Thursday, July 18, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાત રમખાણો પરની BBCની ડોક્યુમેન્ટ્રીમાં ગોધરાની ટ્રેન સળગાવનાર ઇસ્લામીઓને છાવરવાનો પ્રયાસ: જાણીએ...

  ગુજરાત રમખાણો પરની BBCની ડોક્યુમેન્ટ્રીમાં ગોધરાની ટ્રેન સળગાવનાર ઇસ્લામીઓને છાવરવાનો પ્રયાસ: જાણીએ શું છે સત્ય

  ગોધરા હત્યાકાંડ ઇસ્લામીઓની નિર્મમ અમાનવીયતાનું સ્પષ્ટ ઉદાહરણ છે અને BBCની ડોક્યુમેન્ટ્રી સુસ્થાપિત તથ્યો પર વિવાદ કરીને દેશમાં સાંપ્રદાયિક અશાંતિનો માહોલ સર્જવાનો એવો જ એક વધુ પ્રયાસ છે.

  - Advertisement -

  યુનાઇટેડ કિંગ્ડમની નેશનલ બ્રોડકાસ્ટર સંસ્થા બ્રિટિશ બોર્ડકાસ્ટીંગ કોર્પોરેશન (BBC)એ તાજેતરમાં જ બે ભાગમાં વહેંચાયેલી એક ડોક્યુમેન્ટ્રી રિલીઝ કરી છે, જેમાં 2002નાં ગુજરાત રમખાણોને લઈને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને નિશાન બનાવવામાં આવ્યા છે. 

  ગુરુવારે ભારત સરકારે પીએમ મોદી પરની આ વિવાદિત BBC ડોક્યુમેન્ટ્રી સિરીઝને ‘પ્રોપેગેન્ડા પીસ’ ગણાવી હતી અને કહ્યું હતું કે એક ચોક્કસ નરેટિવને આગળ ધપાવવા માટે આ સિરીઝ બનાવવામાં અને પ્રસારિત કરવામાં આવી છે. 

  આ ડોક્યુમેન્ટ્રી પાછળનો એક કુટિલ ઉદ્દેશ્ય ગોધરા નરસંહારમાં ઇસ્લામીઓની ભૂમિકાને છાવરવાનો હતો, જેમાં 59 હિંદુઓ માર્યા ગયા હતા. ડોક્યુમેન્ટ્રીમાં 9:12 મિનિટે દાવો કરવામાં આવે છે કે, “મોતનો કુલ આંકડો 59 હતો અને વિવાદનું કારણ આગ હતું પરંતુ ત્યારે દોષ મુસ્લિમો પર નાંખી દેવામાં આવ્યો હતો.”

  - Advertisement -

  ત્યારબાદ BBCનાં પૂર્વ પત્રકાર જિલ મેકગિવરિંગ જોવા મળે છે, તેઓ કહે છે કે, “આ એક એવું રાજ્ય (ગુજરાત) છે જ્યાં હિંદુ બહુમતી અને મુસ્લિમ લઘુમતીઓ વચ્ચે તણાવનો ચોક્કસ ઇતિહાસ રહ્યો છે. બંને સમુદાયો વચ્ચે સાંપ્રદાયિક અને ધૃણાસ્પદ હિંસાનો ઇતિહાસ રહ્યો છે. 

  નરેન્દ્ર મોદીને રમખાણોનો બદલો લેનાર ‘હિંદુ કટ્ટરપંથી’ તરીકે ચિત્રિત કરવાના પ્રયાસ કરતાં તેઓ કહે છે કે, જ્યારે પણ આ પ્રકારના વિવાદો થતા ત્યારે હિંદુ સમુદાયો પોતાને નિશાન બનાવવામાં આવ્યા હોવાનું અનુભવીને ગુસ્સે થઇ જતા હતા. 

  BBCએ અહીં સાબરમતી એક્સપ્રેસને આગ લગાવનારા કટ્ટરપંથીઓની ભૂમિકાને છાવરવાના પ્રયાસો કર્યા છે. 

  2002ના ગોધરા કાંડનું સત્ય 

  27 ફેબ્રુઆરી 2002ના રોજ બપોરે 3:30 વાગ્યે સાબરમતી એક્સપ્રેસ ગોધરા સ્ટેશન પર પહોંચવાની હતી. જોકે, ટ્રેન તે દિવસે ચાર કલાક મોડી દોડી રહી હતી અને સાંજે 7:40 વાગ્યે ગોધરા પહોંચી હતી. 

