Friday, September 20, 2024
More
    હોમપેજદેશમાતા સાથે પોલીસ મથકે ગેરવર્તણૂક, નારાજ પુત્રએ કર્ણાટક વિધાનસભાની બહાર ફૂંકી માર્યું...

    માતા સાથે પોલીસ મથકે ગેરવર્તણૂક, નારાજ પુત્રએ કર્ણાટક વિધાનસભાની બહાર ફૂંકી માર્યું સ્કૂટર: શાંતિભંગ બદલ ધરપકડ

    સ્કૂટરને આગ લગાવ્યા બાદ યુવકે બૂમો પાડવાનું શરૂ કર્યું અને અપશબ્દો બોલવા લાગ્યો. આ દરમિયાન આસપાસ હાજર લોકો ચોંકી ગયા અને કેટલાકે વીડિયો બનાવવાનું શરૂ કરી દીધું હતું. આ સમગ્ર ઘટના બપોરના સમયે બની હતી.

    - Advertisement -

    કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં ગુરુવારે (15 ઑગસ્ટ) થોડો સમય હોબાળો મચી ગયો જ્યારે એક યુવકે વિધાનસભાની સામે જ પોતાના સ્કૂટરને આગ લગાવી દીધી હતી. સ્કૂટરમાં આગ લગાવ્યા બાદ તેણે પોતાનો વિરોધ નોંધાવવા બૂમો પાડવાનું શરૂ દીધું. બાદમાં પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. મીડિયા અહેવાલો અનુસાર, આ યુવક પોલીસ દ્વારા તેની માતા સાથે થયેલ ગેરવર્તણૂકથી નારાજ હતો.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના બુધવારે (14 ઑગસ્ટ, 2024) બની હતી. એક યુવક વિધાનસભાની સામે આવ્યો અને તેનું સ્કૂટર પાર્ક કર્યું. ત્યારબાદ તેણે તેના પર પેટ્રોલ રેડીને આગ લગાવી દીધી. સ્કૂટરને આગ લગાવતાં પહેલાં યુવકે તેના સ્કૂટરને ચુંબન પણ કર્યું હતું.

    બેંગલુરુમાં વિધાનસભા સામે સ્કૂટરને આગ લગાવ્યા બાદ યુવકે બૂમો પાડવાનું શરૂ કર્યું અને અપશબ્દો બોલવા લાગ્યો. આ દરમિયાન આસપાસ હાજર લોકો ચોંકી ગયા અને કેટલાકે વીડિયો બનાવવાનું શરૂ કરી દીધું હતું. આ સમગ્ર ઘટના બપોરના સમયે બની હતી. ત્યારબાદ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પોલીસકર્મીઓએ સ્કૂટરમાં લાગેલી આગને બુઝાવી હતી. બાદમાં પોલીસે આગ લગાડનાર યુવકને પણ કસ્ટડીમાં લીધો હતો.

    - Advertisement -

    કસ્ટડીમાં લીધા બાદ યુવકની પૂછપરછ દરમિયાન સમગ્ર મામલો સામે આવ્યો હતો. સ્કૂટરને આગ લગાડનાર યુવકનું નામ પૃથ્વીરાજ છે અને તેની ઉંમર 27 વર્ષ છે. તે બેંગલુરુના યશવંતપુરનો રહેવાસી છે. તેણે પોલીસને જણાવ્યું કે થોડા સમય પહેલાં પોલીસે તેની માતા સાથે ખૂબ જ અસભ્ય વર્તન કર્યું હતું.

    યુવકની માતા યુવકના ગુમ થયાની જાણ કરવા પોલીસ સ્ટેશનમાં ગઈ હતી. તે સમયે પૃથ્વીરાજ શિવમોગા ગયો હતો. આ દરમિયાન માતા-પુત્રનો સંપર્ક તૂટી જતાં તેની માતા ચિંતિત હતી અને પોલીસ સ્ટેશને પહોંચી હતી. જોકે, પોલીસે તેની માતાની વાત ન માની અને તેમની સાથે અસભ્ય વર્તન કર્યું. તેનું ખેવુ છે કે ત્યારપછી જ્યારે તે પોતે પોલીસ સ્ટેશન પહોંચ્યો તો તેની સાથે પણ ગેરવર્તન અને મારપીટ કરવામાં આવ્યાં.

    યુવકે આ વર્તનથી ગુસ્સે ભરાઈને આ પગલું ભર્યું હતું, જેનાથી પોલીસ તેની સાથે થયેલ ઘટનાની નોંધ લેવાય. સ્કૂટરને આગ ચાંપ્યા બાદ પોલીસે હવે તેની ધરપકડ કરી છે અને તેની વિરુદ્ધ શાંતિભંગનો કેસ નોંધ્યો છે. ઉપરાંત જે હેતુસર તેણે આ વર્તન કર્યું તેની નોંધ લેવાઈ અને તેની સાથે ગેરવર્તન કરનાર પોલીસકર્મીને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં