવેશ નહીં
14 માર્ચની શોભાયાત્રામાં સામેલ હિન્દુ સંગઠન સાથે સંકળાયેલા કેટલાક લોકોએ ઓપઇન્ડિયા સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ ઝઘડાનું મુખ્ય કારણ મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા તેમના પ્રભાવવાળા વિસ્તારમાં જતા તેમના દ્વારા કાઢવામાં આવેલી શોભાયાત્રાને અટકાવવાનું હતું. અમને કહેવામાં આવ્યું હતું કે જે વિસ્તારમાં હિંસા થઈ છે તે રેટ્ટીહેલ્લી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે. અહીં મુસ્લિમ વસ્તી લગભગ 40 ટકા હોવાનું કહેવામાં આવ્યું હતું. રેટ્ટીહેલ્લીમાં એક ટીપુનગર છે, જેનું નામ ટીપુ સુલતાનના નામ પરથી રાખવામાં આવ્યું છે. ઘટનાને એક તરફી હવા આપીને હાવેરી વિવાદમાં મીડીયાએ હિંદુઓને ઘેરવાની કોશિશ કરી હતી.
અમને કહેવામાં આવ્યું હતું કે આ જ વિસ્તારમાં આવેલા કોટાઓન વિસ્તારમાં, જ્યાં લગભગ 70% મુસ્લિમ વસ્તી છે, ત્યાં હિન્દુ સંગઠનોને રેલી કાઢતા સતત રોકવામાં આવ્યા હતા.
પહેલા ધાર્મિક યાત્રા રોકતા હતા, હવે દેશભક્તિથી પણ તકલીફ
ઓપઇન્ડિયા સાથે વાત કરતા શોભાયાત્રામાં સામેલ એક વ્યક્તિએ જણાવ્યું હતું કે તેઓ કોઇ ધાર્મિક સરઘસ નહોતા કાઢી રહ્યા. 14મીએ નીકળેલી આ શોભાયાત્રા કર્ણાટકના બલિદાન આપનાર ક્રાંતિકારી સાંગોલી રાયન્નાની હતી, જેમણે અંગ્રેજો સામે આઝાદીની લડાઈ લડી હતી. સ્થાનિકોએ અમને જણાવ્યું હતું કે રાયન્નાને બ્રિટિશરો મારફતે ભારતીય દેશદ્રોહીઓના બાતમીદારી કરવાના કારણે ફાંસી આપવામાં આવી હતી. આ શોભાયાત્રામાં સામેલ વ્યક્તિએ જણાવ્યું હતું કે 9 માર્ચે રેટ્ટીહેલીની અંદર એક ચોક પર ક્રાંતિકારી રાયન્નાની પ્રતિમા સ્થાપિત થવાની હતી, પરંતુ તે દિવસે મુસ્લિમ જૂથે તેમને યાત્રા કોટેઓની તરફ જતા અટકાવ્યા હોવાથી તે શક્ય બની શક્યું નહીં.
રાયન્ના હિન્દુ ક્રાંતિકારી, પ્રેમ ફક્ત ટીપુ સુલતાનથી
ઓપઇન્ડિયા સાથે વાત કરતા શોભાયાત્રામાં સામેલ વ્યક્તિએ જણાવ્યું હતું કે, “અમને મુસ્લિમો દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ ક્રાંતિકારી રાયન્ના હિન્દુ છે, તેથી અમે વિરોધ કરીશું. અમારી સાથેની વાતચીત દરમિયાન એવો દાવો કરવામાં આવ્યો હતો કે, રાયન્નાની પ્રતિમા સામે મુસ્લિમ પક્ષ ટીપુ-ટીપુના નારા લગાવી રહ્યો હતો. એવો દાવો કરવામાં આવ્યો હતો કે 9 માર્ચ, 2023 ના રોજ જ્યારે હિન્દુ પક્ષ કોટેઓની વિસ્તારમાંથી પસાર થયો હતો, ત્યારે મુસ્લિમ પક્ષે તેમને રોકવા માટે તેમના હાથમાં પથ્થરો અને લોખંડના સળિયા રાખ્યા હતા. જોકે, પોલીસે દરમિયાનગીરી કરતાં વિવાદ વધ્યો ન હતો. જોકે, એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, શોભાયાત્રા રોકનારાઓની પાછળ મહિલાઓ પણ ઉભી હતી.
