Thursday, November 21, 2024
More
    હોમપેજદેશ2022માં ઇસ્લામી કટ્ટરપંથીઓએ કરી હતી હિંસા, હવે કેસ પરત ખેંચશે કર્ણાટકની કોંગ્રેસ...

    2022માં ઇસ્લામી કટ્ટરપંથીઓએ કરી હતી હિંસા, હવે કેસ પરત ખેંચશે કર્ણાટકની કોંગ્રેસ સરકાર: હનુમાન મંદિર-પોલીસ મથક પર થયો હતો હુમલો, 12 પોલીસકર્મીઓને થઈ હતી ઈજા

    આ હિંસા દરમિયાન માત્ર પોલીસ સ્ટેશન અને પોલીસના વાહનો પર જ પથ્થરમારો કરવામાં આવ્યો ન હતો, પરંતુ નજીકના હનુમાન મંદિર અને હોસ્પિટલને પણ નિશાન બનાવવામાં આવ્યાં હતાં.

    - Advertisement -

    કોંગ્રેસ સરકારે 2022માં કર્ણાટકના હુબલી ખાતે થયેલી હિંસાનો (Hubali Violence) કેસ પરત ખેંચવાનો નિર્ણય લીધો છે. આ કેસમાં ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લીમીનના (AIMIM) નેતા સહિત ઘણા લોકો આરોપી હતા. તેમના પર ઇસ્લામિક કટ્ટરપંથીઓનું ટોળું એકઠું કરીને હુબલી પોલીસ સ્ટેશન પર હુમલો કરવાનો અને પોલીસકર્મીઓ પર હુમલો કરવાનો આરોપ હતો.

    આ હિંસા દરમિયાન માત્ર પોલીસ સ્ટેશન અને પોલીસના વાહનો પર જ પથ્થરમારો કરવામાં આવ્યો ન હતો, પરંતુ નજીકના હનુમાન મંદિર અને હોસ્પિટલને પણ નિશાન બનાવવામાં આવ્યાં હતાં. જેના કારણે ઘણું નુકસાન થયું હતું. આ સિવાય આ હિંસામાં 12 પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા.

    આ ઘટના 16 એપ્રિલ, 2022ના રોજ બની હતી. ભીડને કાબૂમાં લીધા બાદ પોલીસે આ કેસ નોંધ્યો હતો. જોકે, બાદમાં રાજ્યમાં કોંગ્રેસની સરકાર આવી અને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે કેસ પાછો ખેંચવા માટે પત્ર લખ્યો હતો.

    - Advertisement -

    આ પત્ર 4 ઑક્ટોબર, 2023ના રોજ પોલીસ મહાનિર્દેશકને લખવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસ સરકારના નાયબ મુખ્યમંત્રીએ હુબલી હિંસાનો કેસ પરત ખેંચવાની વિનંતી કરી હતી. અહેવાલો અનુસાર, આ જ વિનંતી બાદ રાજ્યના ગૃહ વિભાગને પત્ર મોકલવામાં આવ્યો હતો અને નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી.

    ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં કર્ણાટકમાં હનુમાન જયંતિ બાદ હુબલીમાં એક સોશિયલ મીડિયા પોસ્ટ પર હંગામો થયો હતો. ત્યારપછી ઇસ્લામી કટ્ટરપંથીઓનું ટોળું રસ્તા પર ઉતરી આવ્યું હતું અને પોલીસને નિશાન બનાવી અને રસ્તા પર ઉતરીને ઉપદ્રવ મચાવવામાં આવ્યો હતો.

    બાદમાં પોલીસે આ કેસમાં 100થી વધુ લોકોની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન આવું પણ સામે આવ્યું હતું કે, AIMIM નેતા મૌલાના વસીમ ટોળાને ઉશ્કેરવામાં સામેલ હતો. તેણે જ દરગાહ ખાતે ઉગ્ર ભાષણ આપ્યું હતું અને તે પોલીસ સ્ટેશનની બહાર પથ્થરમારો કરનાર ભીડમાં પણ સામેલ હતો તેવું જાણવા મળ્યું હતું.

    આ સિવાય હુબલી-ધારવાડ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલર નઝીર અહેમદને પણ કર્ણાટક પોલીસે આ કેસમાં પકડ્યો હતો. એ પણ AIMIM પાર્ટીનો જ નેતા હતો જેના છેડા એપ્રિલ 2022માં પોલીસ સ્ટેશન પર થયેલ પથ્થરમારા સાથે જોડાયેલા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં