કર્ણાટકની (Karnataka) કોંગ્રેસ સરકારે (Congress Government) સરકારી કોન્ટ્રાકટમાં (Contracts) મુસ્લિમોને અનામત (Muslim Reservation) આપવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. કર્ણાટકની કેબિનેટ બેઠકમાં અનામત બિલને મંજૂરી આપવામાં આવી છે. આ બિલ ટૂંક સમયમાં કર્ણાટકની વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. આ બિલ પાસ થશે તો રાજ્યમાં સરકારી કોન્ટ્રાક્ટમાં મુસ્લિમોને 4% અનામત મળશે.
શુક્રવારે (14 માર્ચ, 2024) યોજાયેલી કર્ણાટક સરકારની કેબિનેટ બેઠકમાં મુસ્લિમોને 4% અનામત આપવાના આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. મુસ્લિમોને આ અનામત આપવા માટે ‘કર્ણાટક ટ્રાન્સપરન્સી ઇન પબ્લિક પ્રોક્યોરમેન્ટ એક્ટ’ (KTPP)1999ના કાયદામાં ફેરફાર પણ કરવામાં આવશે. એવું અનુમાન છે કે, આ માટે એક બિલ ચાલુ કર્ણાટક વિધાનસભા સત્રમાં જ રજૂ કરવામાં આવશે.
જો મુસ્લિમો માટે અનામત લાગુ કરવામાં આવે તો રાજ્યમાં કોન્ટ્રાક્ટમાં અનામત વધીને 47% થઈ જશે. હાલમાં કર્ણાટકમાં SC-ST અને OBC વર્ગને અનામત આપવામાં આવી રહ્યું છે. આ અનામત વર્ગીકરણ કર્યા બાદ આપવામાં આવે છે. કોન્ટ્રાક્ટોમાં અનામત કોંગ્રેસ સરકારના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા દ્વારા જ લાગુ કરવામાં આવ્યું હતું.
તેમણે 2013-18ની તેમની સરકાર દરમિયાન SC-ST માટે અનામતની જાહેરાત કરી હતી, જ્યારે ગયા વર્ષે તેમણે OBC માટે પણ અનામતની જાહેરાત કરી હતી. કર્ણાટકમાં સિદ્ધારમૈયાના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સરકારે મુસ્લિમોને અનામત આપવા માટે ઘણી વખત પ્રયાસ કર્યો છે, પરંતુ વિરોધને કારણે તે ટાળી દેવામાં આવ્યું હતું. આ વખતે કોંગ્રેસ સરકાર તેને વિધાનસભા સુધી લાવવામાં સફળ રહી છે.
ભાજપે કર્યો વિરોધ
બીજી તરફ કોંગ્રેસના મુસ્લિમોને અનામત આપવાના આ નિર્ણયનો વિરોધ પણ થઈ રહ્યો છે. ભાજપે કોંગ્રેસ સરકારના આ પગલાંને મુસ્લિમ તુષ્ટિકરણનું રાજકારણ ગણાવ્યું છે. ભાજપ નેતા અમિત માલવિયાએ X પર પોસ્ટ કરીને આ મામલે વિરોધ નોંધાવ્યો છે. તેમણે લખ્યું છે કે, “કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર સંપૂર્ણ ધ્યાન બે બાબતો પર જ આપી રહી છે – ભ્રષ્ટાચાર અને તુષ્ટિકરણનું રાજકારણ.”
The Congress government in Karnataka focuses its entire attention on just two things—corruption and appeasement politics.
— Amit Malviya (@amitmalviya) March 15, 2025
India’s Constitution does not support implementing schemes or providing benefits based on religion. The decisions being made by the Congress government in…
તેમણે વધુમાં લખ્યું કે, “ભારતનું બંધારણ ધર્મના આધારે યોજનાને લાગુ કરવાનો અથવા તો લાભ આપવાનો અધિકાર નથી આપતું. કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર દ્વારા ચોક્કસ ધાર્મિક સમુદાયના પક્ષમાં લેવામાં આવતા આ નિર્ણયો સંપૂર્ણપણે ગેરબંધારણીય છે. કોંગ્રેસ એક નવી મુસ્લિમ લીગ છે.”
આ સાથે જ ભાજપ સાંસદ રવિશંકર પ્રસાદે પણ કોંગ્રેસ સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું છે કે, “કર્ણાટક સરકારે પોતાના બજેટમાં મુસ્લિમ સમુદાય (કોન્ટ્રાકટરો) માટે 4% અનામત આપવાની જાહેરાત કરી છે. નોકરીમાં તો સમજી શકાયું હતું, પરંતુ હવે સરકારી કોન્ટ્રાક્ટમાં પણ અનામત આપવામાં આવી રહ્યું છે.”
#WATCH | दिल्ली: भाजपा सांसद रवि शंकर प्रसाद ने कर्नाटक सरकार द्वारा मुस्लिम ठेकेदारों के लिए 4% आरक्षण को मंजूरी दिए जाने पर कहा, "कर्नाटक सरकार ने अपने बजट में मुस्लिम समुदाय(के ठेकेदारों) के लिए 4% आरक्षण देने की घोषणा की है। नौकरी में तो समझ आता था लेकिन अब सरकारी ठेकों में… pic.twitter.com/MPBre7jk48
— ANI_HindiNews (@AHindinews) March 15, 2025
તેમણે વધુમાં કહ્યું કે, “કોમ્યુનલ રાજકારણ અને વોટબેંકની રાજનીતિને એક નવો આયામ આપવામાં આવી રહ્યો છે. વારંવાર હારવા છતાં તેની સ્થિતિ નથી સુધરી રહી. ભાજપ તરફથી અને ભાજપના રાષ્ટ્રીય મંચ તરફથી અમે ખૂબ જ જવાબદારી સાથે કહીએ છીએ કે, આ બધું રાહુલ ગાંધીના ઇશારે થઈ રહ્યું છે.”