અમને મોકલવામાં આવેલા એક વીડિયોમાં અમને જણાવવામાં આવ્યું કે જે વિસ્તારમાં ક્રાંતિકારી રાયન્નાની યાત્રાને રોકવામાં આવી હતી, ત્યાં મુસ્લિમ સમાજના લોકો જાહેરમાં પોતાના ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરે છે. વીડિયોમાં આખા રસ્તા પર ભીડ જોવા મળી રહી છે અને અનેક મોટી મ્યુઝિક સિસ્ટમ લગાવીને કેટલીક જાહેરાત કરવામાં આવી રહી છે. આ વીડિયોમાં ઉશ્કેરણીજનક નિવેદનો પણ આપવામાં આવી રહ્યા છે, જેના પર ભીડ બૂમો પાડતી અને સમર્થન કરતી જોવા મળી રહી છે. આ વીડિયો ડિસેમ્બર 2022નો હોવાનું કહેવાય છે.
પોલીસે પહેલા કોઈ કાર્યવાહી કરી ન હતી
ક્રાંતિકારી રાયન્નાની પ્રતિમા લઈને નીકળેલી શોભાયાત્રામાં સામેલ વ્યક્તિએ અમને જણાવ્યું હતું કે, 9 માર્ચના રોજ, જ્યારે મુસ્લિમ પક્ષના 100 જેટલા લોકોએ તેમનો રસ્તો રોક્યો હતો, ત્યારે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. જો કે પોલીસ પર આ મામલે કોઇ કાર્યવાહી ન કરવાનો અને ફરિયાદને ગંભીરતાથી ન લેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અમને 9 માર્ચની ઘટનાનો વીડિયો મળ્યો. આ વીડિયોમાં ઉશ્કેરાયેલું ટોળું પોલીસની સામે જ બેરિકેડ તોડતું જોવા મળી રહ્યું છે.
9 માર્ચના જ અન્ય એક વીડિયોમાં એક ટોળું પોલીસની સામે સૂત્રોચ્ચાર કરતું જોવા મળી રહ્યું છે.
હિન્દુ કાર્યકરો ફરી ક્રાંતિકારીની પ્રતિમા લઈને નીકળ્યા
9 માર્ચે કાસીમ અને મુમ્મું દ્વારા ક્રાંતિકારી રાયન્નાની મૂર્તિ સ્થાપિત કરતા અટકાવવામાં આવ્યાં બાદ અને પોલીસ તરફથી કોઈ પણ જાતની કાર્યવાહી ન થયાં બાદ 5 દિવસ પછી 14 માર્ચ 2023ના રોજ હિંદુ સંગઠનો ફરી એ જ મૂર્તિ લઈને નીકળ્યાં હતા. દાવો કરવામાં આવ્યો છે કે આ યાત્રામાં પણ 9 માર્ચની જેમ જ પોલીસ પરવાનગી લેવામાં આવી હતી. આ રેલીમાં શામેલ એક વ્યક્તિએ દાવો કર્યો હતો કે 14 માર્ચની રેલીમાં ભારે પોલીસ બંદોબસ્ત હતો. પણ તે દિવસે મુસ્લિમ પક્ષના લોકો દુરથી “આઓ-આઓ” ની બુમો સાથે હાથના ઈશારા કરીને ઉશ્કેરી રહ્યાં હતા.
અમને જણાવવામાં આવ્યું હતું કે આ પછી રેલીમાં આવેલા લોકો ઉશ્કેરાઈ ગયા હતા, જોકે સ્થળ પર હાજર પોલીસે પેઈસ્થીતી વણસે તે પહેલા કાબુ મેળવી લીધો હતો. સ્થાનિકોએ જણાવ્યાં અનુસાર મુસ્લિમ પક્ષનું નેતૃત્વ કરવા વાળા વ્યક્તિનું નામ કાસીમ કાઝી અને અમ્મુ કાઝી છે જે બન્ને સગ્ગા ભાઈ છે, કાસીમ વેલ્ડીંગનું કામ કરે છે.
