કર્ણાટકમાં દલિત યુવકને ધમકાવીને ગૌમાંસ ખવડાવી જબરદસ્તી ધર્માંતરણ કરીને ઇસ્લામ કબુલ કરાવવાના આરોપમાં હુબલી પોલીસે મુસ્લિમ મૌલાવી સહીત 12 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. માંડ્યા જીલ્લાના યાદવનહ્લ્લીના રહેવાસી શ્રીધર ગંગાધરે નવા નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને આરોપ લગાવ્યો છે કે કટ્ટરવાદીઓએ તેને ખતના કરાવવા મજબુર કરીને જબરદસ્તી તેનું ધર્માંતરણ કરાવ્યું હતું.
મળતા અહેવાલો અનુસાર માંડ્યાના રહેવાસી અત્તાવર રહેમાન, બેંગલુરુના અઝીબ, નયાઝ પાશા, નદીમ ખાન, અંસાર પાશા, સૈયદ દસ્તગીર, મોહમ્મદ ઈકબાલ, રફીક, શબ્બીર, ખાલિદ, શકીલ અને અલ્તાફને શ્રીધર દ્વારા આરોપી તરીકે ઓળખવામાં આવ્યા હતા. શનિવારે નોંધાયેલી ફરિયાદ મુજબ, આરોપી પીડિત દલિત યુવકને બેંગલુરુ લાવ્યો હતો. બાદમાં તેને બનશંકરીની મસ્જિદમાં ગોંધી રાખવામાં આવ્યો હતો. આ પછી કટ્ટરવાદીઓએ તેને ઇસ્લામિક કલમા પઢાવવાનું શરૂ કર્યું હતું.
Dalit man Shridhar Gangadhar from Mandya #Karnataka forcibly converted to #Islam, circumcised n forced to eat beef.
— Legal Rights Observatory- LRO (@LegalLro) September 26, 2022
12 booked in the case. Reactions from @ambedkariteIND @DalitRights @_discreetmind @INCSCDept @Dr_Uditraj @EqualityLabs @surajyengde eagerly awaited! @RamdasAthawale pic.twitter.com/aFEkNbGUu1
અહેવાલોમાં જણાવ્યાં અનુસાર પીડિત દલિત યુવકની ફરિયાદ મુજબ આરોપી શ્રીધરને ઘણાં લાંબા સમયથી પ્રતાડિત કરતો હતો અને તેને ગૌમાંસ ખાવા માટે દબાણ કરતો હતો. પીડિત દલિત યુવકને ખતના પછી શારીરિક તકલીફો ખુબ વધી ગઈ હતી, જેમાં રક્તસ્રાવ અને ફોલ્લાઓ સાથે પીડાદાયક ઘા તેના માટે અસહ્ય બની ગયા હતા.
પીડિત દલિત યુવકે પોતાની વ્યથા જણાવતા કહ્યું હતું કે “તેઓ મને ઇસ્લામનો પ્રચાર કરવા માટે આંધ્રપ્રદેશના તિરુપતિની એક મસ્જિદમાં લઈ ગયા હતા ત્યાર બાદ મુસ્લિમ કટ્ટરવાદીઓએ મને એફિડેવિટ પર હસ્તાક્ષર કરવા દબાણ કર્યું કે મે સ્વેચ્છાએ ધર્માંતરણ કર્યું હતું, ત્યાર બાદ તે લોકોએ મને દર વર્ષે ત્રણ લોકોને ઇસ્લામમાં ધર્માંતરણ કરાવવાનો ટાર્ગેટ પણ આપ્યો હતો.”
मंडयार, कर्णाटक के दलित युवक का जबरन धर्मांतरण, खतना किया गया, बीफ खिलाया।
— P.N.Rai (@PNRai1) September 25, 2022
उतना ही नहीं, 3 अन्य को धर्मांतरित करने का टारगेट भी दिया गया।https://t.co/Dan010wl5J pic.twitter.com/MVGtGQSlri
દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ કટ્ટરવાદીઓએ પીડિત યુવકને જબરદસ્તી બંદુક પકડાવીને તેના ફોટા પાડયા હતાં, ત્યાર બાદ તેના ખાતામાં 35000 રૂપિયા પણ નાખવામાં આવ્યા હતા. આરોપીઓએ પીડીતને કહ્યું હતું કે જો તે પ્રતિકાર કરવાની કોશિશ કરશે તો તેઓ આ ફોટા અને બેંક સ્ટેટમેન્ટ દેખાડીને તેણે આતંકવાદી ઘોષિત કરી દેશે.
પીડિત જયારે એક મહિલાને મળવા માટે ભૈરીદેવરાકોપ્પા ગયો હતો ત્યારે કેટલાક અજાણ્યાં લોકોએ તેના ઉપર હિંસક હુમલો કર્યો હતો. ત્યાર બાદ તેણે KIMS હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અને આ જ કારણ છે કે તેણે હુબલી ખાતે ફરિયાદ નોંધાવી હતી.
શ્રી રામ સેનાના વડા પ્રમોદ મુથાલિકે હિન્દુ યુવાના બળજબરીથી ધર્માંતરણની ટીકા કરી છે. તેમણે કહ્યું હતું કે સરકારે ગુનેગારો સામે સક્રિય પગલાં લેવા જોઈએ. વધુમાં તેમણે કહ્યું કે રાજ્ય સરકારે વિધાનસભામાં ધર્માંતરણ વિરોધી પગલાં ઘડ્યા છે અને તેણે બળજબરીથી થતા ધર્માંતરણ સામે પગલાં લેવાની તેની પ્રતિબદ્ધતા દર્શાવવી જોઈએ. મુથાલિકના મતે આવા ગુનાઓ પાછળ મુખ્ય હાથ મદરેસાઓનો જ હોય છે.