Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘સિદ્ધારમૈયા અને શિવકુમાર 2024 સુધી ઝઘડે નહીં તો બંનેને નોબેલ શાંતિ પુરસ્કાર...

    ‘સિદ્ધારમૈયા અને શિવકુમાર 2024 સુધી ઝઘડે નહીં તો બંનેને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ’: BJP નેતા કે અન્નામલાઈએ કહ્યું- ‘સરકાર એક જ વર્ષમાં પડી ભાંગશે’

    કે અન્નામલાઈ તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિન પર પણ ભડક્યા હતા કારણકે, તેમણે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારના શપથગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. તેમણે કહ્યું કે કર્ણાટક ચૂંટણીમાં સિદ્ધારમૈયાએ કાવેરી નદી પર મેકેદાતુ ડેમ બનાવવાની ખાતરી આપી હતી, જે તમિલનાડુના હિતોની વિરુદ્ધ છે.

    - Advertisement -

    તમિલનાડુમાં BJP અધ્યક્ષ કે અન્નામલાઈએ કર્ણાટકમાં બનેલી નવી સરકારને લઈને રસપ્રદ ટિપ્પણી કરી છે. ભાજપ નેતાએ શનિવારે (20 મે 2023) એવો દાવો કર્યો હતો કે, સિદ્ધારમૈયાના નેતૃત્વ હેઠળની સરકાર એક વર્ષમાં જ પડી ભાંગશે. અન્નામલાઈએ એવું પણ કહ્યું કે જો કર્ણાટક સીએમ સિદ્ધારમૈયા અને ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર વચ્ચે 2024 સુધી લડાઈ ન થાય તો બંનેને શાંતિનો નોબેલ પ્રાઈઝ આપવો જોઈએ.

    એક જ વર્ષમાં પત્તાની જેમ ધરાશાયી થઈ જશે કર્ણાટક સરકાર

    તમિલનાડુ BJP અધ્યક્ષ કે અન્નામલાઈએ કહ્યું કે, “મને દેખાય છે કે કર્ણાટક સરકાર એક જ વર્ષમાં પત્તાની જેમ ધરાશાયી થઈ જશે. જો ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા 2024 સુધીમાં ઝઘડે નહીં તો બંનેને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ, કારણકે આ સરકારનું માળખું જ ખોટું છે. કર્ણાટકમાં અહેવાલો કહે છે કે, એક મુખ્યમંત્રી અઢી વર્ષ સુધી સીએમ રહેશે અને પછી બીજો મુખ્યમંત્રી અઢી વર્ષ શાસન કરશે. ત્યાં સુધી એક વ્યક્તિ ઉપ-મુખ્યમંત્રી રહેશે. સિદ્ધારમૈયા, શિવકુમાર અને AICCને 10-10 મંત્રી મળશે. આવું માળખું તમે ક્યાંય જોયું છે?”

    ‘2000 ની નોટ તો પાછી ખેંચાઈ ગઈ, હવે ચૂંટણી વાયદા માટે ફંડ ક્યાંથી લાવશો?’

    કે અન્નામલાઈએ પહેલાં કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાને કર્ણાટકના મુખ્યમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ઉપરાંત, ચૂંટણી પ્રચારમાં સિદ્ધારમૈયાએ જે પાંચ વચનો આપ્યા હતા તેના અમલ માટે ફંડનો સ્ત્રોત પણ જણાવવા કહ્યું હતું કારણકે, સપ્ટેમ્બર સુધીમાં 2000 રૂપિયાની ચલણી નોટ પાછી ખેંચવામાં આવશે.

    - Advertisement -

    તમિલનાડુ બીજેપી અધ્યક્ષ કે અન્નામલાઈએ મીડિયા સાથેની વાતચીતમાં કટાક્ષ કર્યો હતો કે, “હું સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનવા બદલ અભિનંદન આપું છું. હું પૂછવા માગું છું કે, કોંગ્રેસ સરકાર તેના પાંચ ચૂંટણી વાયદાને અમલમાં મૂકવા માટે ભંડોળ ક્યાંથી લાવશે? ચૂંટણી વચનો પૂરા કરવા દર વર્ષે લગભગ રૂ. 65,000 કરોડની જરૂર પડે છે, પણ રૂ. 2000ની નોટો બેગમાં નહીં ભરાય કારણકે તે આ સપ્ટેમ્બર સુધીમાં પાછી ખેંચી લેવામાં આવશે.”

    સ્ટાલિન પર ભડક્યા તમિલનાડુ ભાજપ અધ્યક્ષ

    બીજી તરફ કે અન્નામલાઈ તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિન પર પણ ભડક્યા હતા કારણકે, તેમણે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારના શપથગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. તેમણે કહ્યું કે કર્ણાટક ચૂંટણીમાં સિદ્ધારમૈયાએ કાવેરી નદી પર મેકેદાતુ ડેમ બનાવવાની ખાતરી આપી હતી, જે તમિલનાડુના હિતોની વિરુદ્ધ છે. તો ‘વિપક્ષી એકતા’ પર કટાક્ષ કરતા અન્નામલાઈએ એવું જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં જ એકતા નથી તો આ કેવા પ્રકારની એકતા હશે.

    કર્ણાટક સીએમ તરીકે સિદ્ધારમૈયાએ બાજી મારી

    ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચે સીએમ બનવાની સ્પર્ધામાં સિદ્ધારમૈયાએ બાજી મારી છે. મીડિયા અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રીની રેસમાં પાછળ રહેવામાં ડીકે શિવકુમારને તેમની ‘આકંઠ હિંદુ’ તરીકેની છાપ નડી છે. કોંગ્રેસ મુસ્લિમ વોટોનું ધ્રુવીકરણ કરવા માગે છે અને સિદ્ધારમૈયા RSS-BJPના વિરોધી છે એટલે તેમના પર પસંદગી ઉતારવામાં આવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં