જૂનાગઢમાં શુક્રવારે (16 જૂન, 2023) ગેરકાયદેસર દરગાહ હટાવવા માટે નોટિસ મળ્યા બાદ મોડી રાત્રે મુસ્લિમ ટોળાએ પોલીસ પર હુમલો કરી દીધો હતો. જેમાં એક ડિસેપી સહિત ચાર પોલીસકર્મીઓને ઇજા પહોંચી છે જ્યારે અનેક વાહનોને નુકસાન પહોંચ્યું છે. ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ વાહનો, ખાનગી વાહનો અને એસટી બસને નિશાન બનાવ્યાં હતાં અને પથ્થરમારો કરીને તોડફોડ કરી હતી. પરિસ્થિતિ વણસતાં કાબૂ મેળવવા માટે પોલીસે ટિયરગેસના સેલ છોડવા પડ્યા હતા.
जूनागढ़ :
— Janak Dave (@dave_janak) June 16, 2023
दरगाह के मुद्दे पर भड़के लोगो ने पुलिस पर किया हमला,
पुलिस चौकी पर हमला,
हमले में डिप्टी एसपी घायल,
कई वाहनों में तोड़फ़ोड की,
पुलिस ने गुस्साई भीड़ पर आंसू गैस के गोले दागे,
दरगाह वैध है तो उसके प्रमाण पेश करने की नोटिस दिये जाने के बाद मामला बिगड़ा.… pic.twitter.com/bjnr21WDb9
મામલાની વધુ વિગતો અનુસાર, જૂનાગઢના મજેવડી ગેટ પાસે બરાબર વચ્ચે એક દરગાહ બનાવવામાં આવી છે. ગેરકાયદેસર રીતે દબાણ કરીને બનાવી દેવાયેલી આ દરગાહ હટાવવા માટે અવારનવાર રજૂઆતો થતી રહેતી હતી. આ મામલે તાજેતરમાં મહાનગરપાલિકાના સિનિયર ટાઉન પ્લાનરે એક નોટિસ જારી કરીને દરગાહ સંચાલકોને પાંચ દિવસમાં માલિકીના પુરાવા રજૂ કરવા માટે જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે જો તેમ ન થાય તો અનધિકૃત દબાણ હટાવી દેવામાં આવશે.
શુક્રવારે બપોરે મહાનગરપાલિકાના અધિકારીઓએ દરગાહ પર જઈને આ નોટિસ ચોંટાડ્યા બાદથી જ મુસ્લિમ સમુદાયનાં ટોળાં એકઠાં થવા માંડ્યાં હતાં અને સાંજ સુધીમાં હજારો લોકો ભેગા થઇ ગયા હતા. પરિસ્થિતિને જોતાં જૂનાગઢ પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો પરંતુ મોડી રાત્રે ટોળાએ પોલીસની ગાડીઓ અને અન્ય ખાનગી વાહનોની તોડફોડ શરૂ કરી દીધી હતી.
સોશિયલ મીડિયા પર અમુક વિડીયો વાયરલ થઇ રહ્યા છે જેમાં ટોળું પોલીસના વાહનોમાં તોડફોડ કરતું અને પથ્થરમારો કરતું જોઈ શકાય છે. એક વિડીયોમાં એક મોટરસાયકલની તોડફોડ જોવા મળે છે તો અમુક તસ્વીરોમાં વાહનો સળગાવાયેલાં પણ જોઈ શકાય છે. એક વિડીયોમાં ભીડ ‘નારા એ તકબીર, અલ્લાહુ અકબર’ના મઝહબી નારા પણ લગાવતી સાંભળી શકાય છે.
जूनागढ़ फाइल ट्वीट न. 2-
— Kajal HINDUsthani (@kajal_jaihind) June 16, 2023
शुक्रवार के दिन ब्रेन डेड ज़ोम्बीज़ नारे ए तकबीर-अल्लाहु अकबर के नारों के साथ गुजरात के #जूनागढ़ में अराजकता की पारिस्थित उत्पन्न करते हुए।
पुलिस की गाड़ियो में आग लगाते हुए और अवैध दरगाह के पास आयी पुलिस चौकी पर हमला करते ज़ोम्बीज़। https://t.co/0DfRItGgbe pic.twitter.com/izwfxLD2hN
ટોળાએ રસ્તા પરથી પસાર થતી એક એસટી બસને પણ નિશાન બનાવી હતી અને પહેલાં પથ્થરમારો કર્યા બાદ તોડફોડ શરૂ કરી દીધી હતી. જેના કારણે અંદર સવાર મુસાફરોને પણ ઇજા પહોંચી હતી. ઉપરાંત, મજેવડી ગેટ પાસે આવેલી PGVCLની ઓફિસની બહાર ઊભેલાં સરકારી વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી, જેમાં એક ડ્રાઈવરને ઇજા પહોંચી હતી.
ઉત્પાત મચાવતા ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસે હસ્તક્ષેપ કરતાં તેમની ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક ડીએસપી અને અન્ય ત્રણ પોલીસકર્મીઓને ઇજા પહોંચી હતી. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આખરે પોલીસે ટિયરગેસના સેલ છોડીને ટોળાને વિખેર્યું હતું અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
જે રીતે બપોર પછી અચાનક ટોળાં એકઠાં થવા માંડ્યાં હતાં અને પથ્થરમારો તેમજ વાહનો સળગાવવાની ઘટના બની તેને જોતાં આ હુમલો પૂર્વનિયોજિત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તાજા અહેવાલો અનુસાર પોલીસે હુમલો કરનારાઓની ઓળખ કરી લીધી છે અને 174 લોકોને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે. આ હુમલામાં એક નાગરિકનું મોત થયું હોવાની પણ આશંકા છે. પોલીસે જણાવ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા બાદ તે અંગે વધુ વિગતો મેળવી શકાશે.