ઉત્તર પ્રદેશની કાનપુર પોલીસે 5 બાંગ્લાદેશીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં 2 પુરુષ, 2 મહિલા અને એક સગીર કિશોરનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ નકલી ઓળખ સાથે ભારતમાં રહેતા હતા. તેમની પાસેથી અનેક પાસપોર્ટ અને આધાર કાર્ડ મળી આવ્યા છે. એક બાંગ્લાદેશી નાગરિક પણ ઘણા દેશોમાં ગયો હતો અને તેની પાસેથી અનેક દેશોની કરન્સી પણ મળી આવી છે. કાનપુરના સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય ઈરફાન સોલંકીએ આ તમામ લોકોના દસ્તાવેજોને વેરીફાઈ પણ કરી આપ્યા હતા. કાનપુર પોલીસે 5 બાંગ્લાદેશીઓની ધરપકડની આ કાર્યવાહી રવિવારે (11 ડિસેમ્બર 2022) કરી છે.
કાનપુર પોલીસના જણાવ્યા અનુસાર, 11 ડિસેમ્બરના રોજ મૂળગંજ પોલીસ સ્ટેશનને કેટલાક શંકાસ્પદો મેસ્ટન રોડ તરફ જવાની માહિતી મળી હતી. આ માહિતીના આધારે પોલીસે ઘેરાબંધી કરી હતી અને 4 લોકો ઝડપાયા હતા. જ્યારે તેઓને તેમના ઓળખ પત્ર બતાવવાનું કહેવામાં આવ્યું ત્યારે તેઓ વાતને ટાળવા લાગ્યા. પોલીસને ગેરમાર્ગે દોરવા માટે તમામ શકમંદોએ ઘરે ઓળખ કાર્ડ હોવાનું બહાનું બનાવવાનું શરૂ કર્યું હતું. પોલીસ તમામ શકમંદોને લઈને તેમના ઘરે પહોંચી હતી. ત્યાં પોલીસને ખાલિદ મજીદ નામનો વ્યક્તિ પહેલેથી જ હાજર જોવા મળ્યો.
આ દરમિયાન પોલીસે શકમંદોના ઘરની તલાશી લીધી, જેમાં બાંગ્લાદેશી પાસપોર્ટ, નકલી આધાર કાર્ડ, વિદેશી ચલણ અને લગભગ 14.5 લાખ રૂપિયા પણ મળી આવ્યા. આ અંગે પૂછતા આરોપી કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. આખરે પોલીસે તમામ 5 શકમંદોને કસ્ટડીમાં લીધા હતા. જ્યારે તેમની પૂછપરછ કરવામાં આવી તો આરોપીએ જણાવ્યું કે તે મૂળ બાંગ્લાદેશના ખુલના જિલ્લાનો રહેવાસી છે. શકમંદોની ઓળખ ખાલિદ મજીદ (79), રિઝવાન મોહમ્મદ (53), હિના ખાલિદ (45) અને રૂખસાર (21) તરીકે થઈ છે. અન્ય એક સગીર પણ પોલીસ કસ્ટડીમાં છે જે તમામ એક જ પરિવારના છે.
#POLICE_COMMISSIONERATE_KANPUR_NAGAR #सराहनीय_कार्य…
— POLICE COMMISSIONERATE KANPUR NAGAR (@kanpurnagarpol) December 11, 2022
अपनी पहचान छिपाकर शहर में रह रहे बांग्लादेशी नागरिक तथा उसके परिवार को @kanpurnagarpol के थाना मूलगंज पुलिस ने गिरफ्तार कर लिया है। पकड़े गये नागरिकों में तीन युवक, दो महिलाएं और एक नाबालिग किशोर शामिल हैं। @Uppolice pic.twitter.com/S0HKDeY1tB
પોલીસ પૂછપરછમાં તમામ આરોપીઓએ જણાવ્યું હતું કે તમામ આરોપીઓ વર્ષ 2016 થી ભારતમાં રહે છે. આ તમામ પાસેથી 1001 ડોલરનું વિદેશી ચલણ અને ઘણા સોનાના દાગીના મળી આવ્યા છે. ઝડપાયેલો રિઝવાન અનેક વખત પાકિસ્તાન, મલેશિયા, બાંગ્લાદેશ અને નેપાળ પણ ગયો છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 419, 420, 467, 468, 471, 120-બી તેમજ ફોરેનર્સ એક્ટ, 1946ની કલમ 14 હેઠળ એફઆઈઆર નોંધી છે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
સપાના ધારાસભ્ય અને કાઉન્સિલરે ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવ્યા હતા
પોલીસે એ પણ માહિતી આપી છે કે ધરપકડ કરાયેલા આરોપીઓના કાગળો કાનપુરના સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય હાજી ઈરફાન સોલંકીએ વેરીફાઈ કર્યા હતા. પોલીસે જણાવ્યું કે એસપી ધારાસભ્ય ઈરફાને ધરપકડ કરાયેલા આરોપીઓના ડોક્યુમેન્ટ વેરીફાઈ જ નહોતા કર્યા, પણ આ બાંગ્લાદેશી ઘુસણખોરો ભારતીય છે તેમ તેમના સત્તાવાર લેટર હેડ પર લખી આપ્યા હતા. હાજી ઈરફાન ઉપરાંત સપાના કાઉન્સિલર મન્નુ રહેમાને વર્ષ 2019માં આ બાંગ્લાદેશીઓને ભારતીય હોવાનું પ્રમાણપત્ર જારી કર્યું હતું.