ફિલ્મ લેખિકા કનિકા ધિલ્લોનનું હિન્દુ વિરોધી વલણ કોઈનાથી છુપું નથી, તેવામાં અક્ષય કુમારની ‘રક્ષાબંધન’ની રિલીઝ પહેલા, ફિલ્મની લેખિકા કનિકા ધિલ્લોને ટ્વિટર પર સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે. કનિકાએ અચાનક જ એવી ટ્વીટ ડિલીટ કરવાનું શરૂ કરી દીધું હતું જેમાં તેની હિંદુ નફરત સ્પષ્ટ દેખાતી હોય. એક યુઝરના જણાવ્યા પ્રમાણે, ફિલ્મ લેખિકા કનિકા ધિલ્લોનનું ટ્વીટર જોતા તેણે સોમવાર, 1 ઓગસ્ટ, 2022ના રોજ અડધા કલાકની અંદર 17 ટ્વીટ ડિલીટ કરી દીધા. પરંતુ તે પહેલા આમાંથી મોટાભાગના ટ્વીટના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા હતા.
So @KanikaDhillon has started deleting her tweets 17 tweets have been deleted by her in last half hour.
— Sameet Thakkar (@thakkar_sameet) August 1, 2022
We have many screen shots ! @akshaykumar can’t distance himself from this
Boycott Rakshabandhan Movie Too.
આ જુના ટ્વીટ્સમાં તમે જોઈ શકો છો કે કનિકા ધિલ્લોને કેવી રીતે મોદી સરકાર વિરુદ્ધના દરેક પ્રદર્શનને સમર્થન આપ્યું હતું, કે જ્યાં હિન્દુત્વને અપશબ્દો ભાંડવામાં આવ્યા, અથવા દેશને કોસવામાં આવ્યો. સેલિબ્રિટી હોવા છતાં, કનિકા ધિલ્લોન એક કરતા વધુ ટ્વીટમાં ભારતને લિન્ચિસ્તાન કહેતી જોઈ શકાય છે.
અકબર ખાનની હત્યાના કેસમાં તેણે ભારતને લિન્ચિસ્તાન ગણાવ્યું હતું. તેણે લખ્યું હતું કે, ” ગાય માતાનું અપમાન સહન નહીં કરે! હિન્દુસ્તાન #Lynchistan! ગૌમાતા પણ ડરી ગઈ અને થાકી ગઈ છે! તે દેશ છોડીને યુએસ જવા માંગે છે અને જ્યાં સુધી શાંતિ, સામાન્ય સમજ અને માનવતા ભારતમાં ન આવે ત્યાં સુધી તે ટ્રમ્પનો સહન કરવા તૈયાર છે.”
So this Hindu-hating woketard is the writer of @akshaykumar’s movie, #RakshaBandhan? I wouldn’t watch ANYTHING this woman is associated with! @KanikaDhillon pic.twitter.com/1LbhOgONZa
— Shefali Vaidya. 🇮🇳 (@ShefVaidya) August 2, 2022
આ સિવાય જ્યારે રાજનાથ સિંહે 2018માં કહ્યું હતું કે જરૂર પડ્યે દેશમાં લિંચિંગ વિરુદ્ધ કાયદો લાવવામાં આવશે, ત્યારે કનિકાએ સવાલ ઉઠાવ્યો અને પૂછ્યું કે કયા સમયની રાહ જોવાઈ રહી છે. પોતાના ટ્વીટમાં તેમણે માત્ર ગૌ રક્ષકો પર જ સવાલો ઉઠાવ્યા ન હતા, પરંતુ ગૌ માતા પર પણ સવાલો ઉઠાવ્યા હતા.
આ પછી, જ્યારે વર્ષ 2019 માં સિવિલ એમેન્ડમેન્ટ એક્ટ વિરુદ્ધ પ્રદર્શનો શરૂ થયા, ત્યારે કનિકા ધિલ્લોન વિરોધીઓના સમર્થનમાં સક્રિયપણે ટ્વિટ કરતી જોવા મળી હતી. એક ટ્વિટમાં તે કહેતી જોવા મળી રહી છે કે તે કાગળો (ઓળખપત્ર) નહીં બતાવે. પોતાના ટ્વીટમાં તેણે પોલીસને એવી રીતે રજૂ કરી હતી કે પ્રદર્શન દરમિયાન તેણે માત્ર મુસ્લિમો પર હુમલો જ નહિ, પરંતુ તેમના વાહનોની પણ તોડફોડ કરી હતી.
એ જ રીતે, જ્યારે મધ્ય પ્રદેશના ખરગોનમાં હિન્દુઓના સરઘસ પર પથ્થરમારો થયો, ત્યારે કનિકા ધિલ્લોને તમામ દોષ હિન્દુઓ પર નાખ્યો હતો. તેણે કહ્યું હતું કે, “હું હિંદુ છું અને મને ભારતીય મુસ્લિમોનું સન્માન કરવાનું શીખવવામાં આવ્યું છે. આ હિંદુઓની જીવન પદ્ધતિ છે. અમે કરમમાં માનીએ છીએ અને આ રીતે મસ્જિદો પર પથ્થરમારો કરવો અને ગરીબ મુસ્લિમોના ઘરને નુકસાન કરવું એ કરમ નથી. આ ગાંડપણ છે અને હિન્દુત્વ વિરુદ્ધ છે.
ઉલ્લેખનીય છે કે કનિકા ધિલ્લોનનું મોદી વિરોધી વર્તન હંમેશા રહ્યું નથી. 2014માં તેના દ્વારા કરવામાં આવેલા ટ્વીટ્સ પર નજર કરીએ તો ખબર પડે છે કે તે 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન અને તે પહેલા મોદી સમર્થક હતી. પરંતુ અચાનક તેણે ભારતને નેગેટિવ શેડમાં બતાવવા માટે ટ્વિટર પર હિન્દુત્વને અપમાનિત અને અપશબ્દો કહેવાનું શરૂ કર્યું.
વર્ક ફ્રન્ટ પર, કનિકા ધિલ્લોને હસીન દિલરૂબા, 2018માં મનમર્ઝિયા, જજમેન્ટલ હૈ ક્યા, સાઈઝ ઝીરો જેવી ફિલ્મોમાં યોગદાન આપ્યું છે.