અત્યાર સુધીમાં હિંદુ સંગઠનના 31 લોકોની ધરપકડ
હાવેરી જિલ્લાના સ્થાનિક રહેવાસીઓ અને હિન્દુ સંગઠન સાથે સંકળાયેલા લોકોએ અમને જણાવ્યું હતું કે પોલીસે અત્યાર સુધીમાં હિન્દુ સંગઠન સાથે સંકળાયેલા કુલ 31 લોકોની ધરપકડ કરી છે. આ 31 લોકોમાંથી કેટલાકને જામીન મળી ગયા છે. હિન્દુ સંગઠનોના લોકોએ અમને તેમ પણ જણાવ્યું કે આ હિંસામાં સમગ્ર કાર્યવાહી એકતરફી હતી અને 9 અને 14 માર્ચની ઘટનામાં મુસ્લિમ સંગઠન સાથે સંકળાયેલું કોઈ પકડાયું ન હતું.
ડિસેમ્બર 2022 માં RSSના કાર્યકરોને માર મારવામાં આવ્યો હતો.
સ્થાનિક હિન્દુ સંગઠન સાથે સંકળાયેલા લોકોએ અમને જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના ત્રણ કાર્યકરોને ડિસેમ્બર 2022 માં તે જ જગ્યાએ ખરાબ રીતે માર મારવામાં આવ્યો હતો જ્યાં ક્રાંતિકારી સંગોલી રાયન્નાની શોભાયાત્રાને રોકવામાં આવી હતી. જાણકારી મુજબ આરએસએસના આ કાર્યકર્તાઓ પથ સંચલન પહેલા આ વિસ્તારનો રૂટ મેપ જોવા માટે ગયા હતા. એવો દાવો કરવામાં આવે છે કે કાર્યકરોની મારપીટને કારણે એક પીડિત હજી પણ સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ શક્યા નથી.
સ્થાનિકોનું કહેવું છે કે આ કેસમાં પણ પોલીસે હુમલાખોરો સામે કોઈ નક્કર કાર્યવાહી કરી નથી. અમને આ ઘટનાનો વીડિયો પણ મોકલવામાં આવ્યો હતો. વીડિયોમાં પોલીસની સામે જ સંઘ કાર્યકર્તાઓને ભીડ નિર્દયતાથી માર મારતા નજરે પડી રહ્યું છે. વીડિયોમાં આરએસએસના કાર્યકર્તાઓને ચીસો પાડતા સાંભળી શકાય છે.
ભૂતકાળમાં પણ ધાર્મિક યાત્રાઓમાં વિક્ષેપો ઉભા કરવામાં આવ્યાં હતા
હાવેરીના એક સ્થાનિકે ઓપઇન્ડિયાને જણાવ્યું હતું કે ડિસેમ્બર 2022 માં RSS કાર્યકર્તાઓ પર હુમલો, 9 માર્ચ, 2023 ના રોજ રેલીમાં વિક્ષેપ વગેરે જેવી ઘટનાઓ પહેલા પણ અનેક વાર હિંદુ કાર્યક્રમોમાં વિક્ષેપો ઉભા કરવામાં આવ્યાં છે. અમને કહેવામાં આવ્યું હતું કે અગાઉ ગણપતિ વિસર્જન દરમિયાન શ્રદ્ધાળુઓ પર પણ અનેક વખત પથ્થરમારો કરવામાં આવ્યો છે, જેના કારણે કોમી તંગદિલી ફેલાઈ હતી. પોતાને બે તરફી મારથી પીડિત આ વ્યક્તિએ અમને જણાવ્યું કે હિંસાની આ ઘટનાઓ બાદ પોલીસ પણ હિન્દુ સંગઠનના લોકો પર પોતાનો ગુસ્સો ઠાલવે છે.
