પોતાના વિડીયોમાં રાહુલ ગાંધી પર ટિપ્પણીને લઈને કર્ણાટકમાં કેસ નોંધ્યા બાદ ત્યાંની પોલીસ પત્રકાર અજીત ભારતીને નોટિસ આપવા માટે તેમના નોઇડા સ્થિત નિવાસસ્થાને પહોંચી ગઈ હતી. જોકે, ત્યાં ઉત્તર પ્રદેશ પોલીસ પણ આવી પહોંચતાં UP પોલીસના જવાનો કર્ણાટક પોલીસના માણસોને પોતાની સાથે લઇ ગયા હતા. આ સમગ્ર ઘટનાને લઈને અજીત ભારતીએ કહ્યું છે કે આ બીજું કશું જ નહીં અને તેમને ધમકાવવાનો પ્રયાસ છે, પરંતુ તેઓ ડરશે નહીં.
કર્ણાટક પોલીસ રવાના થયા બાદ અજીત ભારતીએ સુદર્શન ન્યૂઝ સાથે વાતચીત કરી હતી, જેનો વિડીયો સામે આવ્યો છે. તેમણે કહ્યું કે, ત્રણ વ્યક્તિઓ સિવિલ ડ્રેસમાં જ આવ્યા હતા અને કહેતા હતા કે અમે કર્ણાટક પોલીસ તરફથી નોટિસ આપવા માટે આવ્યા છીએ. પરંતુ નોટિસ તો પોસ્ટ થકી પણ મોકલી શકાઈ હોત, તેમાં ત્રણ વ્યક્તિઓ મોકલવાની શું જરૂર છે? આ સ્પષ્ટ રીતે તેઓ ધમકાવવાના પ્રયાસ કરી રહ્યા છે, બીજું કશું જ નહીં. સાથે રમૂજી ભાષામાં એમ પણ કહ્યું કે, આટલી ગરમીમાં તેઓ ટ્રેનમાં આવ્યા હતા અને કપડાં બદલવાનો પણ સમય નહીં મળ્યો હોય એટલે યુનિફોર્મમાં ન હતા.
Exclusive: अजीत भारती ने पढ़ाया कर्नाटक पुलिस को कानून
— Sudarshan News (@SudarshanNewsTV) June 20, 2024
अजीत भारती को गिरफ्तार करने आई कर्नाटक पुलिस खाली हाथ लौटी@ajeetbharti @Divyasharmastv#ajeetbharti #congress #karnatkapolice pic.twitter.com/ms8DrLBZFW
આગળ તેમણે કહ્યું કે, “જ્યારે તેઓ મારી પાસે આવ્યા ત્યારે મેં કહ્યું કે, તેઓ સ્થાનિક પોલીસ મથકે જાય, પણ તેમને એ પણ ખબર ન હતી કે સ્થાનિક પોલીસ મથક ક્યાં છે. મારું તો મન થયું કે ઓલા (કેબ સર્વિસ) પણ કરી દઉં, ચાલ્યા જાઓ.” તેમણે કહ્યું કે, કર્ણાટક પોલીસ UP પોલીસને જાણ કર્યા વગર જ તેમને નોટિસ આપવા માટે આવી ગઈ હતી. પરંતુ પછી તરત જેવી નોઇડા પોલીસને જાણ કરવામાં આવી કે તેઓ તરત પહોંચી ગયા હતા.
અજીતે કહ્યું કે, “આ ફર્જી કેસ છે અને કોર્ટમાં 2 મિનીટ પણ નહીં ટકે. અમારી ટીમ ત્યાં બેંગ્લોરમાં પ્રયાસરત છે. તેજસ્વી સૂર્યા (ભાજપ યુવા મોરચા પ્રમુખ)ની ટીમ કેસ રદ કરવા માટે અરજી કરવા જઈ રહી છે અને તે થઈ પણ જશે. આ માત્ર એટલા માટે થઈ રહ્યું છે કારણ કે હું એક પત્રકાર છું અને રાહુલ ગાંધી વિરુદ્ધ કશુંક લખ્યું છે, જે તેમની જ પાર્ટીના પૂર્વ નેતાએ કહ્યું છે. એ જ વાતને ક્વોટ કરવા માટે તેમણે FIR કરી દીધી છે.”
ઑલ્ટ ન્યૂઝના સહસ્થાપક અને લોકોની ક્લિપ કાપીને ફરતી કરવા માટે કુખ્યાત મોહમ્મદ ઝુબૈરનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, “તે ક્લિપ કાપીને નાખી દે છે અને તેનું આ જ કામ છે. તે લોકોને આ જ રીતે જોખમમાં મૂકવા માટે જાણીતો છે અને હવે હું તેને ‘હત્યાના પ્રયાસ’ના આરોપસર ઘસડી જઇશ. હું જ નહીં મારા જેવા ઘણા લોકો છે. આ એના જેવા તમામને સંદેશ છે કે આ વખતે અમે છોડવાના નથી. તમારી પાસે 3-4 રાજ્યોમાં સરકાર હશે, અહીં 26 રાજ્યોમાં ભાજપની સરકારો છે.”
આગળ તેમણે કહ્યું કે, “તમે 3-4 પોલીસવાળાઓને મોકલીને ડરાવવા-ધમકાવવાની હરકતો કરો છો એ ચાલશે નહીં. તેમને ખબર પડવી જોઈએ કે ડરાવવા-ધમકાવવાથી કોઇ ફેર પડશે નહીં. એટલું સામાન્ય થઈ ગયું કે તમે કૉંગ્રેસ વિરુદ્ધ કંઈ પણ લખો એટલે તેઓ તરત પોલીસ મોકલી દેશે. તેમની પાસે ગેરેન્ટી સ્કીમ માટે પૈસા નથી અને લોકોના પૈસે ત્રણ પોલીસવાળાઓને નોટિસ આપવા માટે મોકલી દો છો. તેઓ કર્ણાટકમાં પાણી અને વીજળીનાં બિલ વધારી રહ્યા છે, બસ ભાડું વધારવાની ચર્ચા છે. પણ તેમની પાસે એટલા પૈસા છે કે જે કામ ઇમેઇલ કે પોસ્ટ થકી થઈ શકતું હોત તે માટે પોલીસ મારા ઘરે મોકલી આપી.”
અંતે કહ્યું કે, “અમુક સરકારોને લાગે છે કે અમારી પાસે સત્તા આવે છે તો અમે અનંતકાળ સુધી અહીં જ રહીશું. એટલે બિચારા લાગેલા છે, એમાં શું કરી શકીએ.”