  આઠ મિનિટ પછી ગોધરાના મુસ્લિમ બહુમતી વિસ્તાર સિગ્નલ ફળિયામાં સ્થિત આ સ્ટેશન પર ઉભેલી ટ્રેનના S6 ડબ્બાને લગભગ 2 હજાર ઇસ્લામીઓના ટોળાએ આગ લગાવી દીધી હતી, જેમાં 25 મહિલાઓ અને 15 બાળકો સહિત કુલ 59 હિંદુઓ માર્યા ગયા હતા. 

  આ મામલે કેસ ચાલ્યા બાદ 22 ફેબ્રુઆરી 2011ના રોજ કોર્ટે 31 ઇસ્લામીઓને ગોધરા નરસંહારના દોષી ઠેરવ્યા હતા (11ને મૃત્યુદંડ અને 20ને આજીવન કેદ) અને ત્યારબાદ ઓક્ટોબર 2017માં ગુજરાત હાઇકોર્ટે તમામની સજા બરકરાર રાખી હતી. તે પહેલાં ટ્રાયલ દરમિયાનના સાક્ષીઓની જુબાની અને જીવિત બચેલા લોકોનાં નિવેદનો પરથી એ સ્પષ્ટ થઇ ગયું હતું કે ટ્રેનમાં આગ મુસ્લિમોએ જ લગાવી હતી. 

  ફેબ્રુઆરી 2013માં એક આરોપીએ જ્યુડિશિયલ કન્ફેશન દરમિયાન કબૂલાત કરી હતી કે ગોધરા હત્યાકાંડ એક સુનિયોજિત ષડ્યંત્ર હતું અને તે પણ તેમાં સામેલ હતો. જ્યુડિશિયલ કન્ફેશન નિર્ણાયક પુરાવો માનવામાં આવે છે અને જેથી એ સાબિત થયું હતું કે ગોધરાકાંડ નિર્દોષ કારસેવકો પર થયેલો પૂર્વનિયોજિત હુમલો હતો. 

  માર્ચ 2006માં આઉટલૂક મેગેઝિનમાં એક રિપોર્ટ પ્રકાશિત થયો હતો. જેમાં નીચેના બે ફકરાનો પણ સમાવેશ થતો હતો. 

  અમદાવાદનાં રહેવાસી ગાયત્રી પંચાલ 27 ફેબ્રુઆરી 2002ના રોજ બચી ગયાં હતાં પરંતુ પોતાનાં માતા-પિતા ગુમાવી દીધાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, બેનર્જી કમિશનનો રિપોર્ટ સદંતર ખોટો છે અને મેં મારી નરી આંખે બધું જ જોયું છે અને ગમે તેમ કરીને ભાગી છૂટી હતી પરંતુ મારા માતા-પિતા ગુમાવી દીધાં હતાં.

  તેમણે કહ્યું હતું કે, બેનર્જી કમિશનનો રિપોર્ટ સાચો ન હતો કારણ કે એસ-6 ડબ્બામાં અચાનક આગ લાગવાનું કોઈ કારણ જ ન હતું અને કોઈ એ કોચમાં રાંધી પણ રહ્યું ન હતું અને મુસાફરોથી ભરેલો હતો. તેમણે ઉમેર્યું હતું કે, થોડા સમય સુધી ટોળાએ કોચ પર પથ્થરમારો કર્યો હતો અને પછી જ્વલનશીલ પ્રવાહી છાંટીને ડબ્બાને આગ લગાવી દીધી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, જ્યારે પણ પૂછવામાં આવશે ત્યારે તેમનું આ જ નિવેદન હશે.

  નજરે જોનારા સાક્ષીઓની જુબાની પરથી જેથી એ પણ સ્પષ્ટ થઇ ગયું છે કે મુસ્લિમોએ ગેસોલિન છાંટીને આગ લગાવી દીધી હતી અને કારસેવકો ભાગી ન શકે તે માટે રેલવે સ્ટેશનને ફરતેથી ઘેરી લીધી હતી.

  અહીં નાણાવટી-મહેતા કમિશનના રિપોર્ટનો ઉલ્લેખ કરવો પણ જરૂરી છે, જેમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના રિપોર્ટને પણ ટાંકવામાં આવ્યો છે. રિપોર્ટમાં મુસ્લિમો અને લિબરલ એક્ટિવિસ્ટો દ્વારા કરવામાં આવેલા ડબ્બાને આગ લાગી ગઈ હોવાના તમામ દાવાઓ નકારી દેવામાં આવ્યા હતા. 

  ગોધરા હત્યાકાંડ ઇસ્લામીઓની નિર્મમ અમાનવીયતાનું સ્પષ્ટ ઉદાહરણ છે અને BBCની ડોક્યુમેન્ટ્રી સુસ્થાપિત તથ્યો પર વિવાદ કરીને દેશમાં સાંપ્રદાયિક અશાંતિનો માહોલ સર્જવાનો એવો જ એક વધુ પ્રયાસ છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં