Tuesday, April 16, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટકબીર બેદી અને શેખર કપૂરે વિવાદિત ડોક્યુમેન્ટ્રીને લઈને BBCને લગાવી ફટકાર, કહ્યું-...

  કબીર બેદી અને શેખર કપૂરે વિવાદિત ડોક્યુમેન્ટ્રીને લઈને BBCને લગાવી ફટકાર, કહ્યું- ભારતને અસ્થિર કરવાના થઇ રહ્યા છે પ્રયાસ

  અભિનેતા કબીર બેદીએ બ્રિટિશ સાંસદ લૉર્ડ રામી રેન્જરે BBCના ડાયરેક્ટરને લખેલો પત્ર શૅર કરીને BBC ડોક્યુમેન્ટ્રીને પક્ષપાતી ગણાવી હતી.

  - Advertisement -

  ગુજરાત રમખાણોને લઈને BBCએ બનાવેલી વિવાદિત ડોક્યુમેન્ટ્રી હાલ ચર્ચામાં છે ત્યારે જાણીતા અભિનેતા કબીર બેદી અને ફિલ્મ ડાયરેક્ટર શેખર કપૂરે પણ આ અંગે પોતાનો મત વ્યક્ત કર્યો છે. તેમણે BBC ડોક્યુમેન્ટ્રીને પક્ષપાતી ગણાવી હતી અને કહ્યું કે આ ભારતને અસ્થિર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 

  શુક્રવારે (20 જાન્યુઆરી 2023) અભિનેતા કબીર બેદીએ બ્રિટિશ સાંસદ લૉર્ડ રામી રેન્જરે BBCના ડાયરેક્ટરને લખેલો પત્ર શૅર કરીને BBC ડોક્યુમેન્ટ્રીને પક્ષપાતી ગણાવી હતી અને ઉમેર્યું કે, મોદીનું ભારત અસ્થિર છે તેવા દાવા કરવા માટે વર્ષો જૂના આરોપો લગાવવામાં આવી રહ્યા છે, જે કોર્ટમાં પણ અમાન્ય ઠર્યા છે. તેમણે આને ‘ગટર જર્નલિઝમ’ ગણાવીને કહ્યું કે આવું સનસનાટી ફેલાવવા માટે થઇ રહ્યું છે. ત્યારબાદ શેખર કપૂરે પણ ટ્વિટ કર્યું હતું.

  તેમણે વધુ એક ટ્વિટમાં એમ પણ કહ્યું હતું કે, કોંગ્રેસના શાસન દરમિયાન જ સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલી એક તપાસ સમિતિએ પીએમ મોદીને નિર્દોષ ઠેરવ્યા હતા. તેમણે રમખાણો અંગેની બ્રિટિશ તપાસ ઉપર પણ સવાલો ઉઠાવ્યા હતા.

  - Advertisement -

  તેમના આ ટ્વિટને ક્વોટ કરીને શેખર કપૂરે પણ સહમતિ દર્શાવી હતી અને કહ્યું કે, ભારતને અસ્થિર કરવા માટે સતત પ્રયાસો ચાલી રહ્યા છે. તેમણે કબીર બેદીને ક્વોટ કરીને લખ્યું કે, ભારત સુપરપાવર બનવા તરફ આગળ વધી રહ્યું છે તે બાબત અમુક લોકોને પચી રહી નથી. 

  અહીં ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં બ્રિટિશ બ્રોડકાસ્ટ કોર્પોરેશન (BBC)એ એક ડોક્યુમેન્ટ્રી રિલીઝ કરી હતી, જે બે ભાગોની સિરીઝ છે. જેનો પહેલો ભાગ રિલીઝ થયા બાદ એટલો વિવાદ થયો કે તેને યુ-ટ્યુબ પરથી હટાવવામાં આવ્યો હતો. બીજી તરફ, ભારત જ નહીં પરંતુ વિશ્વભરમાંથી તેની ખૂબ ટીકા થઇ હતી. 

  ભારત સરકારે આ ડોક્યુમેન્ટ્રીને ‘પ્રોપેગેન્ડા પીસ’ ગણાવી હતી તો બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક પણ પોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં આવ્યા હતા અને પાકિસ્તાની મૂળના સાંસદને ચૂપ કરી દઈને કહ્યું હતું કે, તેઓ નરેન્દ્ર મોદીના આવા પાત્રાલેખન સાથે બિલકુલ સહમત નથી. 

  BBCની આ ડોક્યુમેન્ટ્રી રિલીઝ થતાંની સાથે જ સવાલોમાં ઘેરાઈ ગઈ હતી કારણ કે ડોક્યુમેન્ટ્રીમાં ક્યાંક ગોધરાની ટ્રેન સળગાવનારા ઇસ્લામીઓને છાવરવામાં આવ્યા હતા તો ક્યાંક એવાં સ્ટિંગનો આધાર લેવામાં આવ્યો હતો જેને ભારતની સુપ્રીમ કોર્ટ જ અમાન્ય ઠેરવી ચૂકી છે. ઉપરાંત, કુખ્યાત અધિકારીઓ અને મોદી વિરોધી ગણાતા એક્ટિવિસ્ટોના પાયાવિહોણા આરોપોનો પણ આધાર લેવામાં આવ્યો હતો. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં