કોંગ્રેસ નેતા કન્હૈયા કુમારે (Kanhaiya Kumar) તાજેતરમાં મહારાષ્ટ્ર ચૂંટણી માટે પ્રચાર કરતાં રાજ્યના ઉપમુખ્યમંત્રી અને વરિષ્ઠ ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અમૃતા ફડણવીસ (Amrita Fadnavis) વિશે સેક્સિસ્ટ ટિપ્પણી કરી દીધી હતી, જેને લઈને વિવાદ સર્જાયો છે.
કન્હૈયાએ નાગપુરમાં એક કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે અમૃત ફડણવીસ વિશે ટિપ્પણીઓ કરી હતી. જેમાં કહ્યું હતું કે, એવું ન બની શકે કે બીજા ધર્મ બચાવે અને ઉપમુખ્યમંત્રીની પત્ની ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવતી હોય.
કોંગ્રેસ નેતાએ કહ્યું, “જો આ ધર્મયુદ્ધ હોય તો જેઓ તમને ધર્મ બચાવવાની વાત કહેતા હોય તેમને પ્રશ્ન કરો. તેમને પૂછો કે શું તેમનાં સંતાનો આ લડાઈમાં જોડાશે કે નહીં? એવું કઈ રીતે બની શકે કે લોકો ધર્મ બચાવે અને નેતાનાં સંતાનો વિદેશમાં અભ્યાસ કરતાં હોય. ધર્મ બચાવવો હોય તો બધા મળીને બચાવશે. એવું તો ન થઈ શકે કે આપણે ધર્મ. બચાવીશું અને ડેપ્યુટી સીએમ સાહેબનાં પત્ની ઈન્સ્ટાગ્રામ પર રીલ બનાવતાં હોય.”
Sun le Naxali Afzal Guru Samarthak Congress ke Kanhaiya Kumar
— Shehzad Jai Hind (Modi Ka Parivar) (@Shehzad_Ind) November 14, 2024
Teri itni himmat ki Maharashtra ki beti ka apman karega
Amruta Fadnavis ji ka yeh apman ek ek Marathi ladki behen ka apman hai
Yeh rejected maal , imported maal bolne walon ko Maharashtra sabak sikhayegi pic.twitter.com/KVkjA1Or9q
આ નિવેદનને લઈને વિવાદ સર્જાયો છે. ભાજપ પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું કે, “નક્સલીઓને શહીદ માનનાર અને અફઝલ ગુરુની વરસી પર માતમ મનાવનાર કન્હૈયા કુમારે અમારી બહેન અમૃતા ફડણવીસ વિશે ઘૃણાસ્પદ ટિપ્પણી કરી છે. મહારાષ્ટ્રમાં આવીને મહારાષ્ટ્રની દીકરીને આ રીતે અપમાનિત કરવી, આ કોંગ્રેસનું DNA બની ચૂક્યું છે.”
સુપ્રિયા શ્રીનેતનો ઉલ્લેખ કરીને પૂનાવાલાએ કહ્યું કે, તેમણે પણ મંડીનો ઉલ્લેખ કરીને અપમાન કર્યું હતું. તેમના અન્ય એક નેતા સીતા સોરેનનું અપમાન કરે છે. MVAના નેતા અરવિંદ સાવંત ‘ઇમ્પોર્ટેડ માલ’ જેવા શબ્દો વાપરે છે. તેમની પાર્ટીમાં અન્ય મહિલાઓ સાથે શું-શું થયું તે આપણે સારી રીતે જાણીએ છીએ.
मुंबई: महाराष्ट्र के उपमुख्यमंत्री देवेंद्र फडणवीस की पत्नी के बारे में कांग्रेस नेता कन्हैया कुमार की टिप्पणी को लेकर कांग्रेस नेता पवन खेड़ा ने कहा, "उन्होंने किसी का अपमान नहीं किया।" pic.twitter.com/0tj2NFHGj1
— IANS Hindi (@IANSKhabar) November 14, 2024
તેમણે એમ પણ કહ્યું કે, પ્રિયંકા ગાંધી ‘લડકી હું લડ સકતી હું’ના નારા લગાવે છે અને કન્હૈયા કુમાર ‘આઝાદી…આઝાદી’ના નારા લગાવતો રહે છે, તો આ સેક્સિઝમ અને મિસોજીની (મહિલાવિરોધી માનસિકતા)થી આઝાદી ક્યારે મળશે? અંતે તેમણે કહ્યું કે, કન્હૈયા કુમારને મહારાષ્ટ્રની જનતા પાઠ ભણાવશે.
બીજી તરફ, કોંગ્રેસે આ ટિપ્પણીઓનો પણ બચાવ કર્યો છે. એક પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન પ્રવક્તા અને રાહુલ ગાંધીની નજીકના પવન ખેડાને કન્હૈયા કુમારની આ આપત્તિજનક ટિપ્પણીઓ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે એમ કહ્યું કે, આમાં અપમાન જેવું કશું જ નથી.
પવન ખેડાને પ્રશ્ન કરવામાં આવતાં તેમણે કહ્યું, “આમાં કશું અભદ્ર નથી. ‘રીલ બનાવવામાં વ્યસ્ત છે’માં કશું જ અપમાનજનક નથી. આમાં અપમાન શું થયું?”