તમામ મીડિયા રિપોર્ટ્સમાં જે મસ્જિદનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે મસ્જિદને રેટ્ટીહેલીની જામિયા મસ્જિદ તરીકે ઓળખવામાં આવે છે. શોભાયાત્રામાં સામેલ એક વ્યક્તિએ ઓપઇન્ડિયાને જણાવ્યું હતું કે મુસ્લિમ સમુદાયના ડઝનેક લોકો ઘણીવાર જામિયા મસ્જિદની આસપાસ એકઠા થાય છે અને છોકરીઓની છેડતી કરે છે અને તેમનો એવો પણ દાવો છે કે જામિયા મસ્જિદની જગ્યાએ ઘણા સમય પહેલા હિન્દુ મંદિર હતું.
આ દાવાની તપાસ થાય તેવી પણ માંગ ઉઠી હતી. અમારી સાથે વાતચીત દરમિયાન સ્થાનિકોએ હાવેરીને ‘લેન્ડ જેહાદ’ અને ‘લવ જેહાદ’થી ગંભીર રીતે પ્રભાવિત ગણાવ્યા હતા. અમને એ પણ જાણકારી આપવામાં આવી હતી કે આ વિસ્તારમાં મુસ્લિમોની વસ્તી પહેલા એટલી બધી નહોતી. જો કે, તેમની પાસે વસ્તી કેવી રીતે વધી તેનો જવાબ નહોતો.
કોંગ્રેસીઓ અમને ફસાવીને જેલમાં મોકલવા માગે છે.
આ શોભાયાત્રામાં શામેલ લોકોએ ઓપઇન્ડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ ઘટનાના દિવસે કોંગ્રેસ પાર્ટીના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા હાવેરીથી માત્ર થોડા કિલોમીટર દૂર હાજર હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે 14 માર્ચની ઘટનામાં હિન્દુઓ પર એકપક્ષીય કાર્યવાહી પાછળ સિદ્ધારમૈયા અને કોંગ્રેસના અન્ય નેતાઓનો હાથ હતો. અમને જણાવવામાં આવ્યું હતું કે આ જ દબાણને કારણે આવા લોકોના નામ પણ FIRમાં સામેલ કરવામાં આવ્યા છે, જેઓ ઘટના સમયે હાજર નહોતા.
આ સિવાય પોતાના પુત્રને નિર્દોષ હોવાનો દાવો કરી રહેલી એક મહિલાનો વીડિયો પણ ઓપઇન્ડિયાને મોકલવામાં આવ્યો હતો.
હિન્દુઓ ક્યાં સુધી પક્ષપાતી અત્યાચારો સહન કરશે: VHP
કર્ણાટકના વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના કેટલાક પદાધિકારીઓએ પણ ઓપઇન્ડિયા સાથે વાત કરી હતી. અને જણાવ્યું હતું કે આ વિવાદનું કારણ મુસ્લિમોએ ક્રાંતિકારીના માનમાં સરઘસ અટકાવ્યું તે જ હતું. VHPના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે ઓપઇન્ડિયા સાથે વાત કરતા હાવેરીમાં થયેલા આ ઝઘડાને કટ્ટરપંથી સમૂહો દ્વારા હિન્દુઓ પર લાંબા સમયથી ચાલી રહેલા અત્યાચારનું પરિણામ ગણાવ્યું હતું.
પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે
આ મામલે વાત કરતા હાવેરી જિલ્લાના પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, રેલીમાં સામેલ 100 જેટલા લોકોએ તોડફોડ અને પથ્થરમારો કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
Stone pelted a mosque, few homes & vehicles in Haveri’s Rattihalli. Cops have confirmed that a group of about 100 people took a detour from the rally they were part of & indulged in the stone pelting, about 15 arrested and investigation is on.
— Deepak Bopanna (@dpkBopanna) March 14, 2023
Dr Shivakumar, SP Haveri 👇🏼 pic.twitter.com/2FUdwctbkV
હાલ હાવેરીમાં સ્થિતિ શાંતિપૂર્ણ છે. જનજીવન સામાન્ય છે. કર્ણાટક પોલીસ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.